________________
આ છે અણગાર અમારા
૧૮૭
એક સર્પ નીકળ્યો. બીજા સાધુઓએ જોયો અને બધા આઘા ખસી ગયા. સર્પ પૂજ્યશ્રીની પાસે આવ્યો છતાં પણ પૂ. શ્રી સ્થિર રહ્યા. કાઉસગ્નમાં જરાય ડગ્યા નહિ. થોડી વારમાં સર્પ ચાલ્યો ગયો. પૂજયશ્રી આવા નીડર હતા. આ જ ચોમાસામાં પૂ.શ્રીને મસ્તકની વેદના ઊપડી છતાં તેને સમભાવથી સહન કરી.
સંવત ૧૯૪૯ના કારતક માસમાં ઝામરવાના દર્દથી પૂ. શ્રીની આંખે ઓછાયા આવ્યા અને ચર્મચક્ષુ બંધ થઈ ગયા પણ જ્ઞાનચક્ષુ તો હંમેશને માટે ખુલ્લા જ હતા.
સંવત ૧૯૪૯માં મોરબીમાં કચ્છમાં શામજી સ્વામીએ દીક્ષા લીધી અને તેઓશ્રી પૂ. મેઘરાજજી સ્વામીના બીજા શિષ્ય થયા. તે જ સાલમાં જેઠ મહિનામાં કચ્છ રતાડિયા (ગણેશવાલા)ના વતની શિવજીભાઈએ પોતાની સગપણ કરેલી કન્યાને તથા સમૃદ્ધિને ત્યાગી દીક્ષા લીધી. તેઓશ્રી પૂજય શ્રીના પાંચમા શિષ્ય થયા. તેઓશ્રી ખૂબ જ તપસ્વી અને સુવિહિત સંત હતા.
તપસ્વી શ્રી શિવજી સ્વામી જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે તેમના માતુશ્રી મુંબઈમાં હતાં. બેઠાં બેઠાં બાજરાના રોટલા બનાવી રહ્યાં હતાં. એક સંતે અભિગ્રહ ધારણ કર્યો હતો કે ઊંધી ચાલણી ઉપર બાજરાનો રોટલો સૂજતો પડ્યો હોય તો જ મારે વહોરવું, નહિતર વહોરવું નહિ. બરાબર તે જ રીતે રોટલા બનાવી માતુશ્રી એ ચાલણી ઉપર મૂક્યા હતા અને સંત પધાર્યા. બધું શુદ્ધ હતું. ભાવપૂર્વક સંતને પ્રતિલામ્યા. પેલા સંત કહેતા ગયા કે તમે રત્નકુક્ષીમાતા બનશો, તમારો પુત્ર સંયમ લેશે અને તમારું તથા શાસનનું નામ ઉજ્જવળ કરશે. બરાબર તે જ પ્રમાણે બન્યું. (પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી પાસેથી સાંભળેલ)
સંવત ૧૯૫૪ની સાલમાં તારાચંદજી સ્વામીએ ૧૪ વર્ષની ઉંમરે ચૈત્રવદિ૧૦ ના વઢવાણમાં દીક્ષા લીધી. તેઓ પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીના શિષ્ય થયા. તેમણે સૂત્ર-સિદ્ધાન્તનો સારો અભ્યાસ કર્યો હતો.
સંવત ૧૯૫૫માં દશાશ્રીમાળી વણિક છોટાલાલજીએ જેઠ સુદ-૩ના દિવસે ૧૧ વર્ષની ઉંમરે અમદાવાદમાં દીક્ષા લીધી અને પૂ.શ્રીના છઠ્ઠા શિષ્ય થયા.
સંવત ૧૯૫૬માં અમદાવાદમાં સાતમાં શિષ્ય લલ્લુજી સ્વામીએ દીક્ષા લીધી. (કચ્છના ખુશાલચંદજી સ્વામીએ દીક્ષા લીધી) તે આઠમા શિષ્ય થયા. એ જ સાલમાં મ. શ્રી લક્ષ્મીચંદજી સ્વામી કે જેઓ સિયાણીના ચૌહાણ રાજપૂત હતા તેમણે ૧૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને હર્ષચન્દ્રજી સ્વામીના શિષ્ય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org