SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પદાવલી ] - ૯૯ - શ્રી વિબુધજયાનંદ૦૨વિપ્રભથશેદેવ જયાનંદસૂરિની પાટે ત્રીશમા શ્રી રવિપ્રભસૂરિ થયા. તેમણે વી. નિ. સં. ૧૧૭૦ એટલે કે વિ. સં. ૭૦૦ માં નાડોલ નગરમાં શ્રી નેમિનાથ પ્રાસાદની પ્રતિષ્ઠા કરી. વી. નિ. ૧૧૯૦ વર્ષે શ્રી ઉમાસ્વાતિ યુગપ્રધાન થયા. રવિપ્રભસૂરિની પાટે એકત્રીશમા શ્રીયશદેવસૂરિ થયા. શ્રી વીર નિર્વાણ પછી ૧૨૭ર વર્ષે એટલે વિ. સં. ૮૦૨ માં વનરાજે અણહીલ્લપુરપાટણની સ્થાપના કરી. વી. નિ. સં. ૧૨૭૦ એટલે વિ. સં. ૮૦૦ વર્ષે ભાદરવા સુદ ત્રીજના દિવસે બપભટ્ટી સુરિને જન્મ થશે ને તેમણે કનોજના રાજા આમને પ્રતિબોધ પમાડ્યો. તેઓ વિ. સં. ૮૯૫ ના ભાદરવા શુદિ છઠ્ઠને દિને સ્વર્ગવાસી થયા. ૨૮ શ્રી વિબુધપ્રભસૂરિ, ૨૯ શ્રી જયાનંદસૂરિ ૩૦ શ્રી રવિપ્રભસૂરિ અને ૩૧ શ્રી યશદેવસૂરિ આ ચ રે પટ્ટધરોના સંબંધમાં વિશેષ વૃતાંત લભ્ય નથી. જયાનંદસૂરિ પ્રખર ઉપદેશદાતા હતા. તેમણે સંપ્રતિ મહારાજાના બનાવેલા ૯૦૦ મંદિરે પ્રાગૂવાટ મંત્રી સામંતદ્વારા જીર્ણોદ્ધાર કરાવ્યું. આ ઉપરાંત સિદ્ધાંતને સુરક્ષિત રાખવા ભંડારની ગોઠવણ કરાવી. - રવિપ્રભસૂરિએ વીર નિર્વાણ ૧૧૭૦ માં નાડોલ નગરમાં શ્રી નેમિનાથ જિનની પ્રતિષ્ઠા કરી હતી. યદેવસૂરિ નાગર બ્રાહ્મણ હતા. તેમણે પણ જૈન શાસનને સારો ઉઘાત કર્યો. અણહીલ્લપુર સ્થાપના ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજે પંચાસરથી આવી વિ. સં. ૮૦૨ માં અણહીલપુર પાટણની સ્થાપના કરી. વનરાજની બાલ્યાવસ્થામાં શીલગુણસરિએ આશ્રય આપી પોષણ કર્યું હતું. તેને પરિણામે તે જૈન ધર્મીનુયાયી બન્યો હતો. પાટણના પંચાસરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરનાર વનરાજ હતા. અણહીલપુરની સ્થાપનામાં અને રાજ્યકારભાર ચલાવવામાં વનરાજને તેને સારો સાથ હતો અને રાજ્યના પ્રધાન મંત્રી જેવાં મહત્તવના હોદ્દા પર જનોની જ અધિકારી તરીકે નીમણકે થઈ હતી. શ્રી બપ્પભટ્ટસૂરિ તેમનું મૂળ નામ તે સૂરપાળ હતું. પંચાલ દેશના ટુંબ નામના ગામમાં તેમના પિતા અ૫ અને માતા ભટ્ટી રહેતાં હતાં. પુત્ર પરાક્રમી હતા. બાલ્યાવસ્થા છતાં તેની બુદ્ધિ તીવ્ર હતી. છ વર્ષની ઉંમરે પિતા સાથે રીસામણુ થતાં તે ઘર છોડીને ચાલી નીકળ્યો. બાદ તે મઢેરા નામના ગામમાં આવે. તે સમયે તે ગામમાં સિદ્ધસેન નામના આચાર્ય બિરાજતા હતા તેની આગળ આવ્યો ને સ્વવૃતાંત જણાવ્યો. * કેટલાકના મત પ્રમાણે દેવચંદ્રસૂરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy