SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આણદવિમળસૂરિ : ૨૦ : [ શ્રી તપાગચ્છ અઢાર દેષથી રહિત પરમેશ્વરનું સ્વરૂપ તેમજ પંચમહાવ્રત આદિનું સ્વરૂપ સમજાવવાપૂર્વક એ ધર્મબોધ કર્યો કે આગરા શહેરથી પ્રારંભીને અજમેર સુધીના માર્ગમાં દરેક એક–એક ગાઉએ કૂવા–વાવ સહિત મીનારાઓ બનાવીને પિતાની શીકાર સંબંધીની કુશળતા બતાવવાની ખાતર દરેક મિનારે પિતે હણેલા સેંકડો હરણયાઓના શીંગડાઓને લટકાવીને હિંસાદિ ક્રિયામાં પહેલા જે આસક્ત હતો તે બાદશાહ અકબર દયાવાળે, દાનપરાયણ અને સાધુજનની સોબતવાળો બન્ય. બાદ અતિવ સંતોષ પામેલા પાદશાહે કહ્યું કે–પત્ર, સ્ત્રી, ધન અને કુટુંબીજને વિગેરેમાં આસક્તિ રહિત આપને સુવર્ણ વિગેરેનું દાન દેવું ચગ્ય નથી, તેથી અમારા મહેલમાં જે જૈન સિદ્ધાંતના પ્રાચીન પુસ્તકો છે તે સ્વીકારીને અમારા ઉપર મહેરબાની કરે એવી રીતે વારંવાર આગ્રહ કર્યો ત્યારે ગુરુમહારાજે તે પુસ્તક આગ્રા નગરના જ્ઞાનભંડારમાં મૂક્યા. પછી એક પ્રહારથી વધુ સમય પર્યન્ત ધર્મચર્ચા કરીને બાદશાહે રજા આપેલા ગુરુશ્રી મહોત્સવપૂર્વક ઉપાશ્રયે પધાર્યા. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં જિનશાસનની ઉન્નતિ અતિશય ઉજ્જવળ બની. તે વર્ષે આગ્રા શહેરમાં ચાતુર્માસ કર્યા પછી શૌરીપુરનગરમાં શ્રી નેમિનાથ ભગવતની યાત્રા માટે આવેલા સૂરીશ્વરે શ્રી ગષભજિન તેમજ શ્રી નેમિનાથ ભગવંતની પ્રાચીન મોટી પ્રતિમાઓની તેમજ તે જ સમયે બનાવાયેલ શ્રી નેમિજિનની પાદુકાપગલાંની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ આગ્રા નગરમાં શા. માનસિંહ કલ્યાણમલે કરાવેલ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ વિગેરે જિનબિંબની સેંકડો સુવર્ણ ટંકના ખર્ચપૂર્વક મહેત્સવ કરીને પ્રતિષ્ઠા કરી હતી. તે તીર્થ ત્યારથી પ્રગટ પ્રભાવવાળું બન્યું છે. ત્યારબાદ ગુરુમહારાજ ફરી વાર ફતેપુર નગરે આવીને બાદશાહને મળ્યા. તે સમયે એક પહોર સુધી ધર્મગણી કર્યા બાદ બાદશાહબ કે–“આપના દર્શનના અભિલાષી મેં આપને દૂર દેશથી અત્રે લાવ્યા છે, પરંતુ આપ તે અમારું કંઈ પણ આતિથ્ય સ્વીકારતા નથી, છતાં પણ આપને પસંદ પડે તેવી માગણી આપે કરવી જોઈએ કે જેથી અમે કૃતકૃત્ય થઈએ.” એટલે ગ્ય અવસર વિચારીને ગુરુમહારાજે સમસ્ત દેશમાં પર્યુષણપર્વની અઈમાં અહિંસાની ઉદ્દષણા કરવાનું તેમજ કેદીઓને છૂટકારો કરવાનું કહ્યું ત્યારે સૂરિના આવા નિર્લોભીપણાથી તેમજ સરલ સ્વભાવવિગેરે ગુણસમૂહથી ચિત્તમાં ચમત્કાર પામેલા બાદશાહે “અમારા તરફથી પણ ચાર દિવસ વધારે થાઓ” એમ બેલીને પિતાને આધીન સમગ્ર દેશમાં શ્રાવણ વદિ દશમથી પ્રારંભીને ભાદરવા શુદિ છ8 સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy