________________
આગમક મત--આગમિકે અથવા ત્રણ ઈવાળા ગરછની ઉત્પત્તિ વિ. સં. ૧૨૫૦ માં થયેલી મનાય છે. પુનમીયા ગચ્છના શીલગુણસૂરિ ને દેવભદ્રસૂરિએ સ્વચ્છ ત્યજી અંચળગ૭ સ્વીકાર્યો. ત્યારબાદ તેને પણ ત્યાગ કરી પોતાને નવીન પંથ કાઢી ક્ષેત્રદેવતાની સ્તુતિ ન કરવી વિગેરે નૂતન પ્રરૂપણા કરી.
સ્તવપક્ષગચ્છ--વિક્રમની બારમી સદી સુધી આ પક્ષ હયાત હતું. શ્રી સેમપ્રભસૂરિએ જગચંદ્રસૂરિને સ્વ પાટે સ્થાપતી વખતે બીજા ગચ્છાની સાથોસાથ આ ગચ્છના નાયકની પણ સંમતિ મેળવી હતી.
રાજગચ્છ-પ્રદ્યુમ્નસૂરિના ગુજરાત, મેવાડ, મારવાડ તથા માળવાના રાજાઓ અનન્ય ભક્ત હતા તેથી તેમના ગચ્છનું નામ રાજગચ્છ પડ્યું. તેમણે દિગંબરીએને વાદમાં પરાજય કર્યો હતો અને જુદા જુદા રાશી પુસ્તક લખ્યા હતા.
રૂદ્રપાલીય ગચ્છ--આ ગચ્છ શ્રી જિનશેખરસૂરિથી શરૂ થયો. તેમણે સમ્યકૂત્વસતિકા, શીલતરંગિણી વિગેરે ગ્રંથ રચ્યા છે
વાયટીયગચ્છ--વાયટપુરમાં રહેનારા આચાર્યોથી આ ગચ્છ શરૂ થયે છે. આ ગચ્છના અમરચંદ્રસૂરિએ પદ્માનંદ મહાકાવ્ય, બાલભારત મહાકાવ્ય, કાવ્યક૯૫લતા, રત્નાવલિ અને કલાકલાપ વિગેરે ગ્રંથ રચ્યા છે. તેઓ રાજા વીશળદેવના ધર્મગુરુ હતા.
પુનમીયાગચ્છ--શ્રી ચંદ્રપ્રભસૂરિથી આ ગચ્છની ઉત્પત્તિ થઈ. પુનમની પાખી કરવાની માન્યતાને તેમણે પ્રોત્સાહન આપ્યું. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય આ ગચ્છને હતા એમ કહેવાય છે.
તપાગચ્છ-મુનિઓની શિથિલતા દૂર કરવા માટે શ્રી જગરચંદ્રસૂરિએ ચૈત્રવાલગચ્છના શ્રી દેવપ્રભસૂરિની સહાયતાથી ક્રિોદ્ધાર કર્યો. તેમણે ૧૨૮૫ માં આચાર્યપદવી મળવાની સાથે જ ચાવજજીવ આયંબિલતપ આરંભે. આ ઉત્કૃષ્ટ તપના પ્રભાવથી રંજિત થઈ ચિતોડના રાણાએ તેમને તપા એવું બિરુદ આપ્યું અને ત્યારથી વડગચ્છનું “તપાગચ્છ એવું નામ પ્રવૃત્તિમાં આવ્યું. આ ગચ્છની વડીશાળ, લઘુપોશાળ, દેવસુર, અણસુર, સાગર, વિમળ, રત્ન, નાગોરી વિગેરે ઘણું શાખા-પ્રશાખાઓ છે. તપગચ્છનાં તેર પાટિયાં કહેવાય છે
થારાપદ્રિીયગચ્છ--થરાદ ગામના આચાર્ય પરથી આ ગ૭ અસ્તિત્વમાં આવ્યું હતું. આ ગચ્છમાં વાદવેતાલ શાંતિસૂરિ સમર્થ આચાર્ય થયા છે.
કમલાગચ્છ--શ્રી પાર્શ્વનાથસંતાનીય મુનિઓની પરંપરામાં આ ગચ્છની ઉત્પત્તિ થઈ છે. અદ્યાપિપર્યત આ ગચ્છ ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org