________________
આ છે અણગાર અમારા
કરી ભવિષ્યના માટે તે પાપ, સદંતર દૂર કરાવ્યું હતું.
તે પ્રશંસનીય કાર્ય માટે ઘણાં છાપાંવાળાઓ, રાજ્યકર્તાઓ અને મહાજનોએ જૂનાગઢના લોકપ્રિય દીવાન અમીર શેખ મહમદભાઈ સાહેબને તાર અને પત્રો દ્વારા અભિનંદન પાઠવ્યાં હતાં.
સંવત ૧૯૮૪ની સાલનું છેલ્લું ચાતુર્માસ સાયલાના ઠાકોરસાહેબ અને જૈનસંઘના અત્યંત આગ્રહથી સાયલામાં નક્કી થયું હતું પરંતુ વઢવાણ શહેર પધારતાં તબિયત લથડતાં ત્યાંના સંઘે વઢવાણ ચાતુર્માસ રહી જવા વિનંતી કરી જેથી પૂજ્ય શ્રી ત્યાં રોકાઈ ગયા. તબિયતમાં તાવ પ્રતિદિન વધવાના ખબર સર્વત્ર પ્રસંરતાં ઘણા ગમના સંઘો પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. વઢવાણના ઠાકોરસાહેબ પણ તબિયતના ખબર કાઢવા અચાનક પોતાના દીવાન વગેરે મંડળી સાથે ઉપાશ્રયમાં આવ્યા હતા અને દરેક પ્રકારની સામગ્રી પૂરી પાડવા પોતે ઈચ્છા દર્શાવી હતી.
૧૯૭
દિવાળીના તહેવારોમાં ભરબજારમાં જાહેર રસ્તા ઉપર ઉપાશ્રય હોવાથી લોકો ફટાકડા ફોડી કંટાળો ન આપે એટલા માટે ઠાકોરસાહેબ ઉપાશ્રયની આસપાસ પોલીસ પહેરો મૂકી કોઈ પણ જાતની દખલગીરી ન થવા પૂરતો બંદોબસ્ત કર્યો હતો. અનેક પ્રકારની અનુકૂળતા કરી આપી પોતાનો હાર્દિક ભક્તિભાવ બતાવ્યો હતો, જેની નોંધ કાઠીયાવાડ ટાઈમ્સ, સૌરાષ્ટ્ર પત્ર, સૌરાષ્ટ્ર મિત્ર, જૈન પ્રકાશ અને હિન્દુસ્તાન ટાઈમ્સ વગેરે પત્રોએ લીધેલ તે પૈકી હિન્દુસ્તાન પત્રે લીધેલી નોંધ નીચે પ્રમાણે છે -
“શ્રીમાન જૈનાચાર્ય લવજી સ્વામીનું ચોમાસું” વઢવાણના એક ખબરપત્રી જણાવે છે કે અત્રે બિરાજતા જૈનાચાર્ય શ્રી લવજી સ્વામીનું પોતાનું ચોમાસું સાયલાના ઠાકોરસાહેબ અને જૈનોના આગ્રહથી સાયલા કરાવ્યું હતું પણ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે અત્રેના જૈન સંઘના આગ્રહથી અત્રે બિરાજે છે. જેમનું પોતાનું જૈફ અવસ્થાને લીધે શરીર તદ્ન અસ્વસ્થ થઈ ગયું છે. જેમનો જન્મ સંવત ૧૯૧૨ને દીક્ષા સંવત ૧૯૨૪ની સાલમાં થયેલી. ૬૧ વર્ષની દીક્ષાને ૭૩ વર્ષની ઉંમર છે. પોતે બા. બ્ર. મહાત્મા છે. તેમનાથી કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતમાં જૈન સાધુઓ પૈકી કોઈ દીક્ષાએ મોટા નથી. તેમની તબિયત જોવા ગામેગામના જૈન સંઘો આવે છે. તે સિવાય કેટલાક રાજ્યકર્તાઓ પણ બહારગામથી આવે છે. અમારા ઠાકોરસાહેબ જે કદી ઉપાશ્રયે નહિ પધારેલ તેઓ સાહેબ તા. ૩-૯૨૮ના રોજ કચેરી મંડળ સહિત સ્વામીશ્રીને જોવા ઉપાશ્રયમાં પધારી અડધો કલાક બેઠા હતા. જૈનો અને જૈનેતરો એક સરખો ભાવ ધરાવે છે. સ્વામીજી ખરેખર દર્શનિક પુરુષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org