________________
પાવલી ] * ૨૩૩ :
શ્રી હીરવિજયસૂરિ એક દિવસે બીરબલને સૂરિજીની જ્ઞાન-શક્તિ માપવાની ઈચ્છા થઈ. બાદશાહની રજા માગી બીરબલે ગુરુજીને પ્રશ્ન કર્યો કે
બીરબલ-મહારાજ ! શું શંકર સગુણ હોઈ શકે ? સૂરિજી-હા, શંકર સગુણ છે. બીરબલ–તે માનું છું કે શંકર નિર્ગુણ જ છે. સૂરિજી–ના, એમ ન હોઈ શકે. તમે શંકરને ઈશ્વર માને છે? બીરબલ–જી હા. સૂરિજી—ઈશ્વર જ્ઞાની છે કે અજ્ઞાની? બીરબલ-ઈશ્વર જ્ઞાની છે. સૂરિજી-જ્ઞાની એટલે? બીરબલ-જ્ઞાનવાળો. સૂરિજી–ઠીક, જ્ઞાન ગુણ છે કે નહિ? બીરબલ–હાજી, જ્ઞાન ગુણ છે,
સુરિજી–જે તમે જ્ઞાનને ગુણ માનતા હે તે ઈશ્વર-શંકર “સગુણ છે, એમ તમારે માનવું જ જોઈએ અને તે તમારા પિતાના શબ્દોથી જ સિદ્ધ થાય છે. " બીરબલ–મહારાજ ! ખરેખર મને પ્રતીત થઈ કે ઈશ્વર-શંકર સગુણ છે.
બાદ બાદશાહ સાથેની એક વધુ મુલાકાત દરમિયાન સૂરિજીના શાંત ઉપદેશામૃતથી બાદશાહના અંતરમાં કમળતાને સંચાર થયો અને સૂરિજીને કંઈક માગણી કરવા અત્યંત આગ્રહપૂર્વક કહ્યું ત્યારે સૂરિજીએ લેક પાસેથી લેવાતે છછયારે અને તીર્થસ્થાનમાં લેવાતું મૂંડકું લેવાનું બંધ કરવા કહ્યું. બાદશાહે તે બંને વાત સ્વીકારી.
આવી રીતે કલ્પનામાં ન હોય તેવી ફલ-પ્રાપ્તિ થઈ, પણ ગુજરાતમાંથી શ્રી વિજય સેનસૂરિના પત્રો ઉપર પત્રો આવવા લાગ્યા કે-“આપ હવે ગુજરાતમાં પધારે.” સૂરિજીએ પણ વિચાર્યું કે એક સ્થળમાં વધુ વખત રહેવું ઈષ્ટ નહિ. પછી પ્રસંગ જેઈ બાદશાહને પોતાની વિહારની ઈચ્છા જણાવી ત્યારે બાદશાહે તેમને ત્યાં જ રોકવા અત્યંત આગ્રહ કર્યો પણ સૂરિજીએ વસ્તુસ્થિતિ સમજાવી અને વિજયસેનસૂરિને તેમની પાસે મોકલવા કબુલાત આપી. બાદશાહે વિજયસેનસૂરિ આવી પહોંચે તે દરમિયાનના સમય માટે કે એક સારા વિદ્વાન શિષ્યને મૂકી જવા પ્રાર્થના કરી એટલે સૂરિજીએ શાંતિચં“જીને ત્યાં જ રાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org