________________
સમ્યકત્વ ઉપર કુલધ્વજની કથા
૩૨૩ પુછયું કે, “ તમે કેણ છો ? કઈ રીતે અને કયાંથી આવ્યા છે ? તે કહો.” રાજકુમારે પછી પિતાનો સર્વા વૃત્તાંત કહી સંભળાવ્યું. તેનું સર્વ વૃત્તાંત સાંભળી રાજકુમારીએ પિતાના હૃદયમાં વિચાર્યું કે, “આ કુમારે મારી દુર્ઘટ પ્રતિજ્ઞા પૂરી કરી, હવે હું આ આકાશગામી રાજ પુત્રને વરૂં.” આવુ ચિંતવી તેણીએ પિતના હૃદયનો ભાવ જણાવ્યું, એટલે રાજકુમાર તેણીને પર. તે કુમાર રાત્રે રાજકુમારીના ભવનમાં અને દિવસે નગરનાં રહેવા લાગ્યો. ભુવનમંજરીના અને વિકાસ જોઈ તેની સખીઓએ તેની માતાને સર્વ જણાવી દીધું અને તે માતાએ રાજાની આગળ જણાવ્યું. રાજા છૂપો ક્રોધ કરીને રહ્યા, તેવામાં કઈ એક વેશ્યા પરિવાર સાથે ત્યાં આવી. પિતાને વખતને લાગે મળવાથી તણીએ નૃત્ય શરૂ કર્યું અને પૂર્વે નહીં જોયેલી એવી કઈ નવીન અદ્દભુત કળા બતાવી, તોપણ રાજાએ તે વેશ્યાને રોચ્ચ કાંઈ આપ્યું નહિ. તે ઉપરથી વેશ્યાએ રાજાનું મન ચિ તાતુર છે એમ જાણી લીધું, પછી તેણીએ એકાંતે રાજાને આગ્રહથી પુછયું એટલે રાજાએ પિતાની સર્વ બીના કહી આપી. પછી વેશ્યાએ રાજાની આગળ કહ્યું કે, “તે છુપા માણસને હું પ્રગટ કરીશ.” ચતુર વેશ્યાએ રાત્રે જઈ છુપી રીતે રાજકન્યાના ભુવનના આંગણાને તેલ મિશ્રિત સિદરથી લીંપી ને પિતાને ઘેર ચાલી ગઈ. પછી પ્રભાતે રાજપુરૂને સાથે લઇ તે ચીટામાં ગઈ. ત્યાં જુગાર રમવાને ઠેકાણે સિંદૂરથી લીંપાએલા ચરણવાળે તે કુમાર તેણીના જોવામાં આવે. તરતજ વેશ્યાની આજ્ઞાથી રાજપુરૂષે તેને પકડી લીધે અને તેને રાજાની હજુરમાં લાવવામાં આ. રાજાએ તેને શુળીએ ચડાવી દેવાની આજ્ઞા આપી. રાજપુરૂષે તેને શૂળીએ ચડાવા લઈ જતાં પેલા માળીના ઘરની પાસે આવ્યા, ત્યારે તેણે રાજપુરૂને કહ્યું કે, “હવે મારો કાળ આવ્યો છે, માટે મારી કુલદેવી અહિં છે, જે તમારી ઇચ્છા હોય, તો હું તે દેવીને નમસ્કાર કરી લઉં.” તે રાજપુરૂ દેવીના ભકત હોવાથી તેમણે તે વીર શિરોમણિ પુરૂષનું વચન માન્ય કર્યું, કુમારે માળીના ઘરમાં જઈ પોતાને પિલે યાંત્રિક અશ્વ તૈયાર કર્યો પછી તેઓના દેખતાં કુમાર તે અશ્વ ઉપર બેશી આકાશમાં ઉડી ગયે, રાજપુરૂષો રોઝની જેમ ઉંચા મુખ કરી શુન્ય હૃદયે ઉભા ઉભા જોઈ રહ્યા, કુમાર ત્યાંથી ગેખ ઉપર રહેલી પિતાની પ્રિયા ભુવનમંજરીને લઈ સિંધુમાં આવેલા એક બેટમાં આવી પહોંચશે. ત્યાં અશ્વ ઉપરથી ઉતરી સુખ નિદ્રાએ સુઈ રહ્યા. તેવામાં કઈ મિથ્યાત્વી દેવ ત્યાં આવી ચડો. કુમારનાં દર્શન, આચાર અને રૂચિનો નાશ કરવા માટે તેણે તેની પત્ની અને અશ્વને ક્ષણવારમાં અદશ્ય કર્યા અને કુમારના શરીરમાં અસાધ્ય રોગ ઉત્પન્ન કર્યો. તે રેગની વેદનાને લઈને તેની નિદ્રા ચાલી ગઈ. તેણે પિતાની પત્નીને બોલાવી, પણ તે તેના જોવામાં આવી નહિં. પછી પેલા અશ્વને જતાં, તે પણ અવશ્ય થયેલ માલમ પડયે. કમથી નિર્જિત એ કુમાર ચિંતાતુર બની ગયા. તેવામાં તે દેવતાએ કઈ એક નિમિત્તિઓ બનાવી ત્યાં મોકલ્યો. તેણે પાસે આવી કુમારને આ પ્રમાણે કહ્યું, “તારા મનમાં ગતવસ્તુની ચિંતા છે, પણ જે તું મારા વચન પ્રમાણે કરે, તે તે સર્વ વસ્તુ તારે હાથ આવે, નહિં તો આ તારો દેહ પણ ચાલ્ય જશે, તે પછી બીજાની શી વાત?” તે સાંભળી કુમાર બોલ્યા, “તારૂં શું વચન છે? તે બે , “તેં જે વીતરાગ દેવ અંગીકાર કરેલ છે, તે દેવ રાપુરૂષોની રક્ષા અને દુષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org