________________
શ્રી આત્મપ્રધ તે વિચિકિત્સા નામે ત્રીજું દૂષણ કહેવાય છે. તે સમ્યકત્વને દૂષિત કરનારું હોવાથી તેને દૂષણ તરીકે કહેલું છે. એ વિચિકિત્સા દૂષણને સર્વથા વર્જિત કરવું. જેમને સમ્યકત્વરત્ન પ્રાપ્ત થયેલ છે, અને જેઓ સમ્યકત્વને વિષે પ્રયત્નવંત છે, એવા પુરુષોની તથા બીજા હરકેઈ પુરુષની નિંદા કરવી યોગ્ય નથી. તેમાં જે નિર્દોષ એવા સાધુ પ્રમુખ ઉત્તમ પુરુષ છે, તેમની નિંદા તે સર્વથા વર્જવી, એવો ન્યાય છે. જે શ્રદ્ધાળુ એવા બીજાની આગળ પિતાના ગુરુજનની નિંદા કરે છે, અને જેઓ સ્વયં મંગળરૂપ અને મંગળને કારણરૂપ એવા ત્યાગી ગુરુઓને સન્મુખ આવતા જોઈ આ અમંગળનું કારણરૂપ મારે અપશુકન થયા. હવે આથી મારા કાર્યની સિદ્ધિ નહિ થાય.” આ પ્રમાણે પોતાના મનમાં ચિતવે છે, તેઓ મહા મૂઢપણુંવાળા, જિનવચનથી વિમુખ, એકાંત મિથ્યાષ્ટિવાળા અને દુષ્કર્મના બંધક જાણવા, શાની મહારાજ કહે છે કે, તેવા દુષ્ટ પ્રાણીઓની આલોક તથા પરલેકમાં પ્રાયે કરીને કેાઈ વખત પણ વાંછિત કાર્યની સિદ્ધિ થતી નથી. એ સમ્યક્ત્વનું વિચિકિત્સા નામે ત્રીજું દૂષણ કહેલ છે.
કુદષ્ટિ પ્રશંસા. મિથ્યાત્વીની પ્રશંસા કરવારૂપ સમ્યક્ત્વનું ચોથું દૂષણ છે.
કુદષ્ટિ એટલે ખરાબ દષ્ટિવાળા, જેનું શુદ્ધ દશન નથી, એવા અશુદ્ધ ધમવાદી કુતીથ, તેમની જે પ્રશંસા કરવી, તે સમ્યક્ત્વનું ચોથું દૂષણ છે. તે પ્રથમ કહેલા હેતુથી વર્જવું. કારણ કે, તે સમ્યકત્વને મલિન કરે છે.
જેઓ કુતીર્થિઓને કાંઈક અતિશય વગેરે જોઈ “આ ઠીક છે, આ મત ગ્રાહ્ય છે, કારણકે જેની અંદર આવા અતિશયવાળા હોય છે. આ પ્રમાણે જે પ્રશંસા કરે છે, તે મૂઢ નિષ્કારણ પિતાનું શુદ્ધ સમ્યક્ત્વ રત્ન મલિન કરે છે.
- મિથ્યાત્વને પરિચય. મિથ્યાત્વીઓને પરિચય રાખવો, એ સમ્યકત્વનું પાંચમું દૂષણ છે. ઉપર કહેલા કુદૃષ્ટિઓની સાથે આલાપ સંલાપ પ્રમુખથી પરિચય કરો, તે પણ સદ્ભુત્વને દૂષિત કરે છે, માટે એ પાંચમા દૂષણને સવથા પરિહાર કરે. જેઓ સુદૃષ્ટિવાળા મુનિઓ વગેરે હોય તેમને જ પરિચય કરવો. કુદષ્ટિનો પરિચય ન કરવો. કુદષ્ટિ-અન્ય મતિઓને પરિચય કરવાથી નંદ મણિકાર શેઠની પેઠે પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વરૂપ રત્ન નાશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org