SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આણદવિમળસૂરિ : ૨૦૬ : [ શ્રી તપાગચ્છ વિમળસૂરિએ તે પ્રદેશમાં વિહાર કરવાની છૂટ આપી એટલે નાની ઉમ્મર હોવા છતાં શીલથી શ્રી રઘુલભદ્ર સરખા, વૈરાગ્યના ભંડાર, અત્યંત નિઃસ્પૃહી, જિંદગી પર્યત જઘન્ય તપ તરીકે છ8 તપના અભિગ્રહવાળા, અને પારણે પણ આયંબિલ કરનાર મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગર ગણિએ સૌથી પ્રથમ તે પ્રદેશમાં વિહાર કર્યો. તેમણે જેસલમેર વિગેરે પ્રદેશોમાં ખરતરને, મેવાત (મેવાડ) દેશમાં બીજામતીવાળાઓને તેમજ મેરબી આદિ સ્થળોમાં કામતવાળાઓને પ્રતિબોધ પમાડીને સમકિતરૂપી બીજનું વાવેતર કર્યું, જે અનેક પ્રકારે વૃદ્ધિ પામેલું અત્યારે પણ પ્રતીત થાય છે. - પાર્થચંદ્ર નામના મુનિએ વિરમગામવાસીઓને પિતાના પક્ષમાં આકર્ષ્યા ત્યારે શ્રી આણંદવિમળસૂરિવરે પાર્ધચંદ્રને જ વાદમાં પરાજિત કરીને ઘણું લેકોને શુદ્ધ જેને માર્ગ ગ્રહણ કરાવ્યો હતો. એ જ પ્રમાણે માલવ દેશમાં ઉજજયિની પ્રમુખ શહેરોમાં ઉત્સુત્રભાષીઓને વાદમાં પરાજિત કરીને લેકેને શુદ્ધ માર્ગ બતાવ્યો હતો. વધારે શું કહેવું ? શુદ્ધ સંગીપણું વિગેરે ગુણને કારણે જે કીર્તિરૂપ વજા તેમને પ્રાપ્ત થઈ હતી તે સંતપુરુષના વચનરૂપી પવનવડે આમતેમ હલાવાતી-ધ્રુજાવાતી શાસનરૂપી મહેલના શિખરે અદ્યાપિ પર્યત ફરફરે છે. ક્રિોદ્ધાર કર્યા બાદ આણંદવિમળસૂરિ ચૌદ વર્ષ સુધી જઘન્યથી અમુક નિર્ણત તપ વિશેષ નહીં કરતાં માત્ર છઠ્ઠ તપના અભિગ્રહધારી રહ્યા હતા, અર્થાત્ ચૌદ વર્ષ સુધી છરૂની તપશ્ચર્યા કરી હતી. બાદ એથે અને છઠ્ઠભક્તદ્વારા વિંશતિ(વીશ)સ્થાનક પદની આરાધના વિગેરે અનેક પ્રકારનો ઉત્કૃષ્ટ તપ કરીને વિક્રમ સંવત ૧૫૯૬ ના ચૈત્ર શુદિ ૭ ના દિવસે જન્મથી પ્રારંભીને દરેક અતિચારોની આલેચના કરી નવ દિવસના ઉપવાસપૂર્વક અનશણ કરીને અહમદાવાદ નગરને વિષે રવર્ગે સિધાવ્યા. ૫૬. શ્રી આણંદવિમળસરિ જન્મ વિ. સં. ૧૫૪૭ : દીક્ષા વિ. સં. ૧૫૫૨ : ઉપાધ્યાયપદ વિ. સં. ૧૫૬૮ : આચાર્યપદ વિ. સં. ૧૫૭૦ : ક્રિોદ્ધાર વિ. સં. ૧૫૮૨ : ગછનાયક વિ. સં. ૧૫૮૩ : સ્વર્ગગમન વિ. સં. ૧૫૯૬ : સર્વાય ૪૯ વર્ષ: શ્રી હેમવિમળસૂરિની પાટે છપનમા પટ્ટધર તરીકે તેઓશ્રી આવ્યા. તેમને વિ. સં. ૧૫૪૭માં ઇલાદુગ–ઈડર નગરમાં જન્મ થયો હતો. તેમના પિતાનું નામ મેઘાજી અને માતાનું નામ માણેકદેવી હતું. તેમનું સંસારીપણાનું નામ વાઘજી કુંવર પાડવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy