SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૧ ૨૫ હતી. અને તેના કારણે આચાર વિચારમાં પણ શિથિલતા થઈ ગઈ હતી. કુદરતી નિયમ એવો છે કે “ચડતી ત્યાં પડતી” અને “પડતી ત્યાં ચડતી” આ ચક્ર હંમેશા ફર્યા જ કરે છે. જયારે જયારે અવનતિ પોતાની પરિસીમાએ પહોંચે છે, ત્યારે તેને હડસેલી દૂર ફેંકનાર નરવીર ગમે ત્યાંથી પ્રગટ થાય છે. આ પ્રમાણે મહાત્મા શ્રી અજરામરજી સ્વામી વિહાર દરમ્યાન મોટા મોટા સાધુઓને મળ્યા અને તેઓના અભિપ્રાય લીધા; પોતાનો અભિપ્રાય પણ જણાવ્યો પરંતુ કેટલીક બાબતમાં આજના જૂના વિચાર અને નવા વિચારવાલાઓની જેમ અંતર પડવા લાગ્યું. એક વિદ્વાને સરસ કહ્યું છે કે – “Blessed is the generation in which the old listen to the young and doubly blessed is the generation in which the young to the old." અર્થાત તે પેઢીને ધન્ય છે કે જેમાં વૃદ્ધો યુવાનોને ધ્યાનપૂર્વક સાંભળે છે અને તે પેઢીને બેવડા ધન્યવાદ છે કે જેમાં યુવાનો વૃદ્ધોને ધ્યાનપૂર્ક સાંભળે છે. આવો સુવર્ણ સમય ક્યારે આવશે ? જૂની રોશનીવાળાઓમાં પરસ્પર આંતરો વિશેષ પડવા લાગ્યો. તે અંતર દૂર કરવા માટે પ્રયત્ન ચાલુ રાખ્યો. ચારે તરફ સમજૂતી કરાવવા લાગ્યા પણ સંધાન થયું નહિ. કરેલો પ્રયત્ન લગભગ નિષ્ફળ ગયો તો પણ પ્રયાસ ચાલુ રાખ્યો; એક વાર નહિ તો બીજી વાર નહિ તો ત્રીજી વાર, પણ ઉદ્યમ ચાલુ રાખવાથી કાર્ય સિદ્ધ થશે. ખરું જ કહ્યું છે કે – उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी: । दैवं प्रधानमिति कापुस्षा वदन्ति ॥ दैवं निहत्य कुरुपौरुषमात्मशक्त्या । यत्ने कृते यदि न सिध्यति कोत्र दोषः ॥ ભાવાર્થે: પુરુષોમાં સિંહ એવા ઉદ્યોગી માણસને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ભાગ્યમાં હશે તો મળશે અર્થાત ભાગ્ય પ્રદાન છે એ પ્રમાણે કાયરો બોલે છે. ભાગ્યને એક બાજુ રાખી તારી આત્મશક્તિ પ્રમાણે પુરુષાર્થ કર. પ્રયત્ન કરવા છતાં પણ કાર્ય સિદ્ધ ન થાય તો હજી શી ખમી છે તેનો વિચાર કરવો. ખામી શોધી દૂર કરી પુન: પ્રયત્ન કરવાથી અવશ્ય કાર્ય સિદ્ધ થઈ શકે. પૂજયશ્રી ધીરજ અને હિંમત રાખી કંટાળ્યા વગર આગળ વધ્યા. તેઓશ્રી સમજતા હતા કે “Sweet are the fruits of Patience.” અર્થાત્ ધીરજનાં ફળ મીઠાં હોય છે. વિહાર કરતાં કરતાં જ્યારે પૂજ્યશ્રી અજરામરજી સ્વામી વઢવાણ પધાર્યા ત્યારે ત્યાં તેમને પૂજ્યશ્રી ઈચ્છાજી સ્વામી મળ્યા. પૂજયશ્રી ઈચ્છાજી સ્વામી તે વખતે લીંબડી સંપ્રદાયના ગાદીપતિ હતા, જયારે આચાર્યપદે પૂજ્યશ્રી કાનજી સ્વામી હતા. (પાછળથી આ કાનજી સ્વામીએ બરવાળા સંપ્રદાયની સ્થાપના કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy