________________
કેનેડાનું આમંત્રણ શ્રી દલસુખભાઈ, દસેક વર્ષ પહેલાં, સને ૧૯૬૮ના જાન્યુઆરી માસની બીજી તારીખે, કેનેડાની ટોરેન્ટ યુનિવર્સિટીમાં, ભારતીય દર્શન અને વિશેષ કરીને બૌદ્ધ દર્શનના અધ્યાપન માટે ગયા હતા; અને ત્યાં સોળેક મહિના સુધી કામ કરીને ખૂબ ચાહન અને કીતિ મેળવીને પાછા આવ્યા હતા. આ પ્રસંગ કેવી રીતે બને એની વિગતોથી પણ નિષ્ઠાભરી અને મૂક વિદ્યાસાધના, વિદ્યાસાધના અંતરમાં કેવો આદર અને આત્મીયતાભર્યો ભાવ જગાવે છે, એની પ્રતીતિ થાય છે. એ વિગતે પ્રેરક અને જાણવા જેવી હોવાથી અહીં થોડીક રજૂ થાય એ ઈષ્ટ છે.
એક દિવસ કેનેડાની ટેરેન્ટ યુનિવર્સિટી તરફથી શ્રી દલસુખભાઈને અણધાર્યો પત્ર મળ્યો. તા. ૯-૪–૧૯૬૭ નો એ પત્ર ટોરેન્ટો યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈસ્ટ એશિયન સ્ટડીઝ (પૂર્વ એશિયાને લગતી વિદ્યાઓના વિભાગ)ના અધ્યક્ષ પ્રોફેસર એ. કે. વારે લખે હતો. એમાં એમણે લખ્યું હતું કે,
“અમારે ત્યાં ચાલતા આ વિભાગમાં ભારતીય તત્ત્વજ્ઞાનના અધ્યાપનને માટે તમે ટોરોન્ટો આવો એવી કોઈ શકયતા છે કે કેમ તે જાણવા માટે હું આ પત્ર લખું છું. તમને અનુકૂળ હોય એ પ્રમાણે, કાયમને માટે કે મુલાકાતી અધ્યાપક (વિઝીટીંગ પ્રોફેસર ) તરીકે એક વર્ષ માટે, અમે તમારી નિમણૂક કરી શકીએ એમ છીએ. એવું પણ થઈ શકે કે, શરૂઆતમાં એક વર્ષ માટે મુલાકાતી અધ્યાપક તરીકે અને તે બાદ, કેનેડામાં રહેવું તમને પસંદ પડે તે, કાયમને માટે તમારી નિમણૂક કરવામાં આવે. આ માટે પગાર તરીકે તમને વાર્ષિક તેર હજાર ડોલર આપવામાં આવશે. (પછીથી પંદર હજાર ડોલર આપવામાં આવ્યા હતા.) ઉપરાંત તમારું અહીં આવવા જવાનું પ્રવાસ ખર્ચ પણ આપવામાં આવશે.”
[ ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org