________________
૨ ૨૮
શ્રી નાગજી સ્વામી આપતા નહિ. સંવત ૧૯૬૧ના ચૈત્ર માસમાં તાવ વધારે ચડવા લાગ્યો અને થોડા દિવસોમાં ચૈત્ર વદિ-૧૪ના રોજ આ પુણ્ય પુરુષ સમાધિભાવે કાળધર્મ પામ્યા. લીંબડી સંપ્રદાયના યશસ્વી-ગાદીપતિ તરીકે તેમણે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. પંડિત શ્રી નાગજી સ્વામી તથા શિષ્ય પરિવારને ખૂબ જ આઘાત લાગે તે સ્વાભાવિક છે પરંતુ કાળની ગતિને કોણ રોકી શકે છે ? પૂ. શ્રીના માનમાં લીંબડીના મહારાજાએ પોતાની કોર્ટો, કારખાનાઓ તથા સ્કૂલો વગેરે બંધ કરાવ્યા અને પોતાનો ધર્મભાવ પ્રદર્શિત કર્યો. શ્રી સંઘે પણ ગાદીપતિને શોભે તેવી સ્વર્ગારોહણ ક્રિયા કર.
પંડિતશ્રી નાગજી સ્વામી પર હવે ઘણો બોજો આવી ગયો. શિષ્ય સમુદાયની સારણાવારણા વગેરે દરેક પ્રવૃત્તિ પોતે સારી રીતે વહન કરવા લાગ્યા. ત્રણ ચાર વર્ષના લીંબડીના સહવાસથી તેમને ઘણો અનુભવ મળ્યો. ઘણાં પુસ્તકો વાંચ્યા, જુદા જુદા ધર્મના રહસ્યો તેમ જ તેમાં થયેલ પરિવર્તન વગેરેનો અભ્યાસ કરી લીધો. જેન સિદ્ધાંતના સમર્થન માટે સાદ્વાદમંજરી, રત્નાકરાવતારિકા, સપ્તભંગી તરંગિણી વગેરે ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેઓ હવે સંઘાડાના મુખ્ય સાધુ તરીકે વિચરવા લાગ્યા. પોતાના મોટા ગુરુભાઈને ગુરુતુલ્ય ગણી માન આપતા ને સદાય સાથે રાખતા.
વિ.સં. ૧૯૬૧નું ચાતુર્માસ મોરબીમાં હતું. આ ચાતુર્માસમાં અપાયેલાં વ્યાખ્યાનોથી સમસ્ત સંઘ ઉપર કંઈક જુદી જ અસર થઈ. ધાર્મિક જાગૃતિ માટે નવા નવા વિચારોની ફુરણા થઈ અને કોન્ફરન્સ જેવી સંસ્થા ઊભી કરવા ભાવના પ્રગટી. મોરબીના સદ્દગૃહસ્થ શેઠ અંબાવીદાસ મોરબીમાં જ કોન્ફરન્સ ભરવાનું બીડું ઝડપી લીધું. મોરબી જેવું શહેર. શ્રાવકોનો અપૂર્વ ઉત્સાહ અને રાજ્ય તરફથી પૂરેપૂરી મદદ. આ બધાં કારણો આમાં નિમિત્તરૂપે થતાં મોરબીમાં જ કોન્ફરન્સ ભરવાનું નક્કી થયું.
મોરબીના મહારાજા સર વાઘજી બહાદૂર, પંડિતશ્રી નાગજી સ્વામી તરફ બહુ આદરભાવ રાખતા અને પોતાના ગુરતુલ્ય માન આપતા. ઘણીવાર દર્શન કરવા તેમ જ વ્યાખ્યાનમાં પધારતા. મહારાજશ્રીની મધ્યસ્થ ભાવવાળી વાણી સાંભળી ખૂબ જ ખુશ થતા. આ વખતે લીંબડીની જેમ મોરબીમાં પણ જૈન ધર્મ રાજ ધર્મ જેવો શોભતો હતો. કોન્ફરન્સ ભરવાનું નક્કી થયું. શ્રી સંઘે નામદાર મહારાજને વાત કરી. મહારાજા ઘણા ખુશ થયા અને કોન્ફરન્સ અંગે જોઈતી દરેક મદદ રાજ તરથી આપવા ઈચ્છા બતાવી. મહારાજાને ખાસ કહ્યું કે, “મહારાજ શ્રી ! કોન્ફરન્સ ઉપર આવવાનું વચન આપો તો હું ઘણા ખુશ થઈશ. દિવસ નક્કી કરો.” આ સાંભળી શ્રાવકો ઘણો જ ખુશ થયા અને સંવત ૧૯૬૨ ફાગણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org