SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પદાવલી ] શ્રી સેમસુંદરસૂરિ લક્ષ્મીને દાસી સમાન બનાવી હતી. તેમણે અભિમાન, શેષ, વિકથા આદિ ગુણશ્રેણીથી નીચે પાડનારા દોષો પર ઘણો જ કાબૂ જમાવ્યો હતે. દર્શન તથા તર્કના પ્રદેશમાં સ્વૈરવિહાર કરનારા અમુક ગણ્યાગાંઠ્યા વિદ્વાનોમાં તેમની ગણત્રી કરી શકાય તેમ છે. તેમણે અંશે સારા પ્રમાણમાં રચ્યા છે જેમાંનાં બે ગ્રંથ મહાન છે: એક વ્યાકરણના વિષયને લગત છે જ્યારે બીજે દર્શન સંબંધે છે ક્રિયારત્નસમુચ્ચય એ વ્યાકરણને લગતો છે અને તેમાં સિદ્ધહેમવ્યાકરણમાંથી ઘણા જ અગત્યના ધાતુઓ લઈ તેને દશ ગણના ગણવાર રૂપ આપ્યા છે. તેની રચના સં. ૧૪૬૬ માં કરી હતી. બીજો ગંથ હરિભદ્રસૂરિકૃત ષડૂ દર્શનસમુચ્ચય પર તર્ક રહસ્ય દીપિકા નામની ટીકા છે. આ બે ગ્રંથો ઉપરાંત કાન્ત, સતિકા પર અવચૂરિ, કર્મગ્રંથ પર અવચૂરિ, (૧) આતુર પ્રત્યાખ્યાન (૨) ચતુઃ શરણ (૩) સંસ્કારક અને (૪) ભકતપરિણા એ નામના ચારે પયા પર અવચૂરિ, ક્ષેત્રસમાસ પર અવચૂરિ નવતત્વ પર અવચૂરિ, વિગેરે ગ્રંથની તેમણે રચના કરી હતી. ૫૦. શ્રી સેમસુંદરસૂરિ જન્મ વિ. સં. ૧૪૩૦ વિ. સં. ૧૪૩૭ દીક્ષા ઃ ૧૫૦ વાચક પદ ? ૧૪૫૭ સૂરિપદ : સ્વર્ગવાસ વિ. સં. ૧૪૯ઃ સર્વાયુ ૬૯ વર્ષ પાલનપુરમાં સજજન નામે શ્રેષ્ઠીને માલહણ દેવી નામની ભાર્યાથી સોમ (ચંદ્ર) સ્વપ્નથી સૂચિત વિ સં. ૧૪૩૦ માં સેમ નામને પુત્ર થયો હતો. જન્મથી જ તેનામાં સારા લક્ષણે હતા અને માત્ર સાત વર્ષની ઉમ્મરે જ માતાપિતાની સંમતિપૂર્વક દીક્ષા સ્વીકારી હતી. તેમનું સોમસુંદર નામ રાખવામાં આવ્યું. તેમના દીક્ષાગુરુ શ્રીમાન જયાનંદસૂરિ હતા. બાળવયમાં જ તેમણે શાશ્વાધ્યયન શરૂ કર્યું અને વધુ અભ્યાસ માટે તેમને જ્ઞાનસાગરસૂરિની સાનિધ્યમાં સોંપ્યા. ધીમે ધીમે તેઓ એટલા પારંગત થયા કે વિ. સં. ૧૪૫૦ માં તેમને ઉપાધ્યાય પદ અર્પણ કરવામાં આવ્યું. બાદ વિ. સં. ૧૪૫૭ માં માત્ર સત્તાવીશ વર્ષની વયે નરસિંહ શેઠે કરેલા અદ્ભૂત મહોત્સવ પૂર્વક શ્રી દેવસુંદરસૂરિએ તેમને આચાર્ય પદ આપ્યું. આ સમયે પદ-પ્રદાનને મોટે મહત્સવ પ્રવતત અને શ્રાવકે પણ એટલા ભક્તિવાળા અને પ્રભાવનાશીલ હતા કે આવા મહોત્સવમાં છૂટે હાથે દ્રવ્યવ્યય કરતા. આ. શ્રી. સોમસુંદરસૂરિના ઘણા શિષ્યોને માટે જુદા જુદા પદપ્રદાન સમયે આવા મહોત્સવો કરવામાં આવ્યા હતા. સેમસુંદરસૂરિના આધિપત્યમાં તીર્થયાત્રાઓ પણ ઘણી કરવામાં આવી હતી અને તેમના હાથે ઘણે સ્થળે પ્રતિષ્ઠા પણ થઈ હતી ધરણા(ધના)શાહે બંધાવેલ પ્રખ્યાત ને અતિ વિશાળ રાણકપુરના પ્રાસાદની પ્રતિષ્ઠા આ જ સોમસુંદરસૂરિએ વિ. સં. ૧૪૯૬ માં કરી હતી. ઈડરરાજ્યના માન્ય ગોવીંદ નામના શ્રાવકે સંઘપતિ થઈને સોમસુંદરસૂરિના આધિપત્ય નીચે શત્રુજય, ગિરનાર તથા સે પારક તીર્થની યાત્રા કરી હતી. પછી તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy