________________
આ છે અણગાર અમારા
૧ ૨૭ આઠ વરસ વ્યતીત થયાં પણ હજી પરિસ્થિતિમાં કાંઈ સુધારો થયો નથી. વૃદ્ધ સાધુજીઓના વિચારનું વાતાવરણ હજી એમનું એમ છે. કાળના વિલંબ ઉપર રાખેલી આશા તો વ્યર્થ ગઈ જણાય છે તો પણ હજુ પ્રયાસ કરવો જોઈએ; કોઈ રીતે એકતાથી કામ પાર પડે તો સંપની સાંકળને તોડવાની નથી. પણ તેને મજબૂત બનાવવાની છે માટે સાધુઓને તેડાવી સંમેલન ભરવાની કોશિશ કરો. ખેતશી શેઠને ઉપલાં વચનો ઘણાં જ ગંભીર અને હિતસૂચક લાગ્યાં. તે વચનોને વધાવી લઈ તે સંઘના આગેવાનોની સાથે એકમત થઈ બધા સાધુજીઓને લીંબડી તેડાવ્યા.
'ઐતિહાસિક સાધુ સંમેલનમાં સ્વામીજીની સુધારણા
સંવત ૧૮૪૫માં સાધુ સમુદાયનું સંમેલન થયું. પૂજય પંડિતરાજ શ્રી અજરામરજી સ્વામીએ સુધારણાની બત્રીસ કલમોનો એક ખરડો તૈયાર કર્યો હતો તે સાધુ સમુદાયની સમક્ષ મુકવામાં આવ્યો. હેતુઓ સમજાવવામાં આવ્યા. પુનઃ પર્યાલોચનાપૂર્વક ખાસ મુદ્દાઓ ચર્ચા નિરૂપણ કરવામાં આવ્યું પણ તેનું પરિણામ કંઈ આવ્યું નહિ. અંદર અંદરનો રોગ વૃદ્ધિગત થયો હતો, અંતર જુદાં પડ્યાં હતાં, ઈષ્યનું બળ વિશેષ જાણ્યું હતું, તે રોગ દૂર થયા વિના ધારેલું પરિણામ લાવવાનો સંભવ ઓછો જણાયો. સમજૂતી માટે ઘણી કોશિશ કરી. લાગતા વળગતા માણસો મારફત ચર્ચા ચાલી પણ નવીન રોશનીની છાયાવાળા વિચારો જૂની રોશની સાથે બંધબેસતાં થયા નહિ.
જયારે ધારેલી દિશામાં પ્રયત્ન પાર પડ્યો નહિ ત્યારે બીજી દિશામાં કાર્ય સાધવાનો વિચાર ઉદ્ભવ્યો; તે માર્ગ જોકે કંઈક ભયાવહ હતો તો પણ જો તે માર્ગ ન લેવાય તો બીજી રીતે સુધારણા અને ક્રિયોદ્ધાર બની શકતા ન હતા. તેથી પહેલે માર્ગે બને ત્યાં સુધી સંપનો માર્ગ અખત્યાર કરી તે જ માર્ગે ધારણા પાર પાડવી પણ કદાચ ઉપર ઉપરની દવાથી અંદરનો રોગ ન મટે તો કાપકુપના ઉપાયો લઈને પણ અંતરનું દરદ દૂર કરવું. તે વિના કંઈપણ પરિણામ આવી શકશે નહિ; માટે આખરે બીજો માર્ગ અખત્યાર કર્યા વિના આની આ સ્થિતિ જારી રાખવી એ શ્રેયસ્કર નથી; આ પ્રમાણે ધારી છેવટે અંતિમ ઉપાયો લઈને પણ સુધારણા કરવાના મૂળ નિશ્ચય ઉપર આવ્યા. ખેતશી શેઠને બત્રીસ કલમોનો ખરડો આપી પોતાનો છેવટનો અભિપ્રાય જણાવ્યો અને તાકીદે કાર્ય પાર પાડવાની સલાહ આપી.
Not quantity but quality ૩૨ કલમો વાંચતા શેઠનો પણ એવો મક્કમ અભિપ્રાય બંધાઈ ગયો કે, આ કલમો વર્તમાન સમય જતાં બહુ અગત્યની છે. તે પ્રમાણે થશે તો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org