________________
. "
માટે પાસેના કૂવામાં મૂર્તિને પધરાવી દીધી. કૂવામાં રહેલા દેવે તે પ્રતિમાને પડતાંની સાથે જ ઝીલી લીધી અને વજ જેવી કડ મજબુત કરી દીધી, ખરદૂષણ રાજા ૫ણું ભજન કરીને ત્યાંથી નીકળે અને રાવણનું કાર્ય કરીને લંકા નગરીમાં પહોંચી ગયો. ત્યાર પછી કાળ સુધી કૂવાના દેવે ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની બહુ ભક્તિપૂર્વક પૂજા કરી.
જ
વરાડ દેશના એલચપુર નામના નગરમાં શ્રીપાલ નામે ચંદ્રવંશી રાજા થયો. માતા-પિતાએ તેનું શ્રીપાલ નામ પાડ્યું હતું પણ ઇલા એટલે પૃથ્વીનું સારી રીતે રાજ્ય કરતો હોવાથી લોકો તેને ઈલચ કહી સંબોધતા હતા.
એક વખત, પૂર્વ જન્મમાં કરેલા પાપના ઉદયથી રાજાના શરીરમાં કોઢનો ભયંકર વ્યાધિ લાગુ પડ્યો અને તેથી રાજાને વારંવાર મૂર્છા આવતી હતી. વૈદ્યોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યા પણ રાજાને જરા પણ શરીરે શાંતિ થઈ નહીં. વેદનાથી પીડાતો રાજા રોગની શાંતિને માટે એક વખત નગર બહાર નીકળ્યો. પાણીની તરસથી વ્યાકુલ થયેલો રાજ પાણી માટે આમતેમ ફરતો ફરતો આંબલીના ઝાડ નીચે જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી તે કૂવા પાસે આવ્યો. તે કૂવાના જલથી હાથ-પગ-મોં ધોઈને તથા સ્વચ્છ સ્વાદિષ્ટ પાણી પીને રાજન પોતાની છાવણીએ ચાલ્યો ગયો. થાકેલા રાજાને સાંજ પડતાં જ ઊંઘ આવી ગઇ. રોગની પીડાથી આખી રાત માછલાંની જેમ તરફડીને જ પૂરી કરતો હતો, તે રાજા તે રાત્રિએ નિશ્ચિત થઈને ઈચ્છાનુસાર ઊંધ્યો.
સવારમાં ઉડ્યા પછી રાજાના હાથ, પગ તથા મેં નીરોગી જોઈને રાણીએ રાજાને પૂછ્યું કે- ‘સ્વામિ ગઈ કાલ તમે ક્યાં હાથ-પગ-માં ધોયા હતા. કે જેથી તેટલા ભાગ ઉપરથી કાઢ રોગ બિલકુલ નષ્ટ થઈ ગયો દેખાય છે. આજે પણ ત્યાં ચાલો અને સર્વ અંગે સ્નાન કરો કે જેથી સર્વ અંગનો રોગ ચાલ્યો જાય.' રાણીના કહેવાથી પ્રતીતિવાળા રાજાએ ત્યાં જઈ સ્નાન કર્યું અને શરીર તત્કાળ નીરોગી થઈ ગયું. આથી રાજા અને રાણી બનેને ખૂબ આશ્ચર્ય થયું અને અન્ન–પાણીનો ત્યાગ કરીને દેવની આરાધના કરવા માંડી.
હે વાની અંદરના અધિષ્ઠાયક દેવ ! હે ક્ષેત્રદેવ ! તમે જે કઈ હો તે કપા કરી અમને તમારૂ દર્શન આપો.' આ પ્રમાણે કહીને દેવની આરાધના કરતાં રાજાને ત્રણ દિવસ વીતી ગયા. છેવટે રાજાને દ્રઢ નિયવાળ જોઈને દેવે પ્રત્યક્ષ આવીને કહ્યું
“રાજન ! ખરદૂષણ રાજાએ પધારવેલી, આ કુવામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાં છે. તેના સ્પર્શથી આનું પાણી મહા પવિત્ર થયેલું છે, તેથી આ પાણીથી સ્નાન કરવાથી તારું શરીર નીરોગી થઈ ગયું છે. આ મૂર્તિના
( ૪૧ )
Jain Education international
For Private & Personal Use Only
wwjainelibrary.org