________________
ઋણ નું બંધ : ૧૩૮ ત્યાગ કરે છે અને શકના આઘાતથી મરણશરણ થાય છે. અશુભ ઉદય વખતે તે ગતિના પ્રાણીઓ દ્વારા પ્રાણુ ઘાતક હુમલા અથવા દુઃખ-પીડા આપનાર બનાવે અને છે; અથવા મનુષ્ય દ્વારા તે પ્રાણીઓને અસદુધર્મના આશ્રયે ભેગ દેવામાં આવે છે. તિર્યંચ અને દેવ વચ્ચે રાણાનુબંધના ઉદય :
આ પ્રકારના ઉદય કયારેક જ આવે છે, તેની સંખ્યા અલ્પ છે. સામાન્યપણે પશુઓ અને દેવદેવી વચ્ચેના ઋણાનુબંધના ઉદયના પ્રસંગ અનુભવગમ્ય થતા ન હોવાથી જીવના જાણવામાં ન હોય તે સ્વાભાવિક છે. તે છતાં શુભાશુભ ઉદય સંભવિત છે અને આવે છે.
શુભ ઉદયઃ
કેઈ બે જીવ ધર્મમાં રુચિવંત થઈ બાહા ધર્મો. રાધન સાથે મળી કરતા હોય અને બેમાંથી જે એક પ્રથમ દેહ ત્યાગીને જો દેવ થાય તે તેણે બીજાને ધર્મ નિમિત્તે સહાય કરવી એવા પરસ્પર કોલ કરી બંધાયા હોય, પણ થોડો સમય વીત્યા બાદ કોઈ એક માયાકપટથી ધર્મારાધન વધારે કરી ગુપ્તતા જાળવે અને અસરળ ભાવે બીજાથી છાનું રાખે તથા પછી તેના આયુની પૂર્ણતા થતાં માયાકપટના ફળ અનુસાર તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org