________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : ૧૩૪ :
[ શ્રી તપાગચ્છ બાઈ પાસે શક્તિ ન હતી. તે હમેશાં બળદને જંગલમાં ચરાવવા લઈ જતી અને તેને છૂટ મૂકી પોતે આજંદ કરવા લાગતી, એવામાં એક દિવસ શિવ ને પાર્વતી ત્યાંથી આકાશમાર્ગે નીકળ્યા ને આ ચીને રોતી જોઇ પાર્વતીએ શંકરને તે સ્ત્રીના દુઃખનું કારણ પૂછયું. શિવે આખી હકીકત કહી સંભળાવી અને વધુમાં ઉમેર્યું કે-અમુક ઝાડની પાસે અમુક ઔષધી ઊગેલી છે તે જે ખવરાવવામાં આવે તે તે બળદ પોતાનું મૂળ રૂપ પામે.' ઔષધી સંબંધી કંઈ સમજણ આપવામાં આવી ન હતી પણ તે સ્ત્રીએ તે ઝાડની નીચે જે બધી વનસ્પતિ ઊગેલી હતી તે ચૂંટી કાઢી, તેની નીરણ કરી બળદને ખવરાવી, બળદ તે ખાતાં જ પાછે પુરુષરૂપ થઈ ગયો.
આ વાત જણાવી હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજને સમજાવ્યું કે-અજ્ઞાત ઔષધીમાં વ્યાધિ હરવાનો ગુણ જણાયો હતો તે પ્રમાણે સર્વ ધર્મો તરફ માન રાખવાથી મોક્ષ મળે છે અને કદાચ પ્રાણીને એમ ને ખબર પડે કે એમાંથી ક્યા ધર્મો મોક્ષ આપ્યું અને તેમાંને કયા ધર્મ આ સ્થાનને યોગ્ય છે તે પણ પરિણામ (એક્ષપ્રાપ્તિ) તે સારું જ છે. બાદ રાજા સર્વ ધર્મ તરફ સમાનભાવથી જોવા લાગ્યા.
વિ.સં. ૧૧૯૯ માં સિદ્ધરાજ મૃત્યુ પામતાં કુમારપાળ રાજા બન્યા. ઉદયનને પુત્ર વાગૂભટ ( બાહડ ) તેનો મંત્રી બન્યા. કુમારપાળે મદોન્મત્ત અરાજ પર ચઢાઈ કરી પણું અગિયાર વખત પાછા ફરવું પડયું, કારણ કે ઉનાળાના અંત સુધીમાં કિલ્લો પડતો નહિ અને ચોમાસામાં પાછું ફરવું પડતું જેથી કુમારપાળ ખિન્ન થયે. એટલે વાગૂભટે જૈન શાસનમાં અને જિનેશ્વરોમાં ભક્તિભાવ અને શ્રદ્ધા રાખી બારમી વખત ચઢાઈ કરવા કહ્યું અને પરિણામે જેથી કુમારપાળને વિશેષ પ્રીતિભાવ ઉ૫. બાદ પોતાના આશ્રયદાતા ગુરુ હેમચંદ્રાચાર્ય સ્મૃતિપટમાં આવતા રાજાએ વાગભટ્ટને તેમને બહુમાનથી રાજભવનમાં બોલાવી લાવવા જણાવ્યું. આચાર્યશ્રી આવતાં રાજા બહુમાનપૂર્વક ઊભો થયો અને ગુએ યોગ્ય આસને બેસી જીવદયા વિષે વિવેચન કર્યું. તેની પુષ્ટિ માટે મનુસ્મૃતિ વિગેરેના પણું પ્રમાણભૂત દાખલાઓ ટાંકી બતાવ્યા. જેથી રાજાએ અમુક નિયમ ગ્રહણ કર્યા. જિનદર્શન વિષે તેની સાચી ને સચોટ પ્રતીતિ બંધાઈ અને કેટલીક આવશ્યક ક્રિયા તેણે શીખી લીધી. એકદા પિતાના પૂર્વ જીવનમાં કરેલ માંસભક્ષણ માટે પશ્ચાત્તાપ જાહેર કરતાં કુમારપાળે પિતાના બત્રીશ દાંત પાડી નાખવાનું નક્કી કર્યું. એટલે ગુરુએ તેને તેમ કરતે નિવારી બત્રીશ દાંતના બદલામાં બત્રીશ જિનમંદિર બંધાવવાનું સૂચવ્યું. પછી પ્રસંગે સસ વ્યસનની વાત સમજાવી એટલે રાજાએ તેનો પણ નિયમ કર્યો અને સમસ્ત દેશમાં તેને નિષેધ કરાવ્યો. આ ઉપરાંત ગુના ઉપદેશથી અપુત્રીયાનું ધન ગ્રહણ કરવાનો નિષેધ કર્યો.
ધીમે ધીમે રાજા જન ધર્મથી રંગાતે જતો હતો તેથી કેટલાક બાતમીદારોએ કલ્યાણુકટકના રાજને જણાવ્યું કે, કામારપાળ બળ ને સન્ય બંનેથી હીન થઈ ગયા છે. વળી અહિંસાપરાયણ હાઈ સામર્થ ફેરવી શકશે નહિ માટે વિગ્રહ કરે તે વિના પરિશ્રમે જીત મળી શકશે,' કલ્યાણકટકના રાજાએ લડાઈ માટે તૈયારી કર્યાના સમાચાર કુમારપાળને મળતાં તેણે ગુરુમહારાજને વાત જણાવી કહ્યું કે“જે મારો પરાભવ થશે તે જૈન શાસનની ભારે લઘુતા થશે.' ગુરૂએ તેને શાંતિ રાખવા સૂચવ્યું ને જણાવ્યું કે તેનું પરિણામ આજથી સાતમે દિવસે આવશે. પછી તેમણે સૂરિમંત્ર જાપ કર્યો અને અધિષ્ઠાયક દેવ પ્રગટ થયો. દેવને સહાય કરવાનું કહેતાં દેવે જણાવ્યું કે- શત્રુ રાજા આજથી સાતમે દિવસે મૃત્યુ પામશે.' બરાબર સાતમે દિવસે ચરપુરુષોએ સમાચાર આપ્યા કે શત્રુરાજાનું મરણ નપજ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org