SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રી આત્મપ્રબંધ પસીને એક સેતિકા થાય, ચાર સેતિકાને એક કુલ, ચાર કુલનો એક પ્રસ્થ, ચાર પ્રસ્થને એક આદ્રક અને ચાર આઢકને દ્રોણ થાય છે. આ પ્રમાણે કહેલા પ્રમાણથી શુક્ર અને શેણિત વગેરેનું જે જૂનાધિકપણું થાય છે, તે વાતાદિક દેષને લઈને થાય છે. પુરુષના શરીરમાં પાંચ અને સ્ત્રીના શરીરમાં છ કેઠા છે. પુરુષને બે કાન, બે આંખ, બે નસકોરાં, એક મુખ, એક ગુદા અને એક પુરુષ ચિહ્ન એ નવ દ્વાર પ્રવાહને વહન કરનાર છે. એ નવ સહિત બે સ્તન વધવાથી સ્ત્રીને પ્રવાહને વહન કરનારા અગીયાર દ્વાર છે, આ ગણના મનુષ્યગતિને આશ્રીને જાણવી, તિયચગતિમાં બકરી વગેરે બે સ્તનવાળાને અગીયાર અને ચાર સ્તનવાળી ગાય વગેરેને તેર તથા ડુક્કરી વગેરેને આઠ સ્તન ગણતાં સત્તર આ પ્રમાણે વ્યાઘાત વિના જાણું લેવાનું છે. વ્યાઘાત હોય તો એક સ્તનવાલી અજાને દશ, ત્રણ સ્તનવાલી ગાયને બાર–એમ સમજવાનું છે. પુરુષના શરીરમાં કુલ પાંચસે માંસની પેશીઓ છે, તેનાથી સ્ત્રીઓને ત્રીશ અને નપુંસકને વિશ ઓછી છે. આ શરીર અનેક મહારેગેનું ઉત્પત્તિસ્થાન છે. તેને વિષે સંસારી જીવોના રંગેની સંખ્યા પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હજાર અને પાંચસો ચાલીશની છે, કહ્યું છે કે पंचेव य कोडीओ लक्खा अडसहि सहसनवनवई । पंचसया चुलसीई, रोगाण हुंति संखाओ त्ति ॥ અથ ઉપર આવી ગયો છે. આ પ્રમાણે અસ્થિ આદિના સમહવાલા અને અનેક પ્રકારના વ્યાધિઓથી વ્યાપ્ત એવા એ શરીરમાં શું શુચિ છે? કાંઈપણ છે જ નહીં. ૭. સાતમી આશ્રવભાવના છે. આ સંસારમાં જો ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ કષાય અને ૪ ગરૂપ આશ્ર કરી સમય સમય પ્રત્યે શુભાશુભ કર્મના પુદ્ગલેને જે ગ્રહણ કરે છે. પુણ્યાત્માનું ચિત્ત નિરંતર સર્વ પ્રાણીઆમાં મૈત્રીભાવ, જે ગુણોથી અધિક હોય તેમાં પ્રદ, જે અવિનીત હોય તે ઉપર મધ્યસ્થતા અને જે દુઃખીયા હોય છે તે ઉપર કરૂણું કરવાથી જીવ શુભકમ બાંધે છે અને જે જીવનું ચિત્ત આdદયાન, રૌદ્રધ્યાન મિથ્યાત્વ તથા કષાય વિષય વડે સર્વદા પીડિત છે, તેઓ અશુભ કર્મ બાંધે છે-ઈત્યાદિ જે ચિતવન તે આશ્રવભાવના કહેવાય છે. તેને માટે આ પ્રમાણે કહેલું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy