________________
પુષ્પ ઉપર એક વિચાર ઃ ૩૮ હા, આ પુષ્પ છે, એકલું ને અટૂલું. એ નિરંતર પ્રેમીજનની આતુરતાથી રાહ જુએ છે, પિતાની દિવ્ય રીતથી આકર્ષવા યત્ન કરે છે, પ્રેમી સાથે ભળી જઈ એકરૂપ થવા આકાંક્ષા સેવે છે, છતાં કેઈ ન મળે ત્યાં સુધી ધીર ને ગંભીર રહે છે. એ પુષ્પ જગતની આંખે દશ્યરૂપ થતું નથી, મેલી દષ્ટિ હોય ત્યાં સુધી તે જોઈ શકાતું નથી. બાહ્ય સંપત્તિ ને સમૃદ્ધિના રાગી છ અંધ છે. ધન, સત્તા ને કીર્તિની લાલસાવાળા મેલા છે. તેઓ રાગની આગમાં બળી જળી રહ્યા છે, તેથી આત્માના શીતળ બાગમાં તેઓ પ્રવેશતા નથી. રાગના ત્યાગમાં અનુપમ સુખ ને નીરવ શાંતિ છે, એવી તેમને કહપના સરખી પણ નથી. તેઓ રાગ અને દ્વેશની ભઠ્ઠીમાં ખૂબ શેકાય છે, દેશથી કલેશ અને દુખ સદા વેવા કરે છે. તેમ છતાં સૃષ્ટિ સાવ રૂડા જેવો વિહેણું નથી, તેમાં સુદષ્ટિને પામવાના ઈચ્છક જીવ પણ છે, તે રૂડા જી કુડા ભાવેને ત્યાગ કરે છે. આત્મલક્ષી રૂડા ભાવોને પરમાશ્રય લે છે. તેઓ વિવેકી આંખના વધતા જતા પ્રકાશથી પુછપની પવિત્રતા અને નિર્મળતાને પારખી લે છે. તેની સમીપ આવવા અને ભેટવા તત્પર બને છે. પાસે આવનારમાંથી કેટલાક પાછા વળી જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org