________________
આ છે અણગાર અમારા
૧૭૭
તેમાં શ્રી નાગજી સ્વામી આગળ જતાં પ્રસિદ્ધ વક્તા તરીકે ખ્યાતિ પામ્યા. તેઓશ્રીએ અનેક રાજવીઓને બોધ પમાડી જીવદયા વગેરેનાં અનેક સારાં કાર્યો કરાવ્યા. આવા શિષ્યથી પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામી તથા આવા આચાર્ય ગુરુવરથી પ્રસિદ્ધવક્તા નાગજી સ્વામી પરસ્પર ગૌરવનો અનુભવ કરતા હતા અને અજરામર સંઘ તથા જિન શાસનને ખૂબ સારી રીતે શોભાવતા હતા.
एकेनापि सुशिष्येण, गुरु प्राप्नोति गौरवम् । यथा चन्द्रप्रकाशेन, रजनी याति गौरवम् ॥
- લેખક
ભાવાર્થ : જેવી રીતે ચન્દ્રમાં પ્રકાશથી રાત્રિ ગૌરવને પ્રાપ્ત કરે છે તેમ સુશિષ્યથી ગુરુ ગૌરવને પામે છે.
સંવત ૧૯૫૬ની સાલનું પૂજ્યશ્રીનું ચાતુર્માસ શેઠ ખીમચંદ ઉકાભાઈના આગ્રહથી વઢવાણમાં હતું તે વખતે પંડિતરાજ પ્રસિદ્ધવક્તા શ્રી નાગજી સ્વામીને ઘણા શ્રાવકોનો આગ્રહ થયો કે તેમને ભગવતી સૂત્ર સંભળાવો. શ્રાવકોની વિનંતિને માન આપીને પૂજ્ય શ્રીની આજ્ઞાથી પંડિતરાજ શ્રી નાગજી સ્વામીએ ભગવતી સૂત્ર વાંચવાનું શરૂ કર્યું. લીંબડી સંપ્રદાયના મુખી શેઠ શ્રી મોતીલાલ વલમ તથા ભાવનગરના અમુક શ્રાવકો તથા આજુબાજુનાં ગામોના ઘણા શ્રાવકો સૂત્રની વાચના સાંભળવા આવ્યા હતા. પંડિતરાજ શ્રીએ એક મહિનામાં ભગવતી પૂરું
' ગુરુજી સોહે, સભી કે મન મોહે, બિરાજ રહે પાટ પે
'વંદન કર લો તિકડુત્તો કે પાઠ સે..... સંવત ૧૯૫૭ની સાલમાં પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી લીંબડી પધાર્યા. તેઓ શ્રી છેલ્લાં ૧૦ વર્ષથી ગાદીપતિ હતા પરંતુ ગાદીની પાટે બિરાજયા ન હતા. પૂજય શ્રીની વૃદ્ધાવસ્થા નિહાળી તથા તેઓશ્રીને ગાદીની પાટે બિરાજવાનો યોગ્ય સમય છે એમ ધારી લીંબડીના શ્રદ્ધાળુ શ્રાવકો શેઠ મોતીલાલ વલ્લભ અને સંઘવી ઉજમશી વીરજી વગેરે સંઘના મુખ્ય માણસોએ અષાઢ સુદ-૩ના ચડતે પહોરે શુભ મુહૂર્ત પૂજયશ્રીને ગાદીની પાટે બિરાજવા વિનયપૂર્વક વિનંતિ કરી. તે વિનંતી સ્વીકારી પૂજ્ય શ્રી ગાદીની પાટે બિરાજયા.
પૂજયશ્રીના શિષ્ય તપસ્વી કસ્તુરજી સ્વામી છેલ્લાં ૨૨ વર્ષથી એકાંતરા ઉપવાસ કરતા હતા. આમ તેમના શિષ્ય મંડળમાં કોઈ તપસ્વી, કોઈ જ્ઞાની, કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org