________________
:૨૮:
કમ જેવાં થઇ ગયાં હતાં. આ ઉપરાન્ત સાતે વ્યસન તેમજ અભક્ષ્યભક્ષણને તેમણે ત્યાગ કર્યાં હતા.
કાનજીભાઈની ચેાગ્ય વય થતાં તેમને લગ્નગ્રંથીથી જોડવા તેમના સ્વજન સંબંધીએ પ્રયાસ કરવા લાગ્યા પરન્તુ કાનજીભાઈને તે સંસાર પ્રત્યે નિવેદ પ્રગટ્યો હતા. આગમાભ્યાસને કારણે તેમને સસાર સારરહિત સમજાયે હતા એટલે સંસારની અસારતાવાળી જજાળમાં ફસાવા કરતાં સંયમી જીવન ગુજારી મનુષ્યજીવનની સાર્થકતા સાધવાનું તેમણે પસ ંદ કર્યું. દુનિયાના ત્રિવિધ (આધિ, વ્યાધિ નેઉપાધિ) તાપથી ન્યારા જ રહેવાના નિણ ય કરેલા હેાવાથી તેમણે વિવાહસ બધના ઈન્કાર કર્યા અને સંયમીજીવન જીવવાની શરૂઆત કરી. ધીમે ધીમે સાધુજીવનને લગતા અનુભવ પ્રાપ્ત કરી તેઓએ સ. ૧૯૬૯ ના માહ વિદે ૧૦ ને રાજ એગણીશ વર્ષની વયે અમદાવાદ પાસેના થરથર નામના ગામમાં આચાર્ય શ્રી વિજયહ સૂરીશ્વરજી પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ખાદ તેમને ૧૯૬૯ વૈશાખ શુદિ ૩ ( અક્ષયતૃતીયા ) ના રાજ વીરમગામખાતે વડીદીક્ષા આપવામાં આવી અને કલ્યાણુવિજયજી નામ રાખવામાં આવ્યું. અને પ્રસ ંગેામાં તેમના કુટુબીઓએ ઉલટપૂર્વક ભાગ લીધે। હતા.
સંયમી જીવન સ્વીકાર્યા બાદ તેઓ શ્રુતાભ્યાસમાં રક્ત અન્યા અને ધીમે ધીમે વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય તેમજ ન્યાયમાં પ્રવીણ થયા. તેઓ કવિ પણ છે ને તેમનાં રચેલાં સ્તવનસજ્ઝાય વિગેરે પ્રગટ પણ થઇ ચૂકયાં છે. વ્યાખ્યાનશૈલી પણ રાચક અને રમણીય છે. દીક્ષા સ્વીકાર્યા બાદ ગુરુકુલવાસ તરીકે તેઓશ્રી આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજીની સેવામાં રહ્યા. તેમને જ્ઞાનાભ્યાસ અને ચેાગ્ય પાત્રતા જોઇ સ. ૧૯૮૭ માં કપડવંજ મુકામે તેમને ગણિ અને પન્યાસ પદ અÖણુ કરવામાં આવ્યાં.
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તેમણે જૈન શાસનની પ્રભાવના કરવા સાથે જનહિત સાધ્યું. તેમની વૈરાગ્યવાહિની દેશનાને પરિણામે ઘણા ભવ્ય જીવા પ્રતિબેાધ પામ્યા અને પરિણામે તેમને મુનિરાજ શ્રી જવિજયજી, મુનિરાજ શ્રી દુર્લભવિજયજી, મુનિરાજ શ્રી કુશળવિજયજી અને મુનિરાજ શ્રી સુવિજયજી એ નામના સરલસ્વભાવી અને ક્રિયાપાત્ર શિષ્યાની પ્રાપ્તિ થઇ.
તેઓશ્રી સરલસ્વભાવી અને અત્યંત ક્રિયારુચિ છે. સાથેાસાથ દીર્ઘ તપસ્વી પણ છે. જ્ઞાન એ જ અજ્ઞાન–તિમિરના નાશ કરવામાં સૂર્ય સમાન છે એમ સમજીને તેએ આવા સાહિત્યદ્વારા સાનના ફેલાવા કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org