________________
શ્રી રતનશેખરસુરિ : ૧૯ :
[ શ્રી તપાગચ્છ વનસ્પતિ ઉત્તરી
તપાગચ્છ પટ્ટાવલી ગશાસ્ત્ર (ચતુર્થ પ્રકાશનો બાળાબેધ) (ગુર્નાવલી ઉપરાંત)
વૈવેદ્યગોષ્ઠી આ પ્રમાણે સાહિત્યસૃષ્ટિમાં સારું વાવેતર કરી તેઓશ્રી શાસનની પ્રભાવના કરવાપૂર્વક વિ. સં. ૧૫૦૩ માં સ્વર્ગવાસી બન્યા.
પર. શ્રી રત્નશેખરસૂરિ જન્મ વિ. સં. ૧૪૫૭ (૧૪૫ર ): દીક્ષા વિ. સં. ૧૪૨૩ પંડિત પદ વિ. સં. ૧૪૮૩: વાચકપદ વિ. સં. ૧૪૯૩ઃ આચાર્યપદ વિ.
સં. ૧૫૦૨ સ્વર્ગવાસ વિ. સં. ૧૫૧૭: સર્વાય ૬૦ વર્ષ મુનિસુંદરસૂરિની માટે શ્રી રત્નશેખરસૂરિ આવ્યા. તેઓ વિદ્વાન હતા એટલું જ નહિ, પરંતુ પ્રખર અભ્યાસી ને સાથે સાથે વાદી પણ હતા. યૌવન વયે તેમણે દક્ષિ
ના વાદીઓને વાદમાં પરાસ્ત કર્યા હતા. આ ઉપરાંત તેમની વાદ કરવાની શક્તિથી રંજિત થઈ ખંભાતના બાંબી નામના વિદ્વાને તેમને “બાલસરસ્વતી”નું બિરુદ આપ્યું હતું.
દેવગિરિના (હાલનું દૌલતાબાદ) રહીશ મહાદેવ શ્રેણીની વિનતિથી મોટા મહોત્સવપૂર્વક તેમના વાચક પદને મહોત્સવ કરવામાં આવ્યા હતા. ચેપન વર્ષ લગભગના પિતાના દીક્ષાપયોયમાં તેમણે વિસ્તૃત વિહાર કરી શાસનની સારી શોભા વધારી હતી. આ ઉપરાંત સાહિત્યની દિશામાં તેમણે શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર પર “અથદીપિકા ” નામની ટીકા, શ્રાદ્ધવિધિ સૂત્ર પર “વિધિકૌમુદી” નામની ટીકા તેમજ ષડાવશ્યકવૃત્તિ રચી છે. આ ઉપરાંત “આચારપ્રદીપ” નામને ૪૦૬૫ કપ્રમાણને સ્વતંત્ર ગ્રંથ રચે છે, તેમજ પ્રબોધચંદ્રોદય વૃત્તિ અને હૈમવ્યાકરણ પર અવચૂરિ તેમણે રચી હોવાને ઉલેખ સાંપડે છે.
તેમના શિષ્ય પૈકી કસમદેવે વિ. સં. ૧૫૦૪ માં “કથામહેદિધિ” નામનો કથાગ્રંથ ગદ્ય-પદ્યમાં રચ્યો છે તેમાં હરિણકૃત કપૂરપ્રકરમાં સૂચિત ૧૫૭ કથાઓ છે. આ ઉપરાંત સોમદેવગણિકૃત જિનપ્રભસૂરિના “સિદ્ધાંતસ્તવ” પરની ટીકા લભ્ય છે. નશેખરસૂરિએ રાણકપુરમાં ધરણ સંઘપતિએ કરેલા મહત્સવપૂર્વક તેમને આચાર્ય પદ આપ્યું હતું.
લંકા મતોત્પત્તિ ગુજરાતના પાટનગર અમદાવાદમાં “લુકા” નામને દશાશ્રીમાળી લહીયો રહેતે હતે. “જ્ઞાનજી” નામના યતિના ઉપાશ્રયમાં પુરતક લખી તે પોતાની આજીવિકા ચલાવતો હતો, લખતાં લખતાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org