________________
સજનસિહ નામે પુત્ર થશે, તે સજનસિંહ શેઠની કૌતુભદેવી નામની સ્ત્રીથી શાણરાજ રોઠા થયા, કે જેણે શ્રી શત્રુંજય તથા શ્રી ગિરનાર તીર્થની સંધ સહિત ૨૪ દેવાલયની સાથે ઉત્સવ સહિત વિધિપૂર્વક યાત્રા કરી હતી. તે શાભુરાજ શેઠના આગ્રહથીજ આ ગ્રંથના કર્તા શ્રીમાન જ્ઞાનસાગરસૂરિએ આ ગ્રંથ સંવત ૧૫૧૭ ના શ્રાવણ માસની કૃષ્ણ પંચમીને દિવસે બા થંભતીર્થમાં ભવ્ય જીવોના ઉપકાર માટે લખે છે. શ્રીમાન જ્ઞાનસાગરસૂરિ શ્રી રત્નસિંહરિ મહારાજના શિષ્ય છે એમ ગ્રંથની છેવટે ગ્રંથકાર મહારાજે સંક્ષિપ્તમાં જણાવેલ છે. આ ગ્રંથ રચવાને ઉપરોકત હેતુ સાથે ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકર્તાએ પણ જણાવેલ છે કે, શાણરાજ શેઠે શ્રી રસિંહસૂરિશ્વર મહારાજના ઉપદેશથી રેવતાચળ ( ગિરનારજી ) તીર્થ ઉપર એક જિનાલય કરાવ્યું હતું, જેના દ્વાર ઉપર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ અને ચિંતામણું ગધર બને કાઉસગ્નને ધારણ કરી બિરાજમાન છે, અને જ્યાં પવિત્ર કાંતિવાળુ સમવસરણ સ્વરણયમાન થઈ શે ભાવેલું છે. જે જિનાલયમાં બીજી સુવર્ણની પ્રતિમાઓ પણ હોવાથી કાંચનબલાનક એવું ગેરવશાળી નામ આપેલું છે. આવા ભવ્ય તે જિનાલયમાં મૂળનાયક શ્રી વિમલનાથ પ્રભુ (કે જે આ ગ્રંથમાં જેમનું ચરિત્ર આવેલ છે. તે ) જય પામે છે. એટલે કે શાણરાજ શેઠ શ્રી ગિરનાર તીર્થ ઉપર શ્રી વિમલનાથ પ્રભુનું મંદિર કરાવી દેવભક્તિ કરેલી હોવાથી તેજ તીર્થકર ભગવાનનું ચરિત્ર રચવા શ્રી જ્ઞાનસાગરસૂરિજીને વિનંતી કરી હોય ને આ ગ્રંથની રચના તેવા હેતુથી થઈ હોય તે હકીકત ૫ણ સપ્રમાણ છે. આ હકીકત આ ગ્રંથ સંબંધે જણાવી હવે આ ગ્રંથમાં શું શું હકિકતો છે તે સંક્ષિપ્તમાં જણાવીએ છીએ.
(ગ્રંથસંક્ષેપ)
પ્રથમ સર્ગ.
(દાનધમધકાર પા. ૧ થી ૭૨. ) પ્રથમ શ્રી રૂષભદેવ ભગવાન, શ્રી શાંતિનાથ મહારાજ, શ્રી નેમિશ્વર જનદેવ, શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી મહાવીર સ્વામી અને ચરિત્રનાયક શ્રી વિમળનાથ પ્રભુને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરી, શ્રી પુંડરિક અને ગોતમ ગણધરને વંદન કરી, સરસ્વતિ દેવી અને ગુરૂ સ્તુતિ કરતાં ચરિત્રારંભ કરે છે. પા. ૧ થી ૩.
ગ્રંથની શરૂઆત હવે અહિંથી થાય છે. પ્રથમ ગ્રંથ સંબંધી વિવેચન કરી ધર્મને મહાન પ્રભાવ જણાવે છે. જેમાં પણ પરોપકાર ધમ છે તે સર્વથી શ્રોણ છે, તે પપદેશરૂપ પરોપકાર ધર્મ જેની તુલના કેઈ પણ રીતે થઈ શકતી નથી, તેથી જ હિતોપદેશને અર્થે તે પોપકારધર્મ વિષે કાંઈ કહેવાને હેતુ ગ્રંથકાર મહારાજ અહિં બતાવે છે. પ. ૪ થી પ.
આગળ ગ્રંથકર્તા મહાત્માને પરિચય બતાવેલ છે તેમાં જણાવ્યા મુજબ શાણરાજ ચરિવ્રારંભ.
નામના ગૃહસ્થ શ્રી રતનસિંહસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી ગિરનાર
પર્વત ઉપર એક સુંદર જિનાલય કરાવ્યું હતું, જેમાં મૂળ નાયક તરિકે બિરાજમાન થયેલા તેરમા જીનેશ્વર શ્રી વિમલનાથ પ્રભુ હતા જેથી તે ઉત્તમ શ્રાવક વર્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org