SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪) શ્રી અજરામરજી સ્વામી પોતાની વિજયી વિહાર યાત્રા લંબાવી. પોતાના વિદ્યાગુરુ પરમોપકારી પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજના દર્શન કરવા દૂરના પ્રદેશમાં પધાર્યા અને જયપુર શહેરમાં એક ચાતુર્માસ તેમની સાથે રહ્યા. તેઓશ્રી જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં તેમના પ્રતાપનો સૂર્ય આગળથી પ્રકાશી રહ્યો હતો; તેથી લોકોનું ઘણું જ આકર્ષણ થયું હતું. તેઓનાં હૃદયમાં યુક્તિયુક્ત શાસ્ત્રીય બોધથી ધાર્મિક સત્ય સિદ્ધાન્તોની છાપ પાડી ધર્મના સંસ્કારોથી સુવાસિત અનેક અંત:કરણો જૈનધર્મના દઢ સંસ્કારોથી વાસિત બનાવ્યાં. અનેક લોકોને ધર્મના દઢપ્રેમી કર્યા; તે પણ એકબીજાની નિંદા કે આક્ષેપનો બોધ આપીને નહિ પણ નિષ્પક્ષપાતી સરલ અને સીધો બોધ આપીને ધર્મનો મહિમા વધાર્યો. જૈનના બીજા ફીરકાની શ્રદ્ધાવાળા જનોને શ્રદ્ધાના વિશેષ ફેરફારરૂપ કારણ સિવાય તે ફિરકાની શ્રદ્ધા ઉતરાવી પોતાના ફિરકાની શ્રદ્ધા બેસાડવાનો પ્રયત્ન કરવાની પદ્ધતિ પૂજ્યશ્રીને બિલકુલ પસંદ ન હતી, તેમ તેવી પ્રવૃત્તિમાં તેઓ કદી જોડાતા નહિ પણ તટસ્થ રીતે શાસ્ત્રીય વિષયનો ન્યાયપુરઃ સર સત્ય બોધ આપીને જ સુજ્ઞજનોના ચિત્તને પોતા તરફ આકર્ષતા. કંઠની મીઠાશ અને વાણીની મધુરતાને લીધે વ્યાખ્યાનમાં દરેક વર્ગના મનુષ્યો હાજરી આપતા. સામ્યભાવપૂર્વક શાન્ત અને વૈરાગ્યમય બોધથી અન્યધર્મી લોકો પણ પૂજયશ્રીને પૂજ્ય બુદ્ધિથી માનતા અને ગ્રાહ્યભાવથી તેમનો બોધ સાંભળી દુરાગ્રહ અને વૈમનષ્યનો ત્યાગ કરતા. ઘણા અન્ય લોકોને પૂજયશ્રીએ માંસ, મદિરા, જુગાર, ચોરી, પરાદારાગમન વગેરેના નિયમો કરાવ્યા હતા અને તેથી જ સ્વર્ગીય તેમજ અન્યવર્ગીય લોકોને પૂજ્યશ્રી એક સરખી રીતે પ્રિય થઈ પડ્યા હતા. આદેય નામકર્મની પુણ્યપ્રકૃતિ એવી નિર્મિત થયેલી હતી કે કોઈ પણ માણસ તેમનું વચન અમાન્ય કરતું નહિ. ટૂંકમાં કહીએ તો વચનસિદ્ધિને લીધે લોકો તેમને એક સિદ્ધિપુરુષ મહાત્મા તરીકે માનતા હતા. આવા ઊંચા પ્રકારની કારકિર્દી વચ્ચે તેઓશ્રીએ ઘણા અન્યધર્મી લોકોને સ્વધર્મપરાયણ બનાવ્યા. અનેક પ્રાન્તોમાં ધર્મ અને નીતિના સિદ્ધાન્તોનો પ્રજામાં ફેલાવો કરી પરસ્પર સંપ સુલેહમાં ઘણો વધારો કર્યો. મુનિઓ વિહાર કરી શકે યા ચાતુર્માસ રહી શકે તેવાં ઘણાં ક્ષેત્રો ખુલ્લાં કર્યા અને જૈન સમાજમાં ધર્મશ્રદ્ધા, શાસ્ત્ર રસિકતા, ભક્તિભાવ, નીતિની મજબૂતાઈ, સુલેહશાંતિ અને વાત્સલ્યભાવનો દઢ પાયો નાખ્યો. બીજી બાજુ પૂજયશ્રીના શિષ્ય મંડળમાં તીક્ષ્ણ બુદ્ધિમાન મહાત્મા શ્રી દેવરાજજી સ્વામી પણ વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય વગેરે શાસ્ત્રોનો અભ્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy