SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની પ્રશમરસ નિમગ્ન એવી શ્યામ વર્ણની અદ્ધર બિરાજમાન એવી મૂર્તિ સતત તેઓની આંખ સામે રહેતી. ' આચાર્ય ભગવાનનું માર્ગદર્શન અને સતત ઉપકાર એ આ તીર્થના વહીવટકર્તાઓને અંધારામાં પ્રકાશ હતું. પણ હવે તેઓ મિતી સં. ૨૦૨૮ ના જેઠ સુદ ૨ ના દાવગિરીમાં સમાધિ પૂર્વક કાળધમને પામ્યા છે. જે ખેટ આ તીર્થને માટે ઘણી મોટી ગણાય છે. તેમના અનંત ઉપકારોની સ્મરણ નોંધ લેતા તેમને અમારા કેટી કોટી વંદન ! સ્વ. પરમ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ રાજકાજની હેરફેર આ જમાનામાં કાંઈ નવી નથી, લોકશાહી તંત્ર છે, અને તે તંત્રના આધારે રાજની સત્તાનું સુકાન ક્યા વખતે કયાં ફરે તે કાંઈ પણ કહી શકાય નહિ. મહારાષ્ટ્ર રાજ્યની નિમિતી પછી રાજસત્તા વરાડના કાર્યકરોના હાથમાં આવી અને દિગંબરેએ ફરીથી પોતાનું જોર અજમાવવાનું ચાલુ કર્યું. સત્તાને આંધળી બનાવી, ખોટી રીતે દોરવણી આપી અને પિતાના વશમાં લીધી અને વેતાંબર વહિવટ કર્તાઓને પજવવાનું ચાલુ થયું. તે એટલી હદ સુધી કે ખુલ્લો અન્યાય દેખાય તે પણ સત્તાના જોરે જુલમ કરવાનું ચાલુ જ રાખ્યું તીર્થ ઘણું જોખમમાં મુકાયું અને તાંબરે હચમચી ઉઠ્યા. અન્યાયનો પ્રતિકાર કરવા માટે સંઘને હિંમતવાન બનાવવાનું મહાન કાર્ય જૈનાચાર્યો પાસેથી થાય એવી ખૂબ અપેક્ષા રખાઈ અને પ. પૂ. સ્વ. આચાર્ય ભગવાન શ્રી મદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજશ્રી ૮૦ વર્ષની ઉંમરે પણ તીર્થ રક્ષણ કાજે લ વિહાર કરી તીર્થમાં દોડી આવ્યા અને ત્યાં એક ઐતિહાસીક ચાતુર્માસ કર્યું, જેથી જૈન શ્વેતાંબરે જાગૃત બન્યા અને આ તીર્થની રક્ષા કરવા માટે તેઓના પ્રેરક વચનના પ્રકાશમાં પંથ કાપવા લાગ્યા. યા તીર્થમાં કે મુનિ મહારાજે ચોમાસુ કર્યાની નોંધ નથી. પણ આચાર્ય ભગવંત પિતાની શાંતિમય આરાધના કરતા ત્યાં બેઠા બેઠા જૈન જગતનું લક્ષ આ તીર્થ તરફ ખેંચતા રહ્યા. તેમના ચોમાસા દરમ્યાન જે મહાન કાર્યો ત્યાં થયાં તેની નેંધ લેતા એક સ્વતંત્ર પુસ્તિકા થઈ પડે તેમ છે. પણ એટલું કૃતજ્ઞતાપુર્વક કહેવાની અમારી ફરજ છે કે આચાર્ય ભગવંતની હિંમત, કુનેહ, દીર્ધદષ્ટિ, આત્મવિશ્વાસ અને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન પરની અતૂટ શ્રદ્ધા એ કદી પણ વિસરાય તેવા નથી. | ( ૧૦ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy