________________
૩૧૪
શ્રી વિમળનાથ ચરિત્ર, ઉપર નાખ્યું, તેવામાં તેમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ અને તેણે હરિબળને કહ્યું કે, “તું કેણું છે? અહિં ક્યાંથી અને શા માટે આવ્યું છે? તેણે કહ્યું, “મારું નામ હરિબળ છે. હું રાજાને સેવક છું, વિશાળ નગરમાંથી અહિં આવ્યો છું અને ત્યાંના રાજા મદનવેગે લંકાપતિ વિભીષણને આમંત્રણ કરવા મને અહિં મેલ્યા છે. હવે હાલ તમારું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળવાને હું ઇચ્છું છું.” તે સ્ત્રી બોલી,” મારો સ્વામી વિભીપણ રાજાને શસ્ત્રપાલક છે. તેને મારી તરફ અવિશ્વાસ છે, એટલે તે મને અહિં ઘરમાં રક્ષા બનાવીને રાજાની પાસે જાય છે. પાછા અહિં આવે, ત્યારે આ તુંબના અમૃતના બિંદુથી તે રક્ષા ઉપર છાંટી મને નવીન બનાવે છે, આ પ્રમાણે તે હંમેશાં કર્યા કરે છે. હવે હું મારા તે નિત્યે મૃત્યુ આપનારા પતિથી હું કંટાળી ગઈ છું. તે આપણ બને એક ખરિત્ન અને આ તુંબડું લઈને સ્વેચ્છાથી ચાલ્યા જઈએ. હે સ્વામી, તમારા રાજા મદનવેગે જે આ વિભીષણને આમંત્રણ આપવાનો પ્રસંગ કર્યો છે તે પણ વિપરીત છે, માટે તમારે આ સ્થાન છે દેવું જોઈએ.” પછી હરિબળ જેનું નામ કુસુમશ્રી હતું, તેવી તે સ્ત્રીને અને ખરત્ન તથા તુંબડાને લઈ સમુદ્રના તીર ઉપર આવ્યા અને ત્યાં પેલી જલદેવતાનું સ્મરણ કર્યું. મરણ માત્રમાં તે દેવતાએ આવી તે બંનેને તેમના ઉત્તમ વિશાળ નગરમાં તરત પહોંચાડ્યા અને તે જ દેવતા માન સહિત સ્વસ્થાને ગઈ.
હરિબળ કઈ પ્રિયા સાથે ઘેર આવ્ય, એવા ખબર જાણી રાજાએ તેને બોલાવ્યો. તેણે આવી રાજાની આગળ પિલું ખરત્ન મુકી પ્રણામ કર્યો, પછી રાજાએ તેને વૃત્તાંત પુછો. એટલે તે આ પ્રમાણે કહેવા લાગ્યું, રાજન, હું મુશ્કેલી ભરેલા માર્ગોને એલંગી સમુદ્રના સજલ તીર ઉપર ગયે, પરંતુ ત્યાં જવાનું વહાણ મળ્યું નહિ, એટલે મારાથી ત્યાં શી રીતે જઈ શકાય ? તે લંકાનો માર્ગ શૂન્ય હોવાથી તેનાં વહાણે ચાલતાં નથી. પછી મેં હૃદયમાં વિચાર્યું કે “જેઓ મિત્ર, સ્વામી અને જિનેશ્વરનું વચન અંગીકાર કરી તેને નિર્વાહ કરવાને અસમર્થ થાય છે, તેઓને તે અવશ્ય મરણનું જ શરણ લેવું જોઈએ. તે વખતે ત્યાં સુર-અસુરને મેં નિમંત્રણ વિગેરે જણાવી કહ્યું કે, “હું અહિં બળીને મરીશ, પછી મારી રાખ પણ તમારે કાર્યસિદ્ધિને માટે લંકામાં પહોંચાડવી. ” મારા આ વચનને સાંભળી કઈ રાક્ષસ જેવામાં મારી પાસે આવ્યા, તેવામાં હું અગ્નિની ચિતામાં પેઠે અને ક્ષણવારમાં ભસ્મ થઈ ગયે. પછી તે રાક્ષસે મારી રાખ લંકામાં જઈને વિભીષણને આપી અને મારે વૃત્તાંત કહે. વિભીષણે પછી મને અમૃત છાંટીને સજીવન કર્યો અને મારું સાવ જાણી મને હર્ષથી પિતાની પુત્રી આપી અને તે કાર્યની એંધાણી તરીકે આ એક ખરત્ન મારી સાથે મોકલાવ્યું. વળી તેમણે મને કહ્યું કે, “હાલ મારે મોટું કામ છે, તેથી હું તારી સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org