________________
આ છે અણગાર અમારા
૧ ૨૯
'ચડતી પડતી સર્વની, એ દુનિયાની રીત | 'ચંદ્રકળા સુદમાં વધે, વદમાં ઘટે ખચીત /
• પૂજય શ્રી મૂલચંદજી સ્વામીના બીજા શિષ્ય પચાણજી સ્વામી તેમના શિષ્ય મહારાજ શ્રી રતનસી સ્વામી તેમના શિષ્ય પૂજ્ય શ્રી ડુંગરશી સ્વામીએ ગોંડલ તરફ વિહાર કર્યો અને ગોંડલમાં ગાદી સ્થાપી, હાલમાં તે ગોંડલ સંપ્રદાય તરીકે ઓળખાય છે. એમાંથી બીજો ગોંડલ સંઘાણી સંપ્રદાય થયો. • પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીના ત્રીજા શિષ્ય પૂજયશ્રી વનાજી સ્વામી થયા. તેમના શિષ્ય પૂજયશ્રી કાનજી સ્વામી કેટલાક સાધુઓ સાથે બરવાડા પધાર્યા અને તેમણે બરવાડા સંપ્રદાયની સ્થાપના કરી. • પૂજય શ્રી મૂલચંદજી સ્વામીના ચોથા શિષ્ય વણારસી સ્વામી થયા તેમના શિષ્ય પૂજય શ્રી ઉદેસિંહજી સ્વામી તથા જેસિંગજી સ્વામી એ બન્ને સંસારપક્ષે ભાઈઓ હતા. તેમની જન્મભૂમિ મારવાડમાં હતી. તેમણે ચુડા તરફ વિહાર કર્યો અને ચુડા સંપ્રદાયની સ્થાપના કરી. જોકે અત્યારે ચુડા સંપ્રદાય વિચ્છેદ ગયો છે. • પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીના પાંચમા શિષ્ય વિઠ્ઠલજી સ્વામી થયા તેમના શિષ્ય ભૂષણજી સ્વામી મોરબી તરફ પધાર્યા અને તેમના શિષ્ય પુજય શ્રી વશરામજી સ્વામીએ મોરબીથી ધ્રાંગધ્રા તરફ વિહાર કર્યો અને તેમણે ધ્રાંગધ્રા સંપ્રદાયની સ્થાપના કરી. જોકે પૂજ્ય શ્રી વશરામજી સ્વામીના શિષ્ય પૂજ્ય શ્રી જસાજી સ્વામી પ્રાંગધ્રાથી કોઈ કારણસર બોટાદ ગયા તે વખતથી બોટાદ સંપ્રદાયની સ્થાપના થઈ. • પૂજ્ય શ્રી હીરાજી સ્વામીના ગુરુભાઈ પૂજય શ્રી નાગજી સ્વામી સાયેલા પધાર્યા અને સાયલા સંપ્રદાયની સ્થાપના કરી.
આવી રીતે જ્યાં જ્યાં જેનું તેનું વિશેષ વલણ અને પરિચય હતો ત્યાં ત્યાં પધારી તેમણે પોતાની ગાદી સ્થાપી અનો પોતપોતાના સંપ્રદાયનું બંધારણ બાંધ્યું. આ રીતે એક સંપ્રદાયમાંથી લીંબડી, ગોંડલ, ચૂડા, ધ્રાંગધ્રા અને સાયલા એમ છે સંપ્રદાય થયા. (જોકે ત્યાર પછી પણ આઠ કોટિ મોટી પક્ષ, આઠ કોટિ નાની પક્ષ, લીંબડી નાનો સંપ્રદાય, ગોંડલ નાનો સંપ્રદાય, ઉદેપુર સંપ્રદાય વગેરે થયા.)
ત્રણસો સાધુઓની છ કટકે વહેંચણી થતાં તળપદ લીંબડીમાં માત્ર સાત સાધુઓ અને કંકુબાઈ વગેરે થોડાંક આર્યાઓ રહ્યાં. જે સાત સાધુઓ લીંબડી સંપ્રદાયમાં બાકી રહ્યા તેમનાં નામ (૧) પૂજય શ્રી ઈચ્છાજી સ્વામી, (૨) પૂજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org