SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા = ૨૩૭ ગ્યતાનુસાર યોગ્ય સમયે પરમ કૃપાવંત શ્રીગુરુ પિતાના પ્રેમી સુશિષ્યને (૧) પિતાની કમળ દષ્ટિથી અથવા (૨) પવિત્ર સ્પર્શથી બળ આપે છે. શ્રીગુરુ આજ્ઞાંકિત પ્રેમાળ શિષ્યને ત્રણ પ્રકારે પ્રગટતાએ સહાય કરે છે. (૧) વચનબળથી (૨) દષ્ટિબળથી અને (૩) પશબળથી અને અપ્રગટતાએ તેમના થકી અપાતી સહાય ઘણું કરીને ગુપ્ત રહી છે. શ્રીગુરુનાં દષ્ટિ બળ અને સ્પશબળથી તત્કાળ ચમત્કારિક ને આશ્ચર્યમાં મૂકી દે એવાં પરિણામ આવે છે. દષ્ટિથી કે સ્પર્શથી બળપ્રદાન કરવાથી શ્રી ગુરુ શિષ્યની દશામાં તે જ વેળાએ સુખરૂપ વિકાસ કરાવે છે તેમ આતમસ્થિરતા અથવા માનાવસ્થાને અનુભવ કરાવે છે, જેનાં પરિણામે આત્મશાંતિનું સ્પષ્ટ વેદના થાય છે. આ બંને પ્રકારના બળનાં ફળ સંબંધી જેટલું કહેવાય તેટલું ઓછું છે. પ્રભુના પ્રેમી ભક્તને પ્રેમનું અને શ્રદ્ધાનું શુદ્ધ સ્વરૂપ જેમ છે તેમ બરાબર સમજાયું છે અને તેની વિશેષ નિર્મળતા થવા અર્થે તે સ્વરૂપને વિચારી વિચા. રીને અંતરમાં દઢ કરે છે તથા આચારમાં ઉતારે છે. શ્રી ગુરુનાં બોધવચને અને પ્રેમસ્વરૂપને દર્શાવનારાં અપૂર્વ વચને તે કાર્યમાં સહાયભૂત થાય છે. નારદ ભક્તિસૂત્રમાં પ્રેમભક્તિ સંબધે બતાવેલ ભાવે તેમ શ્રીમદ્ ભાગવતમાં પ્રેમલક્ષણા ભક્તિની સમજૂતિ આપતા ભાવે પિતાની સમજણ સાથે એકરૂપ હોઈ તેને અતિ આનંદ થાય છે તેથી તે સર્વ વચનના સારની નેધ કરવા પ્રેરાય છે ને કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy