________________
પટ્ટાવલી ]
૨૩૫
શ્રી હીરવિજયસૂરિ
શાંતિચંદ્રજીના બાદશાહ પાસેથી વિદાય થવા પછી જગદ્રજી તથા સિદ્િ ચંદ્રજીએ એ સ્થાન સભાળી લીધુ અને બાદશાહને ધમમાં અતિવ દૃઢ કર્યો, પ્રસ ંગાપાત અને મુનિવરીએ વિજયસેનસૂરિની પ્રશસા કરી અને પરિણામે બાદશાહને હીરવિજયસૂરિએ આપેલી કબુલાતનું પુનઃ સ્મરણ થઇ આવ્યું. તેણે વિજયસેનસૂરિને માકલવા માટે સૂરિજી પર વિજ્ઞપ્તિ-પત્ર લખ્યા અને તેના પરિણામે વિ. સં. ૧૬૪૯ ના માગશર શુદિ ૩ ના દિવસે વિજયસેનસૂરિએ ખાદશાહને મળવા માટે પ્રયાણ કર્યું. અનેક ગ્રામ-નગરામાં વિહાર કરતાં કરતાં તેઓએ સ. ૧૬૪૯ ના જે શુદિ ૧૨ ને દિવસે લાહારમાં પ્રવેશ કર્યાં.
થોડા જ સમયમાં વિજયસેનસૂરિએ ખાદશાહ પર સારી છાપ પાડી, પરન્તુ જૈન ધના દ્વેષી બ્રાહ્મણેાથી આ સહ્યું જતું ન હતું. તેમણે સારજીની પ્રતિષ્ઠા અને પ્રતિભા હલકી પાડવા યુક્તિઓ રચવા માંડી. “ જૈનો ઇશ્વરને માનતા જ નથી ” એવી જાતનું બાદશાહના કાનમાં ઝેર રેડવામાં આવ્યું. પરિણામે અને પક્ષા વચ્ચે વિવાદસભા ગેાઠવવામાં આવી અને વિજયસેનસૂરિની અકાટચ યુક્તિઓ, લીલા અને શાસ્રપ્રમાણા પાસે પ્રતિપક્ષી પક્ષ ઝંખવાણા પડી ગયેા. આ પ્રમાણે શ્રી વિજયસેનસૂરિની અદ્ભુત વિદ્વત્તા અને શક્તિથી ર ંજિત થઈ બાદશાહે તેમને “ સૂરિસવાઇ ” નું બિરુદ આપ્યુ.
"
હીરવિજયસૂરિની માક વિજયસેનસૂરિએ પણ અહિંસા માટે ઘણુ કર્યુ. ગાય, ભેંસ, ખળદ અને પાડા વિગેરે મૂક પ્રાણીઓની હિંસાને તેમજ અપુત્રીચાનુ ધન ગ્રહણ કરવાના નિષેધ કરાવ્યે.
હીરવિજયસૂરિએ સમ્રાટના સૂબાએ મહારાવ સુરતાન, સુલતાન હબીબુલ્લાહ, આઝમખાન, કાસિમખાન, સુલતાન મુરાદ વિગેરે પર સારા પ્રભાવ પાડ્યો અને તેમાંના કેટલાકએ તે સૂરિજી સાથે અમુક અમુક ધાર્મિક વિષયને અંગે ચર્ચા પણ કરી. સૂરિજીએ તેમને મ્રુત્ય વસ્તુસ્થિતિ સ્પષ્ટ રીતે સમજાવી અને જીવદયા વિગેરેના કેટલાંક ધાર્મિક કાર્યો તેમના દ્વારા કરાવ્યાં.
હીરવિજયસૂરિએ સમ્રાટ અકબરને પ્રતિબેાધી જે શાસન-પ્રભાવના કરી હતી તેની સાથેાસાથ શાસનનું મુખ્ય અ'ગ સાધુ-સમુદાય માટે પણ પ્રયત્નશીલ રહ્યા હતા. તે ગચ્છનાયક ાવાથી તેમને શિરે મહાન્ જવાબદારી હતી. તેમણે પ્રયત્નપૂર્વક સ્મૃતિપૂજાની સિદ્ધિ કરી બતાવી અને તેથી લાંકા નામના ગૃહસ્થે કાઢેલા મતના સાધુએ તે મતની દીક્ષા ત્યજી દઈ પુનઃ સંવેગી મની મૂર્તિપૂજક સૌંપ્રદાયમાં ભળ્યા. લાંકા મતના મેઘજી ઋષિએ ત્રીશ સાધુઓની સાથે તપાગચ્છની આમ્નાય વિ. સં. ૧૬૨૮માં સ્વીકારી અને આ પ્રસગને અનુલક્ષીને અમદાવાદમાં મહાત્ મહાત્સવ કરવામાં આવ્યા હતા. મેઘજી ઋષિનું નામ બદલીને ઉદ્યોતવિજય રાખવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org