________________
૨૨૪
શ્રી નાગજી સ્વામી પણ સારો અભ્યાસ કર્યો હતો. વૈરાગ્ય પ્રબળ હતો તેથી તેમને પણ સાથે દીક્ષા આપવાનું નક્કી કર્યું.
ત્રણેય ઉમેદવારોને માલારોપણ ગુંદાલામાં કરી પૂજ્યશ્રી આદિ સંતો મુન્દ્રા પધાર્યા. મુન્દ્રાના સુશ્રાવક શ્રીમાન ઢીલાભાઈ લાલચંદ આદિ શ્રાવકોએ દીક્ષાની ઉત્સાહપૂર્વક તૈયારી કરી. નાગરકુમારની નાની ઉંમર જનતાનું ભારે ધ્યાન ખેંચતી હતી.
મુન્દ્રાના ન્યાયાધીશ જેઓ બ્રાહ્મણ હતા, તેમણે નાગરકુમારની બુદ્ધિ અને જ્ઞાનની કસોટી કરી. કસોટીના અંતે તેમણે જાણ્યું કે નાગરકુમાર આત્માર્થી અને સંસ્કારી છે. તેમણે ભાવિના એંધાણ આપ્યા કે, “આ બાળક ભવિષ્યમાં સારા સાધુ તરીકે દીપી નીકળશે.” ન્યાયાધીશ સાહેબનો આવો જવાબ સાંભળી સૌ શ્રાવકો સગાં સ્નેહીઓ ખુશ થયા.
વિ.સં. ૧૯૩૮ ચૈત્ર વદિ-૧૩ શનિવારના પૂજ્યશ્રીએ પિતા-પુત્ર અને ચત્રભુજભાઈને એકીસાથે દીક્ષા આપી. જગજીવનભાઈનું નૂતન નામ જીવણજી સ્વામી, નાગરકુમારનું નામ નાગજી સ્વામી અને ચત્રભુજભાઈનું નામ ચત્રભુજજી સ્વામી રાખવામાં આવ્યું.
બાલમુનિશ્રી નાગજી સ્વામીએ પ્રથમ ગુજરાતી ભાષામાં અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ સંસ્કૃત વ્યાકરણ શીખવાની શરૂઆત કરી. અભ્યાસ જેમ જેમ આગળ વધવા લાગ્યો તેમ તેમ બુદ્ધિનો વિકાસ થવા લાગ્યો. ચાતુર્માસ તથા શેષકાળના સમયમાં સારા શાસ્ત્રીજી પાસે અભ્યાસનો પ્રબંધ થતો અને વિહારના સમયમાં પુનરાવર્તન કરી કંઠસ્થ કરવાનું ચાલુ રહેતું.
પહેલા ત્રણ ચાતુર્માસ પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામી સામે કચ્છમાં કર્યા. ત્રણે ચાતુર્માસ દરમ્યાન આ નાના મુનિ તરફથી કચ્છના શ્રાવકો ખૂબ જ પ્રભાવિત થયા. તેમની વાકપટુતા અને ચતુરાઈએ સૌના દીલ જીતી લીધા.
પૂજયશ્રી નવદીક્ષિત તેમ જ અન્ય શિષ્યોની સાથે કચ્છનું રણ ઊતરી ક્રમાનુસાર મોરબી પધાર્યા. ત્યાં શાસ્ત્રીજીની સગવડ, રહેવાની શાંતિ, સાધનની જોગવાઈ, પૂજ્યશ્રી અને ઉદાર શ્રાવકોનું પ્રેરકબળ વગેરે કારણો જ્ઞાનવૃદ્ધિમાં મદદરૂપ બન્યાં. પૂર્વના ક્ષયોપશમના કારણે તેમ જ બુદ્ધિની નિર્મળતાથી ગુજરાતી, સંસ્કૃત તેમ જ ધાર્મિક અભ્યાસ ઉત્તરોત્તર વધવા લાગ્યો. કુશાગ્રબુદ્ધિ, આકર્ષક વ્યક્તિત્વ અને મેળવેલા જ્ઞાનથી મોરબીના શ્રાવકો ખૂબ જ પ્રભાવિત થયા. એ શ્રાવકોના પ્રેમ અને ભક્તિભાવ સમય જતાં એટલાં વધ્યાં કે મોરબી તો નાગજી સ્વામીનું જ” એમ કહેવાતું - મોરબીમાં ચાતુર્માસ પણ બીજા સ્થળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org