SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ-પ્રતિ , ૩૨૭ વિમળનાથ પ્રભુનું નિર્વાણ થયું. સ્વયંભૂ વાસુદેવ પોતાનું સાઠ લાખ વર્ષનું આયુષ્ય જોગવી પાપકર્મના વેગથી છઠ્ઠી નરકે ગયે. તે વાસુદેવને કૌમારપણામાં બાર હજાર વર્ષ દેશાધિપતિના પદમાં બાર હજાર વર્ષ, નેવું હજાર વર્ષ દિગવિજયમાં અને અર્થને સાધનારા વાસુદેવ પદમાં ઓગણસાઠ લાખ પંચોતેર હજાર અને નવસો દશ વર્ષ થયાં હતાં. પછી ભદ્રબળદેવે મુનિચંદ્ર મુનિની પાસે જઈને દીક્ષા લીધી. પિતાનું પાંસઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અને કર્મોને ક્ષય કરી તે પરમ પદને પ્રાપ્ત થશે. ગ્રંથ કર્તાની પ્રશસ્તિ. ગુણેના સમૂહથી પવિત્ર એવા વિષષ્ટિશલાકા પુરૂનાં ચરિત્રમાંથી ચાર શલાકાપુરૂષનાં ચરિત્રે મેં અહિં મારી બુદ્ધિ પ્રમાણે કહ્યાં છે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મના આ ભેદે નિમલ એવા શ્રીસંઘને વિદ્યા, સુખ અને કલ્યાણની સંપત્તિઓ આપે. આ ગ્રંથમાં કાંઈ આગમ વિરૂદ્ધ કવિધર્મથી વિરૂદ્ધ કે છંદ તથા વ્યાકરણદિકથી વિરૂદ્ધ લખાયું હોય, તે તે ઉત્તમ વિદ્વાનોએ શોધી લેવું. આ લેકમાં વિબુધજનોની શ્રેણિમાં શોભતા, વાણી તથા ઉત્તમ ધમથી અધિક ઉતવાલા અને અર્થોના સમૂહને આપનારા શ્રી રત્નસિંહ સૂરદ્ર જય પામે છે. મહાવ્રતને ધારણું કરનારા, સર્વ મંગળવડે સુંદર અને મુનિગણથી યુકત એવા શ્રી ઉદયવલ્લભસૂરિ આનંદ પામે. જેમ મનુને નિત્યે ચંદ્રસૂર્યના પ્રસાદથી પદાર્થો નિત્યે પ્રગટ થાય છે, તેમ તે બંને સૂરિવરના પ્રાસાદથી મને સર્વ પદાર્થો પ્રગટ થયા. મારા જેવા બાલને પદન્યાસ કરવાનું સામર્થ્ય કયાંથી હોય? પરંતુ શુદ્ધ હૃદયને લઈને જે કાંઈ થયું છે, તે ગુરૂઓનીજ પ્રવીણતા છે. સરસ્વતીની જેમ સુવર્ણ લક્ષને પ્રગટ કરનારી, પ્રવીણ અને વિધિ સંયુકત એવી અતિ મહાન શ્રી ધર્મલકમી જય પામે. જ્યાં સ્તંભ પાણતીર્થની જેમ સદાલયનું કારણ, ઉચ્ચગતિવાળો અને સુકાઠાદભૂ થયે, તેથી એ સ્તંભતીર્થ કહેવાયું છે. તેવા તીર્થપણાને લઈને રત્નાકર પણ જેની સેવા કરવા માટે બે વખત ભરતીના વેલાના મિષથી પૃથ્વી ઉપર આલેટને મહેંદ્રી સાથે આવ્યા કરે છે, તેવા સ્તંભતીર્થ–ખંભાતમાં કલ્પવૃક્ષના જેવા શ્રીમાળી કુલની અંદર વ્યવહાર-વેપારમાં પ્રકાશમાન થયેલા હરિપતિ નામે સંઘપતિ રહેતા હતા. જેઓએ સંવત્ ૧૪૫૨ ના નિર્દોષ ૧ પદન્યાસ-બાલ પક્ષે પગલાં ભરવાં તે અને ગ્રંથકર્તા પક્ષે વાક્યને ન્યાસ કરે તે. ૨ સરસ્વતી પક્ષે સુવર્ણ લક્ષ લાખે સારા વર્ણો -અક્ષરો. અને લક્ષ્મીપક્ષે લાખસુવર્ણ. સરસ્વતી પક્ષે પ્રવીણ-પ્રકૃષ્ટ વીણાની વિધિ. લીમી પક્ષે પ્રવીણતાનો વિધિ-પ્રકાર. ૩ સ્તંભ પક્ષે સદાલય એટલે સારા સ્થાનનું કારણ તોયે પક્ષે સારી ગતિનું કારણ કે સ્તંભ-સુકાઠે ભૂ-સારા કા - માં ધી બને. તીર્થ પક્ષે સુ-નારી કાટ -દિશામાં થયેલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy