SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પ ઉપર એક વિચાર ઃ ૪૧ તે સુંદરતાથી શોભતું દશ્ય જોઈને પુષ્પની ખુશીને પાર નથી, આનંદની અવધિ નથી. તે પિતાની બીડેલી પાંદડીઓ નેહથી ઉઘાડે છે, જેમ જેમ એ ભાગ્યવંત વધુ નજીક આવતા જાય છે, તેમ તેમ તેને હેતથી અને પ્રીતથી આવકારવા, કહે કે તેને પિતાનામાં સમાવી લેવા, પુષ્પ પિતાની પાંદડીએ વધુ ઘેરમાં વિકસાવે છે. વિર્યના અને શૌર્યના અતિ પ્રબળ વેગથી આશ્ચર્યકારક એક ઝપાટે એ ભાગ્યવંત પુષ્પની વિકસેલી ને ઉઘડેલી પાંદડીઓમાં પ્રવેશે છે. પાંદડીઓ સુધારસથી ભરપૂર છે અમૃતપ્રભાથી ખૂબ સુશોભિત છે. પ્રબળ વય અને શૌર્યથી શોભતા એવા ભાગ્યવંતની દષ્ટિ પુષ્પની વિકસેલી ને ઉઘડેલી પાંદડીઓમાં સ્થિર થાય છે. પાંદડીઓ સુધારસથી ભરપૂર છે. અમૃત પ્રભાથી ખૂબ સુશોભિત છે. તેની સ્થિર દષ્ટિના પરિણામે પુપની દિવ્યતા વધુ ને વધુ તેની નજરે ચડે છે અને તેથી તે પ્રત્યેનું તેનું આકર્ષણ વધુ ને વધુ ઘેરું બને છે. તે ભાગ્યવંતનું ધ્યાન પુષ્પના મનહરરૂપ ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy