________________
શ્રી આણ વિમળસૂરિ
૧૦
[ શ્રી તપાગચ્છ
ગુરુએ તેનું વચન સ્વીકાર્યું" ને તે વાતની સાક્ષીરૂપે અત્યારે પણ કેટલાક સ્થળેાએ માણિભદ્રનો મૂર્તિની સ્થાપના જોવામાં આવે છે.
આન વિમળસૂરીશ્વરજીને માટે ક્રિયાહાર કરવા માત્રથી સ તેાષ પકડી શાન્ત રહેવાનુ સાચું નહતું. અન્ય કેટલાક યતિ વિગેરેના સ્વચ્છ દાચારને કારણે જૈનેતર વિદ્વાના જૈન શાસન પર આક્ષેપ કરતા અને કોઇ કોઈ વાર તે વાદ પણ શરૂ થતા. પરન્તુ એક શક્તિશાળી પટ્ટધર તરીકે આચાય શ્રી આણુ વિમળસૂરીશ્વરજી તે ખધાને પહેાંચી વળતા. આ ઉપરાંત નીચેનું એક બીજી મહત્ત્વનું કાય તેમણે તેમના જીવન દરમિયાન કર્યું.
સુડતાલીશમા પટ્ટધર શ્રી સામપ્રભસૂરિએ પેાતાના શાસનકાળ દરમિયાન મારવાડ આદિ પ્રદેશામાં શુદ્ધ જળના અભાવથી સાધુઓના વિહાર બંધ કરાવ્યેા હતા. આના લાભ લઈ કેટલાક કુમતવાદીઓએ ત્યાં પેાતાનું પરિબળ જમાવ્યુ હતું. આણુ ંવિમળસૂરીશ્વરજીને આ ન રુચ્ચું, કારણ કે જો આવી ને આવી પ્રથા પ્રચલિત રહે તે ભવિષ્યમાં તે તે ક્ષેત્રામાં તપાગચ્છીય શુદ્ધ મા લયમાં આવી પડે અને કુમતવાદીઓનું અતિશય જોર વધી જાય. લેાકેા તા ગતાનુતિક આચરણવાળા હાય છે. તેઓ કા માર્ગ સાચા છે તેની ઊંડી ગવેષણા-ચાકસાઇ કરવા તરફ પ્રાયે બેદરકાર હાય છે, એમ વિચારી તેમણે અનેક કષ્ટોના સામના કરી મારવાડમાં વિહાર શરૂ કરાવ્યા. સૂર્યના પ્રકાશ થતાં જેમ ખજીએ ઝાંખા પડી જાય તેમ શુદ્ધ ક્રિયામા ના તેમ જ સત્ય ઉપદેશના પ્રચાર થતાં મિથ્યાત્વીઓની આછાવેલી જાળ ધીમે ધીમે નાશ પામવા લાગી અને લેાકેાએ પુનઃ શુદ્ધ જૈન ધર્મના સ્વીકાર કર્યા, આણુ વિમળસૂરિએ જેસલમેર તરફ પોતાના વિદ્વાન શિષ્ય વિદ્યાસાગરને મેાકલ્યા જ્યાં તેમણે ખરતરગચ્છના સાધુઓ સાથે વાદ કરી તેમને પરાજિત કર્યા. આ વિદ્યાસાગર ઉપાધ્યાય ઉત્કૃષ્ટ શીલવાન ગણાતા હતા. જિંદગી પત ઓછામાં આછા તપ તરીકે તેમને છઠ્ઠના અભિગ્રહ હતા અને પારણાના દિવસે પશુ માયમિલ જ કરતા, જેસલમેર ઉપરાંત મેવાડ દેશમાં વીજામતીએને, અને મારખી વિગેરે ગામામાં લુંકામતવાળાઓના તેમણે વાદમાં પરાજય કર્યા હતા.
શ્રી આણુ વિમળસૂરીશ્વરજી આવી રીતે શાસનશેાભા વધારી રહ્યા હતા છતાં શાસનના મુખ્ય અંગભૂત જિનપ્રતિમા વિષે તેમનું દુર્લક્ષ્ય નહતુ. ક્રમે ક્રમે તેમણે ભક્ત શ્રાવકાને પ્રતિષી અજયમેરુ, સાંગાનયર, જેસલમેર, મ ડાવર, નાગાર, નાડલાઈ, સાદડી, શીરાહી, પાલીતાણા, જુનાગઢ, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઇડર, ખંભાત આદિ અનેક સ્થળેાએ પ્રતિષ્ઠા તેમ જ અંજનશલાકા કરાવી હતી. સાધુવિહારના અભાવે જેસલમેરમાં ૬૪ જિનપ્રાસાદો બંધ થઇ ગયા હતા અને કુમતવાદીઓએ ત્યાં કાંટા નખાવ્યા હતા તે બધા જિનમદિરાને પાતે સ્વપ્રચાસથી ઉઘડાવ્યા તે લેાકેાને જિનપૂજાપરાયણ બનાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org