SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૪ શ્રી અજરામરજી સ્વામી સમતા त्यक्ता ममतायाथ, समता प्रथते स्वतः । स्फटिक गलितोपाद्या, यथा निर्मलतागुणः ॥ ભાવાર્થઃ જયારે મમતાનો ત્યાગ થાય છે ત્યારે સમતા સ્વતઃ ઉપલબ્ધ થાય છે. જેમ સ્ફટિકની પાસે જવા કુસુમાદિ ઉપાધિ રહેવાથી તેની નિર્મળતા દબાઈ જઈ અન્ય રંગ પ્રતીત થાય છે પણ તે ઉપાધિ દૂર કરવામાં આવે તો સ્વતઃ સિદ્ધ સ્ફટિકની નિર્મળતા પ્રગટ થાય છે. સમાધિ દશામાં આ ગુણની ખાસ જરૂર રહે છે. શાંતિ અને સ્વાથ્યનું તે જ મૂળ કારણ છે. પૂજયશ્રીના વિશુદ્ધ અંતઃકરણમાં સામ્યભાવને રહેવા માટે પૂરતી જગ્યા મળી હતી, એટલું જ નહિ પણ જ્ઞાનામૃતના સિંચનથી વયની પરિપકવતા સાથે સમતાગણ પણ પરિપકવ થયો હતો. સામાજિક જીવનમાં આ ગુણની મદદથી સ્વવર્ગ અને અન્યવર્ગના શ્રોતાઓ ઉપર સત્યબોધની સચોટ અસર કરી શક્યા હતા; તેમ જ શિષ્ય વર્ગને પણ સામ્યદષ્ટિને કારણે સુવ્યવસ્થા તંત્રમાં એક સરખી રીતે નિયુક્ત કરી તેમના તરફથી સમતોલપણે પૂજ્યભાવ પ્રાપ્ત કરી શક્યા હતા. જયાં જયાં પૂજ્ય શ્રી વિચર્યા અને બોધ આપ્યો ત્યાં ત્યાં મધ્યસ્થ ભાવ અને ભ્રાતૃભાવનો સ્થાયીભાવ થયો તે પણ આ ગુણને આભારી છે. તેમના ઉચ્ચ ઉપદેશની શ્રોતાવર્ગ ઉપર જેમ અસર થઈ હતી તેમ પોતાના ઉપર તો વિશેષતર થઈ હતી એટલે સમતાગુણ ઉત્કર્ષભાવને પામ્યો હતો. પૂજ્યશ્રી માન, મદ, મમત્વ, લાલસા, આસક્તિ વગેરે પ્રતિબંધક દોષોને દૂર કરવાથી અને સંતોષ, સમતા, શાંતિ, વૈરાગ્ય વગેરે સદ્ગુણોને આદરવાથી પૂર્ણ અધિકાર પર પહોચેલા હતા, તેથી સંપૂર્ણ શાંતિ અને સ્વાથ્ય વચ્ચે ધ્યાનની શ્રેણી ઉપર આરૂઢ થઈ સમાધિની શુદ્ધ દિશા તરફ પ્રયાણ કરવા લાગ્યા. જયાં સુધી વિહાર કરવા જેટલી શક્તિ હતી ત્યાં સુધી અનેક પ્રાંતોમાં વિચર્યા. સંવત ૧૮૬૫ની સાલમાં છપ્પન વરસની ઉંમરે સંઘરણી તથા વા ની તકલીફ થવાથી લીંબડીમાં સ્થિરવાસ રહ્યા, સાથે પંડિત શ્રી દેવરાજજી સ્વામી અથવા બીજા સંતો રહેતા. તે સમયે લીંબડી સંપ્રદાયના સાધુઓ અને સંઘમાં સંપસુલેહ અને સ્વાચ્ય ખરેખર પ્રેરણાદાયી હતાં. સંઘમાં જાહોજલાલી પણ તેવી જ હતી. આધ્યાત્મિક સંપત્તિ અને આબાદી વૃદ્ધિગત થતી હતી અને અભ્યદય પોતાની શ્રેણી ઉપર ચડ્યો હોય તેમ પ્રતીત થતું હતું. પરમ શાંતિનો સમય હતો. પૂજયશ્રી ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ દશામાં લીંબડી સ્થિરવાસ રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy