________________
શ્રી વૃદ્ધવાદી ને સિદ્ધસેન દિવાકર
૫૮ .
[ શ્રી તપાગચ્છ
આ સમયે વીર વિક્રમની હાક દશે દિશામાં વાગી રહી હતી. સેંકડા પંડિતા તેની સભાને શેાભાવતા. દેવર્ષિ નામે તેના સમર્થ પુરાહિત હતા, તેને સિદ્ધસેન નામે ચતુર અને શક્તિશાળી પુત્ર હતા. તે સિદ્ધસેન સાથે વાદ કરતાં મેાટા મેટા પંડિતે પણ હારી ગયા હતા, તેથી તેને એમ થયુ કે મારી જેવે! જગતમાં અન્ય પંડિત નથી, તેને વિદ્યાની ખુમારી ચડી. પેાતાનું મહત્ત્વ દર્શાવવા તેણે પેટે પાટા ખાંધ્યા, ખભે લાંખી નીસરણી ભરાવી, ખીજે ખભે જાળ ભરાવી, એક હાથમાં કોદાળી અને ખીજા હાથમાં ખડના પૂળા લીધા. અને તેવી વિચિત્ર સ્થિતિમાં તે કીટક દેશ તરફ ચાલ્યા. રાજાએ તેના આવા વિચિત્ર વેશનું કારણ પૂછ્યું. જવાબમાં તેણે જણાવ્યુ` કે-‘હું એટલી બધી વિદ્યા ભણ્યો છું કે તેના ખાજાથી મારું પેટ ફાટી ન જાય તે હેતુથી પેટે પાટા બાંધું છું, ક્રાઇ વિદ્વાન વાદ કરતાં હારવાના ભયથી કદાચ ઊંચે ચઢી જાય તો નીસરણીથી નીચે પાડું, કદી જળમાં ડૂબકી મારે તા જાળથી ખેંચી કાઢું, પૃથ્વીમાં પેસી જાય તેા કેાદાળીથી બહાર કાઢું અને જો હારી જાય તે પૂળામાંથી ધાસનું તરણું' કાઢી દાંતે લેવડાવુ’
કર્ણાટકના પડિતા તેની સાથે વાદ કરવા શક્તિમાન થયા નહિ. પછી તેા સિદ્ધસેન મહારાષ્ટ્ર, મગધ, કાશ્મીર, ગૌડ વિગેરે દેશામાં ફરી વળ્યે! પણ તેની સાથે ડ્રાડ કરવા કાઈ શક્તિમાન ન થયું. જગતમાં અભિમાન કાર્યનું રહ્યું છે? કૌશાંબીની સભામાં તેના માથાના માનવી મળ્યા. તેણે કહ્યું કુ– વાદ કરવાની ઇચ્છા હોય તો નરકેસરી પાસે જા. હજુ સુધી તો તમે બકરા સાથે જ આથ ભીડી છે પણ તે નરિસ ંહની ખેડમાં તમે હાથ નાખ્યા નથી. મણિધરને માથેથી ર્માણ લેવા અને તેમને જીતવા એ ખરેાબર છે. તેની સાથે વાદ કર્યાં નથી ત્યાં સુધી તમે ઝુલણુજીની માફક ફુલા છે.’
પેાતાનુ માનભંગ થતું જોઈ સિદ્ધસેનને ક્રોધ વ્યાપ્યા. તેનું અભિમાન ધવાયુ. તેની આંખ અગ્નિ વરસાવતી હાય તેવી થઇ ગઇ. તેણે તરત જ પોતાના પ્રતિસ્પર્ધીને તે નરસિંહ કાણુ છે ? એવી પૃચ્છા કરી અને વૃદ્ધવાદીને હરાવવાની પ્રતિજ્ઞા કરી તે ભરુચ આવવા નીકળ્યા.
ભરુચ આવી તેણે વૃદ્ધવાદીની બાતમી મેળવી તેા તે દિવસે જ વિહાર કરી ગયાના સમાચાર મળ્યા. સિદ્ધસેન મનમાં હરખાયા કે મારી મ્હીકથી તે વિહાર કરી ગયા લાગે છે! પણ હું એમને કયાં છેાડુ એમ છું. તેણે તરત જ પછવાડે ચાલવા માંડયુ. આગળ જતાં વૃદ્ધવાદીના ભેટા થયા. ગુરુએ તેને ઉપદેશ દેવા માંડ્યો પણ સિદ્ધસેને ચીડાઇને કહ્યું કે- હું ઉપદેશ સાંભળવા નથી આવ્યા, મારે તા તમારી સાથે વાદ કરવા છે. હું વાદીવિજેતા સિદ્ધસેન છુ, જેના નામમાત્રથી, સિહગજ નાથી મૃગલાએ નાસે તેમ, વાદીએ સંતાઇ જાય છે. હું આપને પણ છે।ડું તેમ નથી. કાં તે। હાર કબૂલ કરે! અગર મને જતી સ્વશિષ્ય બનાવે.'
વિચક્ષણુ વૃદ્ધવાદી સમજી ગયા કે સિદ્ધસેનને વિદ્યાનુ અછણું થયું છે. તેમની મુખાકૃતિ જોઈ તે માલૂમ પડયું કે તે શાસનપ્રભાવક માણસ છે. સૂરિએ શાંત ચિત્તે કહ્યું કે-‘ભાઇ ! વાદ કરવાની મારી ના નથી, પણ ન્યાય તાળનાર તેા કાઇ જોઇશે ને? માટે પંચ નક્કો કર.' સિદ્ધસેનથી ધીરજ રાખી શકાય તેમ ન હતું. તેણે ગેાવાળાને પંચ નીમ્યા અને પોતાના પૂર્વીપક્ષ ઉપાડ્યો. તેણે વ્યાકરણ શાસ્ત્ર, ન્યાય, મીમાંસા અને વેદાંત ઉપર સંસ્કૃત ભાષામાં જોરદાર પૂર્વ પક્ષ કર્યાં.
પછી વૃદ્ધવાદી સૂરિએ વિચાર્યું કે ગાવાળા આગળ સંસ્કૃત ખેલવું એટલે ભેંસ આગળ ભાગવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org