SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ - પટ્ટાવલી ] ક ૧૫૯ - શ્રી જગચંદ્રસૂરિ નિરભિમાની” અમને કાંઈ પણ દોષ નથી. સંવિજ્ઞ સાધુઓએ તેમનો (શ્રી વિજયચન્દ્રન) નવીન માર્ગ સ્વીકાર્યો નહિ. શ્રી દેવેંદ્રસૂરિ તે અનેક સંવિગ્ન સાધુઓથી પરિવરેલા ઉપાશ્રયમાં જ રહ્યા એટલે લેકોએ મટી શાળા–ઉપાશ્રયમાં રહેનાર શ્રી વિજયચંદ્રસૂરિના સમુદાયને “વૃદ્ધ પિશાલિક” અને શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજના સમુદાયને, લઘુશાળામાં રહેનાર હેવાથી, “લઘુ પિશાલિક એવું ઉપનામ આપ્યું અથવા તેમના સમુદાયની તેવા નામથી પ્રસિદ્ધિ થઈ. સ્તંભતીર્થ–ખંભાતના ચાટામાં રહેલ શ્રી કુમારપાળવિહાર નામના જિનમંદિરમાં ચાર વેદેનો નિર્ણય કરવામાં ચતુર અને સ્વસમય ને પરસમય (શાસ્ત્ર) જાણવામાં વિચક્ષણ શ્રી દેવેન્દ્રસૂરિને ૧૮૦૦ મુખવસ્ત્રિકાવાળા(ભકત શ્રાવકે)થી પરિવરેલા મંત્રી શ્રી વરતુપાલે નમન કરીને બહુમાન આપ્યું. બાદ વિજયચંદ્રની ઉપેક્ષા કરીને દેવેન્દ્રસૂરિ વિહાર કરતાં કરતાં પાલણપુર નગરે આવ્યા. ત્યાં અનેક મનુષ્યથી પરિવરેલા અને મોરપીંછના છત્રયુકત સુખાસનમાં બેસનારા ચોરાશી શ્રેષ્ઠીઓ તેમની વ્યાખ્યાનસભાના સાંભળનારા–શ્રોતા હતા–વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. તે નગરના “ અલ્હાદત વિહાર ” નામના જિનમંદિરમાં હંમેશની બેલીને ચડાવાના એક મૂટક (મું) પ્રમાણ અક્ષત-ચોખા અને સોળ મણ સોપારી આવતા હતા. તેમજ હમેશાં વિશળદેવ મહારાજની પાંચસે સ્ત્રીઓ નૈવેદ્ય ધરતી. આ પ્રમાણે જૈન શાસનની ઉન્નતિ હોવાથી સંધે ગુરુમહારાજને વિનંતિ કરી કે– “કઈ( શિષ્યોને પણ આચાર્ય પદવી આપવાવડે કરીને અમારા મનોરથ પૂર્ણ કરે.” એટલે ગુરુએ પણ યોગ્ય સમય જાણીને પ્રાદન વિહારમાં જ વિ. સં. ૧૩ર૩ માં, કોઈકના મતે ૧૩૦૪ માં, વરધવલ મુનિને વિદ્યાનંદસૂરિ એવા નામથી આચાર્ય પદવી આપી. તેના નાના બંધુ ભીમસિંહને પણ તે જ સમયે ધર્મકીતિએવા નામથી ઉપાધ્યાય પદવી આપવામાં આવી હોય તેમ પણ સંભવે છે. આ સૂરિપદ આપવાના સમયે સુવર્ણમય કાંગરાવાળા અલ્હાદનવિહારમાં મંડપમાંથી કંકુની વૃષ્ટિ થઈ હતી. આથી બધા લેક આશ્ચર્ય પામ્યા અને શ્રાવકેએ મહત્સવ કર્યો. તે શ્રી વિદ્યાનંદસૂરિએ પોતાના નામનું વિદ્યાનંદ નામનું વ્યાકરણ રચ્યું. જે માટે કહેવાય છે કે જેનાથી છેડા સુત્રોવાળું અને અતિ અર્થસંગ્રહવાળું “વિદ્યાનંદ” નામનું નવું વ્યાકરણ રચાયું તે (શ્રી વિધાનંદસૂરિ) સૌથી શ્રેષ્ઠ લાગે છે–શેભે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy