________________
નિબંધ ૩ જે
પુષ્પ ઉપર એક વિચાર એક અનુપમ પુષ્પ છે. એકલું ને અટૂલું. છે તે અતિ સુંદર અને પવિત્રતાથી શોભતું. લીલાછમ છોડની પાંચ લીલી ડાળીઓતેના મધ્યની ડાળી ઉપર તે ઊંચે ઊભુ છે. જાણે કેમ તે અનંતતાના પ્રતીકરૂપ હોય ને તેના પ્રેમી આશકને અનંતતામાં લઈ જવા બહુ ઉસુક હોય!
એક અતિ મનોહર પુષ્પ છે, એકલું ને અટૂલું. તે હસે છે, રમે છે, ખીલે છે, ડેલે છે. મધુર વાયુની મંદ લહરીથી તે નૃત્ય કરે છે. તેની નૃત્યકળા ખૂબ રમ્ય અને ઘણી આકર્ષક છે. જેનાર હોય તો તેના ઉપર મુગ્ધ થયા વિના રહે નહિ. પરંતુ તેને પ્રેમપૂર્વક જેનાર ક્યાં છે? એવું રળિયામણું પુષ્પ છે એ ઘણુ ખરા જાણતાય નથી. ત્યારે કેટલાક જાણે છે પરંતુ પ્રમાદ સેવે છે. તે પુષ્પની મનોરમ અને પવિત્ર બારીક પાંદડીઓ ક્યારેક હર્ષપૂર્વક ઓછી વધની ઊઘડે છે, ક્યારેક બંધ થાય છે. એ ઊઘાડ-બંધની ક્રિયા અવાર નવાર થયા કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org