________________
૧૮૦
શ્રી દીપચન્દ્રજી સ્વામી સંવત ૧૯૬૧ની સાલમાં પૂજ્યશ્રીને સહેજ તાવ ચઢી ગયો તેથી શરીર નબળું પડી ગયું છતાં તેઓશ્રી સમતા ભાવમાં ઝૂલી રહ્યા હતા. પોતાની સાવચેતીથી બે દિવસ પહેલાં સાગારી સંથારો પચ્ચક્ખી લીધો હતો. તે જ સાલે ચૈત્રવદ-૧૪ને મંગળવારના બપોરે ત્રણ વાગ્યે સામથિભાવે કાળધર્મ પામ્યા.
પૂજયશ્રીના સ્વર્ગવાસથી સર્વત્ર હાહાકાર થઈ ગયો, કેમ કે પૂજય શ્રી ખૂબ જ પુણ્યસંપન્ન અને પ્રભાવશાળી આચાર્ય હતા. સ્વર્ગવાસના સમાચાર જાહેર થયા પછી લીંબડીમાં તથા આજુબાજુના ગામોમાં સખત બંદોબસ્ત સાથે પાખી પાડવામાં આવી હતી. લીંબડી ઠાકોર સાહેબના હુકમથી નિશાળો તથા કોર્ટે બંધ કરવામાં આવી હતી.
પૂજયશ્રીએ સર્વ આયુષ્ય ૭૨ વર્ષનું ભોગવ્યું, ૬૧ વર્ષ સુધી સંયમ પાળ્યો. ૨૫ વર્ષ સુધી સંપ્રદાયનું નેતૃત્વ કર્યું અને શાસનની ખૂબ જ શોભા વધારી.
મહારાજા શ્રી જશવંતસિંહજીએ પૂજયશ્રીના શિષ્ય પ્રસિદ્ધવક્તા શ્રી નાગજી સ્વામીને આશ્વાસન પત્ર લખ્યો તેનો અક્ષરશઃ ઉતારો નીચે પ્રમાણે છે.
તા. ૪-૫-૧૯૦૫ સ્વામી શ્રી નાગજી સ્વામી !
આપના ગુરમહારાજ શ્રી દીપચન્દ્રજી સ્વામી દેવગત થવાથી દીલગીરીની વાત છે. અલબત્ત, તે પવિત્ર સાધુ અને તપસ્વી હતા જેથી તેમની તો ઉન્નતિ થઈ સારા પદને પામ્યા પણ આપણા સ્વાર્થ સામે જોતાં આપણા શહેરને તેવા સાધુ પુરુષના જવાથી ખામી પડી. હવે તમારું રહેવું પણ અહીં થોડું થશે તે પણ આ શહેરની એક ખોટ છે. ગમે તે પંથના સાધુ હોય પણ જો પોતાના ધર્મમાં હોય તો બધા ઉપર સમાનદષ્ટિ હોય, તેવા તમારા ગુરુ હતા. તમે પણ તેવા જ છો જેથી આસ્તિક વર્ગને ઘણો સંતોષ તથા લાભ હતો.
કર્મ કહો કે ઈશ્વરમરજી કહો પણ આપણા હાથ બહારની વાત છે, જેથી સંતોષ માનવો તે જ ઉપાય છે.
છેવટમાં આપ જેમ બને તેમ આપના ગચ્છના નિયમમાં જેટલી છૂટ હોય એટલું બધુ લીંબડીમાં આવવું જવું. તેમાં રહેણાક રાખશો કે અમને બધાને આપના સત્સંગ તથા દર્શનનો લાભ થશે.
લિ. જશવંતસિંહના દંડવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org