________________
૨ ૨૨.
શ્રી નાગજી સ્વામી દ્વારા ધર્મના સંસ્કારો આપવામાં આવતા. સાધુ સાધ્વીજીના દર્શન કરાવવા તેમજ વ્યાવહારિક શિક્ષણ પણ મળતું.
- સાત વર્ષની ઉંમરે શાળામાં અભ્યાસ કરવા માટે બેસાડ્યા. ત્રણ ધોરણનો અભ્યાસ કર્યો. જ્યારે તેમની ઉંમર ૧૧ વર્ષની થઈ ત્યારે માતા ઉજમબાઈ સ્વર્ગવાસ પામ્યા તેમજ થોડા સમયમાં તેમના દાદી પણ સ્વર્ગવાસ પામ્યા. માતાના અકાળ અવસાનથી બાળક નાગરને ઘણો આઘાત લાગ્યો.
વર્ષો પદના ગતિઃ | કર્મની ગતિ ગહન છે. એને સર્વજ્ઞ સિવાય કોણ જાણી શકે ? મહાપુરુષોના માટે આવું નિમિત્ત વૈરાગ્યનું કારણ બને છે. જગજીવન ભાઈને પણ પોતાની પત્ની અને માતાજીના અવસાનથી સંસારની અસારતા સમજાઈ. ઉપાદાન તૈયાર થતા નિમિત્ત મળી ગયું. સંસારની અનિત્યતાને કારણે ઉત્પન્ન થયેલ વૈરાગ્ય મોઢા ઉપર દેખાવા માંડ્યો. પોતાના પિતાના આવા મનોભાવો ચાલાક પુત્રથી અજાણ્યા રહ્યા નહિ. તેણે પિતાજીને કહ્યું, “પિતાજી ! શોક શા માટે કરો છો ? જન્મ-મરણ એ તો આ સંસારનો સ્વભાવ છે. ઋણાનુબંધ પ્રમાણે જ સંસારીઓ સાથે સંબંધ બંધાય છે. અને એ સંબંધ પૂરો થતાં જ છૂટા થવાનું હોય છે.”
વાત્કાપિ પ્રીતત્રં યુmિયુ મનોષિfમ. અર્થાત્ યુક્તિયુક્ત વચન બાળક પાસેથી પણ ગ્રહણ કરવું જોઈએ. પુત્રના વૈરાગ્યપ્રેરક વચનોથી જગજીવનભાઈના ઉત્સાહમાં વધારો થયો અને તેમણે સંયમ લેવાનો નિશ્ચય કર્યો. તેમણે પુત્રને કહ્યું, “બેટા હું દીક્ષા લઉં તો તું મને રજા આપીશ?” ત્યારે પુત્ર કહે છે, “પિતાજી મારે રજા આપવાની શી હોય? હું પણ તમારી સાથે દીક્ષા લઉં તો કેમ? આ સાંભળી પિતાજીએ કહ્યું બેટા ! તારી ઉંમર હજી નાની છે, સંયમના કઠિન પરીષહો તારાથી સહન નહિ થઈ શકે. દીક્ષાનો પંથ તલવારની ધાર જેવો છે. આ સાંભળી પુત્ર કહે છે. પિતાજી, મારું મન બળવાન છે. અને હું ખાત્રીપૂર્વક કહું છું કે, “હું દીક્ષા બરાબર પાળી શકીશ. તમારી સાથે રહી તમારી સેવા કરીશ. ધર્મકાર્યમાં તમને મદદ કરી તમારા આત્માને સંતોષ આપીશ.”
નાગરકુમારનું આવું મનોબળ અને વિરોચિત વિચારો જાણ્યા પછી જગજીવનભાઈનો દીક્ષાનો વિચાર દિન-પ્રતિદિન દઢતર થતો ગયો. પોતાને આવા સુપુત્રની પ્રાપ્તિ બદલ જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. ખરું જ કહ્યું છે કે – एकेनापि सुवृक्षण पुष्पितेन सुगन्धिना । वासितं तद्वनं सर्वं, सुपुत्रेण कुलं यथा ॥
અર્થાત્ એક પણ સારા વૃક્ષના સુગંધી કુલ વડે આખું વન જેમ સુગંધી લાગે છે તેમ (એક જ) સુપુત્રથી આખું કુળ શોભે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org