________________
૨૩૬
શ્રી નાગજી સ્વામી મહારાજશ્રીના ઉપદેશને આભારી છે.
રાજા-મહારાજના હૃદયનું પરિવર્તન કરાવવું એ કેટલું બધું મુશ્કેલ છે તે અનુભવી જ જાણી શકે છે. મહારાજશ્રી નાગશ્રી સ્વામી એવા પ્રભાવશાળી હતા કે તેમનું વચન પાછું ઠેલાતું નહિ. જીવદયાના પ્રચારાર્થે આવા સાધુ પુરુષો કેવું મહાન કાર્ય કરી શકે છે તે આ ઉદાહરણ ઉપરથી સમજાય છે.
સંવત ૧૯૭૯ના વર્ષે મહારાજશ્રી મોરબી પધાર્યા. આ વખતે લખધીરસિંહજી મહારાજનો રાજયભિષેક થયો. મ. શ્રી. પ્રતિ તેઓશ્રીનો ભાવ બહુ સારો હતો તેથી હર વખતે દર્શને તથા વ્યાખ્યાનમાં પધારતા. એક દિવસ વ્યાખ્યાન સાંભળ્યા પછી મહારાજાએ શેઠ વિક્રમચંદભાઈ તથા સંઘના અગ્રેસરોને જણાવ્યું કે ચાલુ સાલનું ચાતુર્માસ મ. શ્રીનું મોરબીમાં જ કરાવજો. તેમ જ થયું. તે ચાતુર્માસમાં મોરબીમાં ધર્મનો ઉદ્યોત સારો થયો.
તા. ૨૩-૧૦-૧૯૨૩ના રોજ દરબાર ગઢના વિશાળ ચોકમાં “સનાતન ધર્મ” એ વિષય પર જાહેર વ્યાખ્યાન આપવામાં આવ્યું. વ્યાખ્યાનમાં કોઈ કોઈવાર શારીરિક સ્થિતિનો પણ ઉલ્લેખ કરતા હતા. હાલના જમાનામાં જે ચાની બદી દાખલ થઈ છે તેની શી વિપરીત અસર થાય છે તે સમજાવી ધર્મ પાળવા માટે શરીરરૂપી સાધન કેટલું ઉપયોગી છે તે બતાવી લોકોના હૃદયને સારી રીતે આકર્ષી શકતા હતા. મુંબઈ સમાચારમાં લીધેલી નોંધનો સાર આ પ્રમાણે છે. જૈન મુનિ મહારાજ શ્રી નાગજી સ્વામી પોતાના વ્યાખ્યાનમાં હોટલોમાં ચા પિવાથી કોઢ, પિત્ત, ખસ વગેરે ચેપી રોગ ઉત્પન્ન થાય છે તથા ભ્રષ્ટતા થાય છે વગેરે બાબતોનો સચોટ ઉપદેશ આપી હોટલમાં ચા ન પીવાનો ઉપદેશ આપ્યો હતો, તેની અસર થતાં ઘણા ભાઈઓએ ચા ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી.”
સંવત ૧૯૮૦નું ચોમાસું વાંકાનેર થયું. ત્યાંના મહારાજ પણ હંમેશા વ્યાખ્યાન સાંભળવા આવતા. આ વખતે મ. શ્રીના બોધની બહુ સારી અસર થઈ. જે વાંકાનેર નરેશે પુરવાર કરી બતાવી. આખા સ્ટેટને એવો હુકમ કર્યો કે શ્રાવણ માસથી ભાદરવા સુદિ-૫ સુધી કોઈએ જીવહિંસા કરવી નહિ. કરશે તો રાજના ગુનેગાર ઠરશે. તેની સાથે પોતે પણ તેટલો સમય શિકાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી અને દર સોમવારે પોતાના બંગલે વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છા પ્રદર્શિત કરી.
સંવત ૧૯૮૨નું ચાતુર્માસ ત્યાંના મહારાજાના આગ્રહથી મોરબીમાં કર્યું. મહારાજશ્રી લખધીરસિંહજીએ આ ચોમાસામાં પોતાના સ્ટેટમાં એવો હુકમ બહાર પાડ્યો કે મોરબી સ્ટેટની હદમાં માછલાં, પશુ-પક્ષી કોઈપણ જનાવરનો શિકાર કરવો નહિ. જે કોઈ આ હુકમનો ભંગ કરશે તેને છ માસની કેદ અને રુ. ૧૦૦ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org