SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૧૧૫ દિનકરી આદિ પ્રકરણ ગ્રન્થો અને જગદીશ ગદાધરના ગહન, ગ્રન્થોની સાથે ન્યાયાવતાર, રત્નાકરાવતારિકા અને સ્યાદ્વાદ રત્નાકર (જેન ન્યાય)નો સંપૂર્ણ અભ્યાસ કર્યો એટલું જ નહિ પણ તેની સાથે સાંખ્ય, યોગ, વેદાંત અને બૌદ્ધના દાર્શનિક ગ્રન્થોનો પણ અનુભવ મેળવ્યો; તેમાંના કેટલાંક પુસ્તકો તો ભણતા ગયા ને લખતા ગયા જેથી પ્રતો તેમના હાથની લખેલી હાલમાં લીંબડીના પુસ્તક ભંડારમાં મોજુદ છે; તેમાંના કેટલાક ગ્રન્થો ઉપર તો ભણતી વખતે ટિપ્પણી પણ ભરેલી છે. પૂજયશ્રીના અક્ષર સામાન્ય પણ બહુ શુદ્ધ છે. લખાણ બહુ ઝડપથી કરતા હતા તેમ જ લખવાનો બહુ શોખ હતો. આજે લીંબડીના ભંડારમાં દરેક વિષયનાં પુસ્તકો તેમનાં લખેલાં જથ્થાબંધ મળી શકે છે. અભ્યાસના વખતનાં લીધેલા પાઠનું પૂરતી રીતે ચર્વણ કરી લખવાને માટે પણ સમય બચાવતા એ તેમની યાદશક્તિનો અદ્ભુત નમૂનો હતો. का कल्पलता लोके ? सच्छिष्यार्पिता विद्या । પ્રશ્ન : લોકમાં કલ્પવેલ કઈ છે? જવાબ : સુશિષ્યને - સુપાત્ર વિદ્યાર્થીને આપેલ વિદ્યા એ જ કલ્પવેલ છે. સંસ્કૃત અભ્યાસની પૂર્ણાહૂતિમાં, શ્રી પૂજયજીએ પોતાની પાસે ચંદ્રપન્નતિ અને સૂર્યપતિની કેટલી અર્થસૂચક આમ્નાયો હતી કે જેથી ભવિષ્ય અને વર્તમાનનું ચમત્કારિક જ્ઞાન થઈ શકે તેવી ગુપ્ત આમ્નાયોનાં પાનાં બતાવી પૂર્ણ પ્રીતિને કારણે યોગ્યતા જાણી તેની કૂચી પૂજયશ્રીને આપી અને પાનાના ઉતારા માટે રજા આપી કૃપાપ્રસાદનું શિખર ચડાવ્યું. ભાષાજ્ઞાન માટે સંપૂર્ણ પરિશ્રમ લઈ આજના ખંડિત પંડિતોની જેમ “વાડે qusa ufu SRIAI" "Jacks of all but mster of none." 4 Huadi લીધેલી લાઈનનો અંત લીધા સિવાય મૂકવું નહિ એ કાર્યસાધક રીતિને માન આપી ભાષાજ્ઞાનમાં આરપાર ઊતરી હવે સુત્રજ્ઞાનની લાઈન લેવા તેમનો અને ગુરુમહારાજનો વિચાર થયો. શ્રી પૂજ્યજીનો અંતઃકરણપૂર્વક અપરિમિત આભાર માની પૂર્ણ સ્નેહથી અમૃત ઝરતી આંખે તેમની વિદાય લઈ સુરતથી વિહાર કરી ઠાણા-૩ સંવત ૧૮૩૨માં લીંબડી પધાર્યા. ઘણાં વર્ષના વિરહથી ઉત્પન્ન થયેલ દર્શનની પિપાસાવાલા લીંબડીના શ્રાવકો તેમના આગમનથી ઘણા જ આનંદિત થયા. વધારે આનંદનું કારણ એ હતું કે અજરામરજી સ્વામીની વિદ્વતાને માટે સૌના મનમાં ઊંચો અભિપ્રાય બંધાયો હતો અને ઘણીવાર અનુભવી લોકો પાસેથી તેમની પ્રશંસા સાંભળી હતી; તેમના ઉચ્ચ સદ્વર્તન અને ઉચ્ચ અભિલાષા માટે સૌને માનની લાગણી ઉત્પન્ન થઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy