SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ શ્રી ધર્મદાસજી સ્વામી 'એકલ પાતરિયા શ્રાવક ક્યારે થયા ? વિ.સં. ૧પ૬૨ માં ત્રણ થઈ માનનારાં કડવા મતી નીકળ્યા પણ તેમની ચોથી પાટે પાછા કડવા મતી સાધુઓ ઢીલા પડ્યા તેથી તેમનાં જે આત્માર્થી સાધુઓ હતા તેઓએ વિચાર કર્યો કે સાધુનાં વ્રતો લઈ ભાંગવાં કરતાં શ્રાવકપણું પાળવું વધુ ઈષ્ટ છે કારણ કે સાધુનો વેશ લઈ ન પાળવાથી ભાષાદોષ લાગે તેથી શ્રાવકવ્રત સ્વીકારી વીતરાગ પ્રણીત શુદ્ધ ધર્મનો ઉપદેશ દેવો શ્રેયસ્કર છે, આમ વિચારી તેઓ જુદા થઈ બાર વ્રતધારી શ્રાવકપણે વિચરી ધર્મોપદેશ દેવા લાગ્યા. તેમનો વેશ સાધુ જેવો જ, યહરણ ઉપરનું કપડું કાઢી ખુલ્લી દાંડી રાખતા. એક પાત્ર ગ્રહણ કરી ભિક્ષા લેતા તેથી તેઓ “એકલ પાતરિયા” શ્રાવક તરીકે ઓળખાવા લાગ્યા. તેમના ગચ્છમાં ૮૦૦ શ્રાવકો હતા એમ કહેવાય છે. શ્રી કલ્યાણજી શ્રાવકના સુંદર આચારે શ્રી ધર્મદાસજીનું મન તેમના તરફ આકર્ષાયું પણ હજુ ઊંડે ઊંડે સાધુઆચાર પાળવાની ભાવના બલવત્તર હતી. કલ્યાણજી પાસે વધુને વધુ સૂત્રજ્ઞાન મેળવતા ગયા. એક વાર ભગવતી સૂત્રમાં વાંચ્યું કે, “શ્રી મહાવીર સ્વામીનું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે અને પાંચમા આરાના છેડા સુધી એકાવતારી જીવો રહેશે.” આ જાણી તેમનો સાધુપણાનો આચાર પાળી બતાવવાનો નિશ્ચય વધુ પ્રોત્સાહિત બન્યો. કાયરતા દૂર થઈ ગઈ. શ્રાવક પરથી શ્રદ્ધા ચાલી ગઈ. વીતરાગ પ્રણીત સાચી દીક્ષા ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો. શ્રી ધર્મદાસજી સાચ સંયમની શોધમાં નીકળી પડ્યા. ત્યાં પ્રથમ લવજી ઋષિનો ભેટો થયો, તેમની સાથે ૧૭ બોલનો વાંધો પડ્યો. ત્યાર બાદ ધર્મસિંહજી મહારાજનો સમાગમ થયો, એમની સાથે ૨૬ બોલનો વાંધો પડ્યો. છતાં તેમને એક જબરજસ્ત પ્રેરણા એ બે મહાપુરુષોનાં જીવનમાંથી મળી કે બન્ને મહાત્માઓ ભગવાન મહાવીરનો સાચો વેશ દીપાવી રહ્યા છે, તો મારાથી તે કેમ ન બને? આ પ્રત્યક્ષ ઉચ્ચ આચારથી ધર્મદાસજીનો ઉત્સાહ અજબ પ્રેરણાત્મક નીવડ્યો અને તરત જ તેઓ ત્યાંથી સરખેજ આવ્યા. અંતમાં માતા-પિતાની આજ્ઞા મેળવી. એ વર્ષે સરખેજમાં યતિનાયક શ્રી તેજસિંહજી ચાતુર્માસ હતા. ધર્મદાસજીએ શુદ્ધ ચારિત્ર ગ્રહણ કરવાનું આહ્વાન આપ્યું. તે સાથે પોતે પણ નીકળવાનું વચન આપ્યું પણ પ્રત્યુત્તરમાં યતિવર્યે કહ્યું કે, “હાલમાં હું અશક્ત થયો છું. પરંતુ તમે તેમ કરી શકશો. જાઓ, ખુશીથી કર્મરાજા સામે સંગ્રામ માંડો. અંધકારને નષ્ટ કરી સાચો પ્રકાશ પાથરો.” For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy