________________
પાવલી ]
: ૧૧ -
શ્રી જબૂસ્વામી પણ આ શું? કિલ્લાના દરવાજે પહોંચતાં જ કાનના પડ ફાડી નાખે તે મોટે પ્રઘોષ કરતે એક ગેળે જ બૂકુમારની સાનિધ્યમાંથી જ પસાર થઈ ગયો. લશ્કરી તાલીમ લેતાં સૈનિક–સમૂહમાંથી તે આવ્યો હતે. જસબૂકુમારના ચિત્તમાં એક વિચારનું વમળ આવ્યું અને પસાર થઈ ગયું. તેમની ભાવના વધુ જોશીલી બની. તરત જ તે ત્યાંથી પાછા ફર્યા. સુધર્માસ્વામી પાસે આવી આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી.
ઘરે આવીને માતા-પિતા સમક્ષ પિતાને દીક્ષાને અભિલાષ જણાવ્યો. અચાનક વજા તૂટી પડે તેટલી વેદના માતા-પિતાને થઈ. તેઓએ તેમને ઘણા પ્રકારે સમજાવ્યો. વિશેષમાં જણાવ્યું કે તું જ એકમાત્ર અમારી આશારૂપ વૃક્ષ છો, તારા ઉપર તો અમે કેટલાયે મને રથના મહેલ બાંધ્યા છે તેને તું આમ અકાળે તોડી નાખ નહિ. ચારિત્ર લેવાની વાત કરવી અને ચારિત્ર પાળવું તે બંને ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. ચારિત્ર ખાંડાની ધાર સમું છે. તારી જેવા કોમળ કાયાવાળા માટે દુષ્કર છે. આ પ્રકારની અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા ઘણે સમજાવ્યો પણ રેતીમાંથી તેલ કાઢવાના શ્રમની માફક સર્વ નિષ્ફળ ગયું. ચાળ મજીઠના રંગ જે સંવેગ રંગ જેને લાગ્યું હોય તે સંસાર-પંથમાં રાચે ખરે? છેવટે માત-પિતાએ એક માગણી મૂકી કે-“તું આઠ કન્યાઓ સાથે વિવાહિત થઈને પછી દીક્ષા સ્વીકારજે. વિવાહ સંબંધી જે અમારે ઉત્સાહ છે તે તું પૂર્ણ કર.” જબૂકુમારને નિરુપાયે તે હકીકત સ્વીકારવી પડી.
2ષભદત્ત શેઠને વિચાર આવ્યું કે-જ બૂકુમાર તો પરણને તરત જ દીક્ષા લેનાર છે માટે તે વસ્તુસ્થિતિના સમાચાર તેના સાસરિયા પક્ષને જણાવવા.” સમાચાર કહેવરાવ્યા બાદ તે સર્વે એકઠા થઈને વિચારવા લાગ્યા કે “હવે આપણે કરવું શું? આપણે વેવિશાળ તે કરી શકયા છીએ અને જંબૂકુમાર તો લગ્ન પછી તરત જ દીક્ષા અંગીકાર કરનાર છે. પુત્રીઓના ભવિષ્યને માટે શું કરવું તે તેઓની મોટી ચિંતાનો વિષય થઈ પડ્યો.
આ સમાચાર કુટુંબમાં ફેલાતાં કન્યાઓએ પોતપોતાના પિતાઓને કહ્યું- તમારે બીજો વિચાર જ કરવાનો નથી. અમે સર્વ મનથી પણ જંબૂકુમારને વરી ચૂકેલી છીએ.રાજાને તથા સાધુનો એક જ બોલ હોય છે અને કન્યાદાન પણ એક જ વાર થાય છે.”
ઘડિયા લગ્ન લેવાયા. વિવાહને લગતું સર્વ કાર્ય સુંદર રીતે આટોપવામાં આવ્યું. ધારિણીને હર્ષ માટે ન હતા. લગ્ન સમયે એટલી બધી પહેરામણ થઈ કે સેનાને એક પર્વત ઊભું કરી શકાય. કુળને યોગ્ય પર્વ ક્રિયાઓ પતાવીને વિકાર રહિત જંબૂ કુમાર પોતાની પરિણીત સ્ત્રીઓ સાથે શયનગૃહમાં આવ્યા.
જંબૂકુમારના લગ્નની વાત દિગ-દિગંતમાં ફેલાઈ ગઈ હતી. સૌકોઈ પોતપોતાને ચગ્ય લાભ મેળવવા મથી રહ્યા હતા. પ્રભવ નામના ચારના નાયકને સ્વાચિત કાય માટે આ તક સુંદર લાગી. પ્રભવને બે વિદ્યા : (૧) અવસ્થાપિની (૨) તાલોદ્દઘાટિની આવડતી હતી, જેને પરિણામે તે અજણ્ય મનાતું હતું. તે પાંચ સો ચોરનો ઉપરી હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org