________________
શ્રી આણંદવિમળસૂરિ
: ૨૨૨ :
[ શ્રી તપાગચ્છ ત્યાં અનુક્રમે નવીન બનેલ ચામુખ પ્રાસાદમાં શ્રી આદિજિન વિગેરે બિબની તેમજ શ્રી અજિતનાથ જિનાલયમાં શ્રી અજિતનાથ આદિ પ્રતિમાઓની એમ બે પ્રતિષ્ઠા કરીને યાત્રા નિમિત્તે આબૂતી ગયા. ત્યાં વિધિપુરસર યાત્રા કરીને જોવામાં વિહાર માટે તૈયારી કરે છે તેવામાં “શીરેહી દેશમાં અગાઉ કરથી કંટાળી ગયેલા લેકને કર લઈશ નહિ તેમજ હિંસા બંધ કરાવીશ” એ પ્રમાણે મહારાજા સુલતાનજીએ પોતાના પ્રધાન પુરુષો દ્વારા વિજ્ઞપ્તિપૂર્વક કહેવરાવીને શીહી નગરમાં જ ચાતુર્માસ કરવાને માટે અત્યંત આગ્રહપૂર્વક ગુરુને બોલાવ્યા એટલે તે રાજાના અતિવ આગ્રહથી તેમજ તે નગરમાં રહેનારા લેકે પરની કરણને કારણે ત્યાં આગળ ચાતુર્માસ કર્યા બાદ રેહસરોતરાના માર્ગે વિહાર કરતાં કરતાં તેઓશ્રીએ અનુક્રમે પાટણ આવી પહોંચ્યા.
આ બાજુ ગુરુમહારાજે પાદશાહના હૃદયરૂપી ક્યારામાં રોપેલીકૃપારૂપી વેલડીને પાદશાહની પાસે રહેલા શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયે પિતાના જ રચેલા પારસોશ નામના ગ્રંથના સંભળાવવારૂપી જલથી અતિ પલ્લવિત કરી અથવા પાદશાહના હૃદયને ધર્મરંગથી અતિવ વાસિત કર્યું. એને પરિણામે પાદશાહને જન્મ થયેલ તે મહિનો, શ્રી પર્યુષણ પર્વના બાર દિવસો, બધા રવિવાર, બધી સંક્રાંતિ તિથિઓ, નવરોજ માસ, બધા ઈદના દિવસે, બધા મિહર દિવસો અને સોફીઆન દિવસે–આ પ્રમાણે છ માસ લગભગ અમારી પાળવા માટે ફરમાન, તેમજ “જીયારો ” નામનો કર માફ કરતું ફરમાન પાદશાહ પાસેથી પ્રાપ્ત કરીને ભેટણ તરીકે તેમણે ગુરુમહારાજને પાલનપુર નગર મોકલાવ્યું. અર્થાત સ્વશક્તિથી શાંતિચંદ્ર ઉપાધ્યાયે છ માસ સુધી અમારી પળાવવાના તેમજ “જીજીયા ” માફ કરાવવાના ફરમાને મેળવ્યાં. આ બધી હકીકત લેકપ્રસિદ્ધ છે. નવરેજ વિગેરે દિવસનું સ્પષ્ટીકરણ તે ફરમાનદ્વારા જાણી લેવું.
દિલ્હી દેશમાં પાદશાહે આપેલા બહુમાનને કારણે અપ્રતિમ રૂપ વિગેરે ગુણસમૂહના ધારક શ્રી ગુરુમહારાજનો ઉપદેશ સાંભળવાથી, તેમજ સૂરિજીના દર્શનથી સ્વેચ્છ વિગેરે જાતિના લેકેએ મધ,માંસભક્ષણ તથા જીવહિંસાદિ કાર્યનો ત્યાગ કરીને શુદ્ધ માર્ગનું અવલંબન લીધું. તેમજ કેટલા શાસનના શત્રુઓ હતા તેઓ પણ સંપૂર્ણ ભક્તિભાવવાળા બન્યા અને અન્યપક્ષીય (ગચ્છીય) લેકે પણ તેમના પ્રત્યે ગુણાનુરાગી બન્યા.
પછી પાટણનગરમાં ચાતુર્માસ કર્યા બાદ વિ. સ. ૧૬૪૬માં ખંભાત તીર્થમાં શા તેજપાલે કહેલા હજારો રૂપિયાના વ્યયપૂર્વક અતિ ઉત્તમ પ્રતિષ્ઠા કરીને શ્રી જૈન શાસનની પ્રભાવના કરતા તે શ્રી હીરવિજયસૂરીશ્વર વિજ્યવંત વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org