SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસજ્ઞ શ્રી હેમચદ્રાચાય .. ૧૪૦ [ શ્રી તપાગચ્છ જીવનમાં અસ`ખ્ય કાવાદાવાથી ભરપૂર રાજસભામાં લેશ માત્ર કીર્તિની ક્ષતિ વિના ટકી રહેવું અને અસાધારણ કાબૂ કેળવવા તે તે। કાઇ શ્રીમદ્ હેમચંદ્રાચાય જેવી વિરલ વ્યકિતના નસીબે જ લખાયેલુ હાય છે, આચાČશ્રી હેમચંદ્રે એ દિશામાં કાર્ય કર્યું હતું: એક બાજુ રાજાને પ્રતિખેાધી જૈન ધર્મ અને જૈન સિધ્ધાન્તાને દેશ-દેશમાં પ્રચાર કરાવ્યા અને બીજી બાજુ સાડાત્રણ કરોડ જેટલા નૂતન શ્લોકેા રચી સાહિત્યની સૃષ્ટિમાં પણ અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતના પ્રાચીન વિદ્વાનેાની ગણનામાં પણ શ્રીમ ્ હેમચંદ્રાચાય નુ સ્થાન અનેરું અને અતિગૌરવ ભર્યું છે. વિક્રમના દરબારમાં કાલિદાસનું અને હર્ષોંની રાજસભામાં જે સ્થાન બાણુ કવિનું હતું તેવું જ અતિમૂલું સ્થાન સિદ્ધરાજ તેમજ કુમારપાળની રાજસભામાં શ્રીમદ્ હેમચંદ્રાચાયતું હતું. કોઇ તેમને ગુજરાતના પાણિની કહે છે, કાઈ તેમને ગુજરાતના મમ્મટ જણાવે છે, કાઇ તેમને ગુજરાતના પિંગલાચાય તરીકે ઓળખાવે છે તે કાઇ કાઇ તેમને ગુજરાતના અમરિસ હું ( કાષકાર ) તરીકે સંખાધે છે. તેમનું શિષ્યમંડળ પણ ખૂદ્ હતું. શ્રી રામચન્દ્રસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ, શ્રી ગુણચન્દ્રસૂરિ, શ્રી વર્ધમાનગણુ, શ્રી દેવચન્દ્ર, શ્રી યશશ્ચંદ્ર, શ્રી ઉદયચન્દ્ર, શ્રી બાલચન્દ્ર વિગેરે વિગેરે તેમના ગણનાપાત્ર શિષ્ય હતા. હેમચંદ્રાચાર્યના ઉત્તર જીવનમાં તેમના શિષ્યા શિષ્યો વચ્ચે કલહ વધી પડયા હતા. મુખ્ય શિષ્યામાંના બાલચંદ્ર, રામચંદ્ર તથા ગુણચંદ્ર પૈકી છેલ્લા એ ગુરુને વાદાર રહ્યા હતા જ્યારે બાલચંદ્ર અજયપાળના પક્ષ કરતા હતા. કહેવાય છે કે અંજનશલાકાના સમયે મુદ્ભૂત ચૂકાવનાર પણ ખાલચંદ્ર હતા. રામચંદ્રસૂરિ પણ સમથ હતા અને તેમણે પણ નાટકા–પ્રધા સારી સંખ્યામાં લખ્યા છે. હેમદ્રાચાર્યના અવસાન બાદ પાટ પર કાને સ્થાપવા તેને માટે તકરાર ચાલી. અજયપાળને ખાલચંદ્રે મદદ કરી હતી તેથી તેણે રામચંદ્રને બાલચંદ્રને પાટ સાંપવા કહ્યું પણ ગુરુએ પેાતાને પાટ સાંપેલી હાવાથી રામચંદ્રે ના પાડી. આથી રાજા અજયપાળ ગુસ્સે થયા અને તેમને ઉપદ્રવ કરવા લાગ્યું!. ધગધગતી શિલા પર સુઇ જવાનું કરમાન કાઢ્યું. રામચંદ્રસૂરિ વિનાસ કાચે શિલા પર સૂઇ, અનશન સ્વીકારી સ્વર્ગે સીધાવ્યા. ખાલચંદ્ર મરીને યક્ષ થયે તે સંધને ઉપદ્રવ કરવા લાગ્યા. સંધે તેને વિનંતિ કરતા જણુાવ્યું કેમારી રચેલી સ્તુતિ મેાલવાની પ્રથા દાખલ કરો તે જ ઉપદ્રવ દૂર કરું.' પછી તેની રચેલી સ્નાતસ્થાની સ્તુતિ પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં દાખલ કરી જે અદ્યાપિ પર્યંત ચાલુ છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે. વ્યાકરણ, કાવ્ય, કાષ, ન્યાય, અલંકાર, સ્તુતિ, યાગ અને રાજનીતિ વિગેરે અગાને સ્પર્શતાં ગ્રંથા રચ્યા છે. મહત્ત્વના દરેક વિયેાનું તેમણે સારુ' નિરૂપણ કર્યું છે. હેમચ`દ્રાચાર્યે રચેલા ગ્રંથા પૈકી કેટલાક તેા સમાન્ય છે અને અત્યારે પણ તેમનેા છૂટથી ઉપયાગ થઇ રહ્યો છે. ઈતરધર્મીઓ પણ હવે હેમચંદ્રાચાર્યનું મૂલ્ય આંકતા શીખ્યા છે અને તેમને ગુજરાતના સર્વશ્રેષ્ઠ જ્યોતિર્ધર માને છે. તેમણે રચેલ વિપુલ ત્રંથરાશિમાંથી કેટલાકના નામ નીચે પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy