________________
My -રા.
શ્રી વિમળનાથ ચરિત્ર, પુરૂથી યુક્ત એવે તે રૂદ્ર કયાં? અને બુધજનોથી યુક્ત એવા તમે ક્યાં ? તે રૂદ્રને બે પુત્ર છે અને તમારે અનેક વિવેકી પુત્રો છે. એ રૂદ્ર પિતૃગૃહમાં સ્થાયી રહેનાર છે અને તમારો વાસ સર્વ સ્થળે છે. તે રૂદ્ર વિષાદી છે અને તમે પ્રદી છે. તે રૂદ્ર હર છે અને તમો રમાકર છે અને તે રૂદ્ર તપસ્વી છે અને તમે કરે છે, તેથી તમારા બંનેની તુલ્યતા થઈ શકતી નથી. જે પરાક્રમ બતાવવું હોય તે જે પોતાને સમેવડ હોય તેને બતાવવું પણ જે પિતાનાથી અધિક હોય તેને બતાવવું નહિં. સિંહ પિતાનું પરાક્રમ મૃગ ઉપર બતાવે છે, પણ તે અષ્ટાપદ ઉપર બતાવતું નથી. લોકેના આધારરૂપ એ મેઘ ચડી આવતાં તેની સામે પોતાનું પરાક્રમ બતાવનાર અષ્ટાપદ પ્રાણી તેવી દુબુદ્ધિથી મૃત્યુ પામે છે. હાથીની સાથે પોતાના શરીરનું માપ કરનારા સિંહની જેમ જે પુરૂષ અ૫વીર્યવાલે થઇ વીર્ય વડે અધિકમાનની ઈચ્છા રાખતા હોય તેને અટકાવવો જોઈએ, તેથી હું પ્રથમ ત્યાં જઈને તેમના ચિત્તની પરીક્ષા કરી લાવું, તે પછી આપને આદર પૂર્વક જે યેગ્ય લાગે, તે કાર્ય કરવું; કદિ તેણે અજ્ઞાનને લઈને અથવા કીડાને લઈને તમારી ભેટ લીધી હશે, તે હું તેથી બમણું ભેટ પછી લાવી શકીશ. જે કદિ ગેળ આપવાથી મરણ પામતે હોય, તે તેને વિષ આપી શા માટે માર? શાસ્ત્ર પણ કહે છે કે, “યુદ્ધની ગતિ વિષમ છે.” કેઈવાર એક ઠીકરીથી પણ ઘડે ભાંગી જાય છે. રાહુ કેવળ મસ્તક રૂપ છે, છતાં સૂર્ય અને ચંદ્રને ગ્રાસ કરે છે. કહ્યું છે કે, “જે માણસ પોતાનું સામર્થ્ય જાણ્યા વગર શત્રુની સાથે વેર બાંધે છે, તે એક ટીંટોડા પણીથી સમુદ્રની જેમ પરાભવને પામે છે, તેથી હે રાજેદ્ર! એ બંને રાજાઓ કાંઈક પરાક્રમી છે, એમ લેકમાં સંભળાય છે, પરંતુ જ્યાં સુધી હું મારી દ્રષ્ટિએ જોઉં નહીં, ત્યાં સુધી મને પ્રતીતિ આવે નહિ માટે આપ હૃદયમાં ધીરજ રાખો અને મને આજ્ઞા આપ વિચારીને કરેલું કાર્ય સર્વ સંપત્તિઓનું શરણ રૂપ બને છે.” આવાં વચન સાંભળી મેરકે પિતાના તેજ મુખ્ય મંત્રીને રૂદ્રરાજાનું બધું બળ જાણવાને દ્વારિકા નગરીમાં મોકલ્યા. તો સારરૂપ અને ગુણેને આધાર રૂપ તે આદેશ ગુરૂની જેમ પ્રાપ્ત કરી મંત્રી દ્વારિકા નગરીમાં ગયે. ત્યાં પ્રતિહારે પ્રવેશ કરાવે તે
૧ અહિં રૂકને બીજો અર્થ મહાદેવને લાગુ પાડ્યો છે. રૂદ્ર-મહાદેવને ગણેશ અને કાર્તિકેય નામે બે પુત્ર છે. રદરાજને પણ બે પુ છે. રૂદ્ર-મહાદેવ પિતૃગૃહ-સ્મશાનમાં સ્થાયી રહેનાર છે. રૂદ્રરા પિતાને પિતાને ગૃહમાં–રાજ્યમાં સ્થાયી રહેનાર છે અને તમારો વાસ સર્વ સ્થળે છે એટલે તમે મોટા રાજ્યના ભાગમાં વ્યાપી રહ્યા છે. રૂદ્ર-મહાદેવ વિવાદીવિષને ભક્ષણ કરનાર છે, રૂદ્રરાજ વિષાદી-ખેદાતુર રહેનાર છે અને તમે પ્રમોદી- હર્ષવાળા છે. રૂદ્ર-મહાદેવ હર-હરણ કરનાર છે પક્ષે રૂક્રરાજા હરી લેનારો છે અને તમે રમાકર રમાલમના – આકર-ખાણુરૂપ છે અથવા રમા છે કર-હાથમાં જેને તેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org