SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પાવલી ] : ર૩૭ : શ્રી હીરવિજયસૂરિ દવ તથા ઊનાના શ્રી સંઘે દબાદબાપૂર્વક માંડવી તયાર કરી અને અગ્નિસંસ્કાર કર્યો. ઋષભદાસ કવિ આ પ્રસંગને અનુલક્ષીને જણાવે છે કે-જે દિવસે હીરવિજયસૂરિનું સ્વર્ગગમન થયું તે જ રાત્રે અગ્નિસંસ્કારવાળા સ્થાનમાં અનેક પ્રકારના નાટારંભ થતાં પાસેના ખેતરમાં સૂતેલી વ્યક્તિઓએ સાંભળ્યા હતા. વળી જ્યાં અગ્નિસંસ્કાર કર્યો તે વાડીના તમામ આંબાઓ પર અકાળે કેરીઓ આવેલી જોવામાં આવી. ભાદરવા મહિનામાં કેરી ક્યાંથી હોય? શ્રાવકેએ તે કેરીઓ ઉતારી લીધી અને જુદા જુદા શહેરના અગ્રગણ્ય શ્રાવકે તેમજ અબુલફઝલ અને સમ્રાટ અકબર પાસે તે મોકલવામાં આવી. વિવિધ દિશામાં કાર્ય કરવાનું હોવા છતાં તેમજ ગચ્છનાયક પદની મહત્વની જવાબદારી છતાં તેઓ સાધુધર્મમાં અત્યંત દૃઢ અને સ્થિર રહ્યા હતા. તેઓના સંબંધમાં તેવા બે-ચાર દાખલા આલેખશું તે તે અનુચિત નહિં જ ગણાય. સૂરિજી અમદાવાદના કાળુપુરના ઉપાશ્રયમાં આવ્યા અને શ્રાવકને ઉપદેશ દેવા બેસવાને માટે તૈયાર કરાવેલ નવા ગેખમાં બેસવા માટે શ્રાવકની આજ્ઞા માગી. આવા પ્રકારની રજા માટેની આજ્ઞા સાંભળી શ્રાવકે અત્યંત આશ્ચર્ય પામ્યા અને જણાવ્યું કે મહારાજ સાહેબ! અમને પૂછવાની કંઈ જરૂર નથી. એ ગેખ તે આપને બેસવા માટે જ તૈયાર જ કર્યો છે.” પ્રત્યુત્તરમાં ગુરુશ્રીએ જણાવ્યું કે “ત્યારે તે તે અમને કપે જ નહિ, કારણ કે અમારા નિમિત્તે તિયાર કરેલ કોઈ પણ વસ્તુ અમારા ઉપયોગમાં લઈ શકાય જ નહિ. પછી તેઓશ્રીએ ત્યાં રાખેલ લાકડાની પાટ પર બેસી શ્રાવકેને ધર્મોપદેશ આપે. એક ગૃહસ્થ એકદા સાધુઓને ગોચરીમાં ખીચડી વહોરાવી. સાધુઓએ આણેલી ખીચડી ફક્ત એકલા સૂરિજીએ જ ખાધી. બીજા સાધુઓ આહાર–પાણી વાપરી હજુ નિવૃત થયા નહિ તેવામાં તે જે ગૃહસ્થ ખીચડી વહેરાવી હતી તે ઉપાશ્રયમાં એકદમ આવી પહો અને કહેવા લાગ્યો કેઃ “ આજે મારાથી મોટો અનર્થ થઈ ગયો છે. મારા ઘરેથી જે ખીચડી આપ વહોરી લાવ્યા છે તે એકદમ ખારી છે, માટે મને માફ કરો.” સાધુઓ તો આ સાંભળી સ્તબ્ધ જ થઈ ગયા, કારણ કે તે ખીચડી તે સૂરિજીએ જ વાપરી હતી છતાં તેઓએ તેના ખારાપણું માટે લેશમાત્ર ઉચ્ચાર પણ કર્યો ન હતે. સૂરિજીએ જિવાઈદ્રિય પર કેટલો કાબૂ મેળવ્યો હતો તેનું આ જ્વલંત દૃષ્ટાંત છે. બીજી બાબતે પર સમભાવ રાખવાવાળા-કેળવવાવાળા હજારે મનુષ્ય મળી આવે છે પરંતુ રસેંદ્રિયજિત્ તે વિરલ જ હોય છે. જ્યારે સૂરિજી ઊનામાં હતા ત્યારે તેમની કમ્મરમાં એક ગુમડું થયું. વેદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy