________________
૧૫૦
શ્રી અજરામરજી સ્વામી આ પ્રસંગ ઉપરથી પૂજયશ્રીની ધીરજ, નીડરતા, નવકાર મંત્ર પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સ્પષ્ટ જણાઈ આવે છે. આત્મા જ્યારે પવિત્ર બને છે ત્યારે ઉપરના ગુણો તેના જીવનમાં સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે.
(૩) પૂજ્યશ્રી જેવા જ્ઞાની, ચારિત્રશીલ અને નીડર હતા તેવા જ લબ્ધિસંપન્ન પણ હતા. તેઓશ્રી જ્યાં ત્યાં લબ્ધિનો ઉપયોગ કરતા નહિ. સાધુનો આચાર તથા મર્યાદાને સારી રીતે આચરતા હોવાથી કોઈ અનિવાર્ય પ્રસંગ સિવાય અર્થાત્ અપવાદ માર્ગ સિવાય તે લબ્ધિનો ઉપયોગ કરતા નહિ.
એક વખત તેઓશ્રી સૌરાષ્ટ્રમાંથી કચ્છ તરફ વિહાર કરતા હતા. ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં માળિયા (મીંયાણાનું) પધાર્યા. ત્યાંથી રણ ઉતરીને કચ્છમાં પધારી રહ્યા હતા, તેમના શિષ્યો બધા સાથે ચાલી રહ્યા હતા. રસ્તામાં તેમને માળિયાના મીંયાણા મળ્યા. તે મીંયાણાઓ તે જમાનામાં લોકોને લૂંટીને માલ ઘરભેગો કરવામાં હોંશિયાર હતા. તેમનું જોર પણ તે વખતે ઘણું હતું. પૂજયશ્રી જયાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એકદમ આ મીંયાણાઓ ઘોડા ઉપર સવાર થઈને આવી પહોંચ્યા અને અડધે રણે પૂજયશ્રીને આંતર્યા. પૂજયશ્રી આદિ સંતોને કહે છે, “તમારી પાસે જે કાંઈ હોય તે બધું આપી દો.” પૂજ્યશ્રી તરત જ ઊભા રહી ગયા અને કહ્યું, “ભાઈ ! સાધુ પાસે બીજું હોય શું? જરૂરિયાત પૂરતા વસ્ત્રો હોય તેથી વધારે હોય નહિ. અત્યારે ઠંડીના દિવસો છે એટલે કપડાંની અમારે જરૂર હોય. તે સિવાય લાકડાનાં પાત્રા તથા જ્ઞાન ભણવા માટે સૂત્રની પોથી સિવાય કાંઈ નથી. ધન કે દાગીના અમારી પાસે નથી કારણ કે જૈન સાધુ કંચન કામિનીના ત્યાગી હોય છે માટે સાધુને હેરાન કરવાનું છોડી દો.”
પેલા મીંયાણાઓ તો અભિમાનમાં અંધ બનેલા તેથી એમને એવું ક્યાંથી સૂઝે કે સાધુ સંતને હેરાન કરવા એના જેવું બીજું કોઈ પાપ નથી. તેઓ તો રોહમાં જ બોલ્યા કે, “ગમે તેમ કરો પણ તમારી પોતકી સિવાય જે કાંઈ હોય તે બધું આપી દો.” પૂજયશ્રીએ તેમને ઘણી રીતે સમજાવ્યા છતાં તેમણે એમને એક વાત પકડી રાખી. પૂજ્યશ્રીને લાગ્યું કે આ લૂંટારાઓને આધીન થવું એમાં શાસનની લઘુતા થશે, લોકો એમ કહેશે કે જૈન સાધુઓ લુંટાણા. આવું કરવા દેવું નથી.
આમ વિચારીને પૂજયશ્રી એક બાજુ ઊભા રહ્યા અને પાંચેક મિનિટ ધ્યાન ધરીને હાથ ઊંચા કર્યા કે તરત જ જેટલા મીંયાણાઓ હતા તે બધા આંધળા ભીંત થઈ ગયા. તેઓ ઘણી આંખો ફફડાવવા લાગ્યા પણ કંઈ જ વળ્યું નહિ. કાંઈ દેખાય નહિ. તેમને થયું કે આમ તો આપણે આ રણમાં જ ખલાસ થઈ જશે અને પકડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org