________________
પટ્ટાવલી ] : ૧૩ :
શ્રી જયસુદરસૂરિ ૩૩. ઉપાશ્રયમાં પેસતાં નિસ્ટિહિ અને નીકળતાં આવસ્યતિ કહેવી ભૂલી જાઉં તો તેમ જ ગામમાં પેસતાં નિસરતાં પગ મુંજવા વિસરી જાઉં તો યાદ આવે તે જ સ્થળે નવકાર મંત્ર ગણું.
૩૪-૩૫, કાર્યપ્રસગે વૃધ્ધ સાધુઓને “હે ભગવન ! પસાય કરી” અને લઘુ સાધુને ઈચ્છકાર” એટલે તેમની ઈચ્છાનુસારે કરવાનું કહેવું ભૂલી જાઉં તે તેમજ સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ પડે ત્યારે ત્યારે “મિચ્છામિ દુક્કડું' એમ કહેવું જોઈએ તે વિસરી જાઉં તે જ્યારે સાંભરી આવે અથવા કેઈ હિતસ્વી સંભારી આપે ત્યારે તત્કાળ નવકાર મંત્ર ગણું.
૩૬. વડીલને પૂછળ્યા વગર વિશેષ વસ્તુ લઉં–દઉં નહિ અને વડીલને પૂછીને જ સર્વ કાર્ય કરું પણ પૂછ્યા વગર કરું નહિ
વિગેરે વિગેરે. સોમસુંદરસૂરિને ઘણું સમર્થ શિષ્ય હતા તે પિકી (૧) શ્રી મુનિસુંદરસૂરિ (૨) “કૃષ્ણસરસ્વતી ” બિરુદધારક શ્રી જયસુંદર( જયચંદ્ર સૂરિ (૩) “મહાવિદ્યા” પર વિવૃત્તિ અને તે પર ટિપ્પન રચનાર શ્રી ભુવનસુન્દરસૂરિ અને (૪) જિનસુંદર
સૂરિ મુખ્ય હતા. શ્રી સમસુંદરસૂરિએ ભેગશાસ્ત્ર બાલાવબોધ, ઉપદેશમાળા બાલાવધ, પડાવશ્યક બાલાવબોધ, નવતત્વ બાલાવબેધ, ચિત્યવંદન ભાષ્યાવચૂરિ, કલ્યાણ સ્તવ, નેમિનાથ નવરસફાગ, આરાધનાપતાકા બાલાવબેધ, ષષ્ટિશતક બાલાવબોધ રચેલ છે.
ઉપરના મુખ્ય શિષ્ય ઉપરાંત તેમને જિનમંડન, જિનકીતિ, સમદેવ, સેમજય, વિશાળરાજ, ઉદયનંદી, શુભ રત્ન વિગેરે વિગેરે અન્ય વિદ્વાન શિષ્ય-પ્રશિષ્ય પણ હતા. તેઓ વિ. સં. ૧૪૯૯ માં સ્વર્ગે સીધાવ્યાં.*
કૃષ્ણસરસ્વતી શ્રી જયસુન્દરસૂરિ (જયચંદ્રસૂરિ) ઇડરવાસી શ્રીવત્સના ભાઈ ગોવિદ કેઈ યોગ્ય શિષ્યને આચાર્યપદ-પ્રદાન માટે સેમસુંદરસૂરિને વિનતિ કરી ત્યારે તેણે કરેલા મહોત્સવ પૂર્વક શ્રી જયસુન્દર વાચકને આચાર્ય પદવી આપવામાં આવી હતી. તેમની અધ્યયનશક્તિ સારી હતી તેથી ગુરુએ નૂતન શિષ્યોને અભ્યાસ કરાવવા માટેનું કાર્ય તેમને સોંપ્યું હતું. ૮૮ કાવ્યપ્રકાશ” અને “સમતિતર્ક ” જેવા ગ્રંથોની વાચના તેઓ આપતા. તેમણે વિ. સં. ૧૫૦૫ ના વૈશાખ શુદિ ૫ ના દિવસે દેલવાડામાં શ્રી અભિનંદન સ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. જે પ્રતિમા હાલમાં આઘાટ(આહડ)ના જિનમંદિરમાં છે. કેટલાક એમ પણ જણાવે છે કે જયસુન્દરસૂરિને બદલે જયચંદ્રસૂરિ નામ વધારે ઠીક છે. તેમની વિદ્વત્તાને કારણે તેમને કૃષ્ણસરસ્વતીકૃષ્ણ વાગદેવતા એવું બિરુદ પ્રાપ્ત થયું હતું. તેમણે પ્રત્યાખ્યાન સ્થાન વિવરણ અને
* શ્રી સોમસુંદરસૂરિનું વિગતવાર સંપૂર્ણ જીવન જાણનારે તેમના શિષ્ય પ્રતિષ્ઠામે રચેલું સેમસૌભાગ્ય કાવ્ય જેવું. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org