SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી ]. : ૧૩૭ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુરક્ષિત રહેવાને કારણે ઊલટાં તાજામાજા જાણતા હતા. પછી પૂજારીઓને બોલાવી રાજાએ કહ્યું કે“તે આ બધા પશુઓને દેવી-ચરણે ધરી દીધા હતા, પણ દેવીની ઇચછી ભેગની નથી, નહિં તે તેણે બધા પ્રાણીને મૃત્યુ પમાડ્યા હતા. આ ઉપરથી તમે જ રક્તપિપાસુ જણુએ છે, માટે ફરી વાર આવી અયોગ્ય માગણી કદાપિ કરશે નહિ.' આ સંબંધમાં એમ પણ કહેવાય છે કે કંટેશ્વરી ચૌલુક્ય વંશની કુળદેવી હતી અને પિતાને હવન-જાગ વિગેરે બંધ થવાથી તેણે રાજાને દર્શન દઈ તેના પર ત્રિશળનો ઘા કર્યો. પરિણામે રાજાને કુષ્ટ( કોઢ)ને રોગ થયો. રાજાએ ઉદયન મંત્રી દ્વારા આ વાત ગુરુને કહેવરાવતાં ગુરુએ મંત્રેલા પાણી વડે તેનો રોગ દૂર કર્યો હતો. ૪ જૈન ધર્મની અસરમાંથી રાજાને પાછા વાળવા માટે બ્રાહ્મણોએ પિતાને સમર્થ આચાર્ય દેવબોધિને બોલાવ્યો હતો. દેવબોધિએ પ્રથમ તો હેમચંદ્રાચાર્ય સાથે વાદ કર્યો ને તેમાં હારી ગયે, પછી રાજાને સ્વશક્તિબળે હરિ, હર, બ્રહ્મા વિગેરે બતાવ્યા અને તે દેવો દ્વારા રાજાને કહેવરાવ્યું કે- રાજન !શિવ ધર્મ જ શ્રેષ્ઠ છે, માટે તે અંગીકાર કરજે.' પછી તેની સાત પેઢીના પૂર્વપુરુષો પણ દેખાડ્યા અને તેઓ મારફત પણ તેવું જ કહેવરાવ્યું. આથી રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યો અને વિચારમાં પડી ગયો. તેણે તે વાત મંત્રીને કહી. મંત્રીએ કહ્યું-“આપ શા માટે મુંઝાઓ છે ? હેમસૂરિને પૂછી ખાત્રી કરશું.' પછી મંત્રીએ તે સર્વ વૃત્તાંત હેમસરિને કહ્યો એટલે ગુરુમહારાજે કુમારપાળનો મતિવિભ્રમ દૂર કરવા માટે એક યુક્તિ ગોઠવી. વ્યાખ્યાનસમયે ગુરુએ સાત પાટો ગોઠવાવી અને તે પર બેસી પોતે વ્યાખ્યાન આપવા લાગ્યા. પછી કુમારપાળ આવ્યા બાદ એક એક પાટ કાઢી નખાવી, તદ્દન અદ્ધર રહીને જ ઉપદેશ દેવા લાગ્યા. આ જોઈ રાજા આશ્ચર્ય પામ્યું. પછી સભા વિસર્જન થતાં ગુરુએ ચોવીશ તીર્થ કરો અને રાજાની એકવીશ પેઢીઓ બતાવી. કુમારપાળે તેનું કારણ જાણવા માગ્યું એટલે ગુરુએ જણાવ્યું કેયેની શક્તિથી આ બધું થઈ શકે છે માટે દેવબોધિએ બતાવેલા દૃશ્યથી તારે ભ્રમમાં પડવાની જરૂર નથી.' આથી રાજાનો પિતાને જૈન ધર્મ પ્રત્યેનો વિશ્વાસ સંપૂર્ણ દઢ થયો. એકદા હેમચંદ્રાચાર્ય ને દેવબોધિ સાથે બેઠા હતા. રાજા ગુરુ પાસે શાસ્ત્રરહસ્ય સમજી રહ્યા હતા તેવામાં ગુરુ અચાનક બેલતાં બંધ થઈ ગયા અને ઊંડેથી દુ:ખનો નિઃસાસો લાગ્યો. તરતજ દેવબોધિએ પોતાના હાથ મસળ્યા અને બોલ્યાઃ “ કંઈ નહિ.” પછી ગુરુએ પાઠ આપવાનું શરૂ કર્યું પણ રાજાએ શી હકીકત બની તે પૂછયું. હેમચંદ્રાચાર્યે જવાબમાં જણાવ્યું કે-“ રાજન ! દેવપટ્ટણના ચંદ્રપ્રભસ્વામીના મંદિરમાં એક ઊંદર દીવાની બળતી વાટ લઈ જતે હતો અને તેથી આગને ભડકો ઊઠે હતે. દેવબોધિએ પોતાના હાથ મસળીને તેને ઓલવી નાખે.” રાજાએ ખાસ ખેપીયા દ્વારા તપાસ કરાવી તે ગુરુએ કહેલું સર્વ યથાસ્થિત હતું. ચેમાસાની મોસમમાં પોતાની રાજધાની ન છોડવાનો કુમારપાળે નિર્ણય કર્યો હતો. એના ગુપ્તચરેએ એક વખત જણાવ્યું કે, “ ગીઝનીના મુસલમાન બાદશાહે ચોમાસાના સમયમાં જ ગુજરાત પર ચઢાઈ કરવાનો નિર્ણય કર્યો છે.” કુમારપાળને માથે ભારે ધર્મસંકટ આવી પડયું. પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy